Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 1:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પ્રભુના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ; તેમના કોપાગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે; કારણ, તે પૃથ્વીનાં સર્વ રહેવાસીઓનો એક ઝપાટે અંત લાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 યહોવાના કોપને દિવસે તેમનું સોનુંરૂપું તેમને ઉગારી શકશે નહિ, પણ યહોવાના [ક્રોધના] આવેશના અગ્નિથી આખી પૃથ્વી ભસ્મીભૂત થઈ જશે. કેમ કે તે પૃથ્વીના સર્વ રહેવાસીઓનો અંત, હા, ભયંકર અંત લાવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 યહોવાહના કોપના દિવસે તેઓનું સોનું કે ચાંદી તેઓને ઉગારી શકશે નહિ, આખી પૃથ્વી યહોવાહના પ્રચંડ રોષના અગ્નિથી ભસ્મીભૂત થઈ જશે. પૃથ્વી પરના સર્વ રહેવાસીઓનો અંતે, ઝડપી વિનાશ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યહોવાના કોપને દિવસે તેમનું સોનું ચાંદી તેમને ઉગારી શકશે નહિ, પણ સમગ્ર ભૂમિ યહોવાના પ્રચંડ ક્રોધાજ્ઞિમાં ભસ્મીભૂત થઇ જશે. કારણકે ભૂમિ ઉપર વસનારા સૌ કોઇનો તે અવશ્ય અંત લાવનાર છે.”

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 1:18
40 Iomraidhean Croise  

તેથી તેમણે કહ્યું, “મેં ઉત્પન્‍ન કરેલ પૃથ્વી પરના સર્વ માણસોનો, પશુઓનો, પેટે ચાલનારાં પ્રાણીઓનો તેમ જ પક્ષીઓનો હું વિનાશ કરીશ; તેમનું સર્જન કરવા બદલ મને દિલગીરી થાય છે.”


યહૂદિયાના લોકોએ પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું અને તેમના બધા પૂર્વજો કરતાં પ્રભુને કોપ ચઢાવે એવાં વધારે ભૂંડા કૃત્યો આચર્યાં.


દુર્જન તો આપત્તિમાંથી બચી જાય છે, અને ઈશ્વરના કોપના દિવસે તે ઉગરી જાય છે.


અથવા પોતાના દફન આવાસોને સોનાચાંદીથી ભરી દેનાર રાજકુંવરોની સાથે હું હોત:


વિધર્મી ઉચ્ચસ્થાનોમાં જઈને તેમણે ઈશ્વરને ઉશ્કેર્યા તથા કોરેલી મૂર્તિઓની પૂજાથી તેમનામાં રોષ ઉત્પન્‍ન કર્યો.


હે પ્રભુ, ક્યાં સુધી તમે અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો આવેશ અગ્નિની જેમ સળગ્યા જ કરશે?


કોપને સમયે દોલત કશા કામમાં આવતી નથી, પણ નેકી જ માણસને મૃત્યુમાંથી ઉગારે છે.


ધનવાનોની દષ્ટિમાં તેમનું ધન કિલ્લેબંધ નગર જેવું છે; જે ઊંચા કોટની જેમ તેમનું રક્ષણ કરે છે.


એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ.


ઇઝરાયલનો પ્રકાશ અગ્નિરૂપ થશે અને પવિત્ર ઈશ્વર તેમને માટે જ્વાળારૂપ બનશે.


ઈશ્વર તમને સજા ફરમાવશે ત્યારે તમે શું કરશો? તે તમારા પર દૂર દેશથી આફત લાવશે ત્યારે તમે શું કરશો? તમે મદદ માટે કોની પાસે દોડી જશો? તમારી ધનદોલત ક્યાં મૂકી જશો?


તેથી પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે, “હું આ સ્થાન પર મારો કોપ રેડી દઈશ અને લોકો, પ્રાણીઓ, વૃક્ષો અને ખેતરો તેનો ભોગ બનશે. એ કોપ સતત સળગતો રહેશે અને હોલવી શકાશે નહિ.”


હું યહૂદિયાનાં નગરોમાંથી અને યરુશાલેમની શેરીઓમાંથી આનંદ અને હર્ષના અવાજો તથા વર અને કન્યાનો કિલ્લોલ બંધ કરી દઈશ, અને સમગ્ર દેશ ઉજ્જડ થઈ જશે.”


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


હું તને વ્યભિચારી અને ખૂની સ્ત્રીઓને કરવાપાત્ર સજા ફટકારીશ અને મારા આવેશમાં રોષે ભરાઇને તને મૃત્યુદંડ ફરમાવીશ.


હું તારા પર ક્રોધે ભરાયો છું. તેથી તેઓ તારા પ્રત્યે રોષપૂર્ણ વ્યવહાર કરશે. તેઓ તારાં નાકકાન કાપી લેશે, તારા સૈનિકોની કત્લેઆમ થશે. તેઓ તારાં પુત્રપુત્રીઓને તારી પાસેથી લઈ લેશે અને તેમને જીવતાં જ સળગાવી દેશે.


હિંસા વકરીને દુષ્ટતાની લાઠી બની ગઈ છે. તેઓમાંનો કોઈ બચવાનો નથી. નથી તેમની ધનદોલત બચવાની, કે નથી તેમનો વૈભવ કે માનમરતબો રહેવાનાં.


તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેકી દેશે અને સોનું કથીર બની જશે. પ્રભુના કોપના દિવસે તેમનું સોનુરૂપું તેમને ઉગારી શકશે નહિ. તેનાથી નથી તેમની ભૂખ મટવાની કે નથી તેમનું પેટ ધરાવાનું; બલ્કે, તેમના દુરાચાર માટે એ સોનુરૂપું જ તેમને માટે ઠોકરરૂપ થયું છે.


પ્રભુ પરમેશ્વર કહે છે, “તારા ઉપર આફત પર આફત આવી રહી છે.


હે નગરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો, તમે એ વિલાપ અને રુદન સાંભળો ત્યારે તમે પણ પોક મૂકો. કારણ, તમામ વેપારીવર્ગ નષ્ટ થયો છે અને રૂપાથી લદાયેલા સૌનો સંહાર થયો છે.


એ તો કોપનો દિવસ, સંકટ અને કષ્ટનો દિવસ, વેરાન તથા વિનાશનો દિવસ, અંધકાર અને ગમગીનીનો દિવસ, ઘોર અંધકારનો અને વાદળાંવાળો દિવસ હશે.


પ્રભુ કહે છે, “થોભો અને હું પ્રજાઓને દોષિત ઠરાવવાનો છું એ દિવસની રાહ જુઓ. મારા કોપની ભયંકરતાનો અનુભવ કરાવવા માટે મેં પ્રજાઓ અને રાજ્યોને એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. સમસ્ત પૃથ્વી મારા કોપાગ્નિથી બળીને ભસ્મ થઈ જશે.”


કોઈ માણસ સમગ્ર દુનિયા પ્રાપ્ત કરે, પણ તેનો જીવ નાશ પામે તો તેથી તેને કંઈ લાભ ખરો? ના, કશો જ નહિ. એકવાર જીવ ખોઈ બેઠા પછી તેને પાછો મેળવવા માટે માણસ કશું આપી શકે તેમ નથી.


અથવા શું આપણે પ્રભુને ગુસ્સે કરવા માગીએ છીએ? શું આપણે તેમના કરતાં જોરાવર છીએ?


એમ થશે ત્યારે મારો કોપ તેમની વિરુધ સળગી ઊઠશે. હું વિમુખ થઈને તેમનો ત્યાગ કરીશ અને તેઓ શત્રુઓનો ભક્ષ થઈ પડશે. તેમને માથે ઘણાં દુ:ખ અને સંકટ આવી પડશે. ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા ઈશ્વર આપણી સાથે નહિ હોવાને લીધે જ આ દુ:ખો આપણી પર આવી પડયાં છે.’


Lean sinn:

Sanasan


Sanasan