Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સફાન્યા 1:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેમની સંપત્તિ લૂંટી લેવાશે, અને તેમનાં ઘર તોડી પડાશે. પોતે બાંધેલાં ઘરોમાં તેઓ ન તો રહી શકશે, ન તો પોતે રોપેલી દ્રાક્ષવાડીનો દ્રાક્ષાસવ પી શકશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તેમનું ધન લૂંટાઈ જશે, ને તેમનાં ઘરો ઉજ્જડ થઈ જશે. હા, તેઓ ઘરો બાંધશે, પણ તેઓમાં રહેવા પામશે નહિ. તેઓ‍દ્રાક્ષાવાડીઓ રોપશે, પણ પોતે તેમનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેમનું ધન લૂંટાઈ જશે, અને તેમનાં ઘરોનો નાશ થશે! તેઓ ઘરો બાંધશે પણ તેમાં રહેવા પામશે નહિ, દ્રાક્ષવાડીઓ રોપશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહિ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 તેઓની સંપત્તિ તેઓના દ્વારા લૂંટાઇ જશે, દુશ્મનો તેઓનાં ઘરોનો નાશ કરશે. પોતે બાંધેલા ઘરોમાં તેઓ રહેવા પામશે નહિ, અને પોતે રોપેલી દ્રાક્ષાવાડીઓનો દ્રાક્ષારસ તેઓ પીવા પામશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




સફાન્યા 1:13
24 Iomraidhean Croise  

મેં પૂછયું, “પ્રભુ, આવું ક્યાં સુધી ચાલશે?” તેમણે જવાબ આપ્યો, “નગરો ખંડિયેર બનીને નિર્જન થાય, ઘરો વસ્તી વગરનાં બની જાય અને જમીન વેરાન અને પડતર બની જાય ત્યાં સુધી એમ થશે.


પ્રભુએ મને કહ્યું, “સમગ્ર દેશમાં કરાતાં પાપોને કારણે મારા લોકની સંપત્તિ અને ધન લૂંટવા હું શત્રુઓને મોકલીશ.


આપત્તિ પર આપત્તિ આવી પડે છે. આખો દેશ તારાજ થઈ ગયો છે. મારા લોકના તંબુઓ એકાએક પાડી નંખાયા છે; તેમના પડદા એકપળમાં ફાડી નંખાયા છે.


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


તેઓ તમારા પર આક્રમણ કરીને તમારી ફસલ અને તમારો ખોરાક પણ ખાઈ જશે. તેઓ તમારાં પુત્રપુત્રીઓનો સંહાર કરશે. તેઓ તમારાં ઢોરઢાંક અને ઘેટાંબકરાંની ક્તલ કરશે અને તમારા દ્રાક્ષવેલા અને અંજીરવૃક્ષોનો નાશ કરશે અને જેના પર તમે ભરોસો રાખો છો તે કિલ્લેબંધ નગરોને તોડી પાડશે.


પ્રભુ કહે છે, “હું યરુશાલેમને ખંડેર અને શિયાળોનું કોતર બનાવીશ. યહૂદિયાનાં નગરો ઉજ્જડ કરી નાખીશ, અને કોઈ તેમાં વસશે નહિ.”


સાચે જ સિયોનનગરમાંથી વિલાપનો મોટો અવાજ સંભળાય છે: “આપણો કેવો નાશ થયો છે, આપણે કેવા લજ્જિત થયા છીએ! આપણે આ દેશ તજવો પડશે. કારણ, આપણા આવાસો તોડી પાડયા છે.”


અમારો દેશ પારકાઓના હાથમાં ગયો છે અમારાં ઘરોમાં પરદેશીઓ રહે છે.


આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.”


તેઓ પોતાનું રૂપું રસ્તાઓમાં ફેકી દેશે અને સોનું કથીર બની જશે. પ્રભુના કોપના દિવસે તેમનું સોનુરૂપું તેમને ઉગારી શકશે નહિ. તેનાથી નથી તેમની ભૂખ મટવાની કે નથી તેમનું પેટ ધરાવાનું; બલ્કે, તેમના દુરાચાર માટે એ સોનુરૂપું જ તેમને માટે ઠોકરરૂપ થયું છે.


હું એ આભૂષણો વિદેશીઓના હાથમાં અને દુનિયાના દુર્જનોના હાથમાં લૂંટ તરીકે આપી દઈશ અને તેઓ તેને ભ્રષ્ટ કરશે.


હું અધમમાં અધમ પ્રજાઓને લાવીશ, અને તેઓ તેમનાં ઘરો પચાવી પાડશે. હું બળવાનોનો ગર્વ ઉતારી પાડીશ અને હું તેમનાં પવિત્રસ્થાનોને ભ્રષ્ટ કરાવીશ.


તમે ગરીબો પર અત્યાચાર કરો છો અને બળજબરીથી તેમનું અનાજ પચાવી પાડો છો. તમે ઘડેલા પથ્થરોનાં ઘર તો બાંધ્યાં છે, પણ તેમાં રહેવા પામશો નહિ. તમે મનોરંજક દ્રાક્ષવાડીઓ તો રોપી છે, પણ તેનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ.


એ માટે તમારે લીધે સિયોન ખેતરની માફક ખેડાશે, યરુશાલેમ ખંડિયેર બની જશે અને મંદિરનો પર્વત જંગલ જેવો બની જશે.


તમે વાવશો પણ પાક લણવા પામશો નહિ. તમે દ્રાક્ષો ખૂંદશો પણ દ્રાક્ષાસવ પીવા પામશો નહિ. તમે ઓલિવનું તેલ કાઢશો, પણ તમારે અંગે તેનું માલિશ કરવા પામશો નહિ.


પ્રભુ કહે છે, “જેઓ મંદિરના ઉંબરા પર પગ મૂકવાનું ટાળીને વિદેશીઓની જેમ ભક્તિ કરે છે, અને પોતાના માલિકના મહેલ ભરી દેવા જોર-જુલમ અને કપટથી લૂંટ ચલાવે છે તેમનો પણ હું સંહાર કરીશ.”


“તમે સ્ત્રી સાથે સગપણ કરશો, પણ બીજો પુરુષ તેની સાથે સમાગમ કરશે. તમે ઘર બાંધશો પણ તેમાં કદી રહેવા પામશો નહિ. તમે દ્રાક્ષવાડી રોપશો પણ તેના ફળનો ઉપભોગ કરી શકશો નહિ.


તમે દ્રાક્ષવાડીઓ રોપશો અને તેમની સંભાળ લેશો, પણ તમે દ્રાક્ષ વીણવા કે તેમનો દ્રાક્ષાસવ પીવા પામશો નહિ; કારણ, કાતરાઓ તે ખાઈ જશે.


તેઓ તમારાં ઢોરઢાંકનો તથા તમારા પાકનો ભક્ષ કરી જશે; પરિણામે તમે ભૂખે મરશો. તેઓ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પડાવી લેશે.


Lean sinn:

Sanasan


Sanasan