Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 9:16 - પવિત્ર બાઇબલ C.L.

16 એ દિવસ આવશે ત્યારે જેમ ઘેટાંપાળક પોતાનાં ઘેટાંનું જોખમથી રક્ષણ કરે છે, તેમ પ્રભુ પોતાના લોકોને બચાવશે. પ્રભુના પ્રદેશમાં તેઓ મુગટમાંના હીરાઓની જેમ પ્રકાશશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેમનો ઈશ્વર યહોવા તે દિવસે પોતાના લોકના ટોળા તરીકે તેઓને તારશે, કેમ કે તેઓ મુગટનાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 યહોવાહ તેમના ઈશ્વર પોતાના લોકોને ટોળાં તરીકે બચાવશે; તેઓ મુગટમાં જડેલાં રત્નોની જેમ તેના દેશ પર ચળકશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તે સમયે તેમનો દેવ યહોવા કોઇ ભરવાડ ઘેટાંને બચાવી લે તેમ તેના પોતાના લોકોને તે ઉગારી લેશે, અને તેઓ રાજમુગુટમાં જડેલાં રત્નોની જેમ પોતાના સમગ્ર પ્રદેશમાં ઝગમગશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 9:16
25 Iomraidhean Croise  

એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે એવું કબૂલ કરો; તેમણે જ આપણને સર્જ્યાં અને આપણે તેમનાં જ છીએ. આપણે તેમના લોક અને તેમની ચરાણનાં ઘેટાં છીએ.


દરેક પથ્થર પર યાકોબના એક એક પુત્રનું નામ કોતરજો; જેથી તે ઇઝરાયલનાં બારે કુળો માટે સ્મરણરૂપ બની રહે.


ગોમેદના બે પથ્થરો લઈને તેના પર યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવાં.


એ સર્વસમર્થ પ્રભુ સામર્થ્યસહિત આવી રહ્યા છે. તે પોતાના બાહુબળથી અધિકાર ચલાવશે. તેમનું ઈનામ અને તેમનું પ્રતિફળ તેમની સાથે છે.


હું તારા બુરજો માણેકના, તારા દરવાજાઓ લાલમણિના અને તારા કોટની દીવાલ રત્નજડિત બનાવીશ.


તારા પર અત્યાચાર કરનારા જ તારી આગળ પ્રણામ કરશે. એકવાર તારો તુચ્છકાર કરનાર સૌ કોઈ તારે પગે પડશે. તેઓ તને ‘યાહવેની નગરી,’ ‘ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની નગરી સિયોન’ તરીકે ઓળખશે.


પ્રજાઓ તારા પ્રકાશ તરફ અને રાજાઓ તારા તેજોદય તરફ ચાલ્યા આવશે.


તું પ્રભુના હાથમાં શોભાયમાન તાજ અને તેમની હથેલીમાં રાજવી મુગટ બની રહીશ.


જે દેશોમાં મેં મારા લોકને હાંકી કાઢયા હતા ત્યાંથી બાકી રહેલાઓને હું વતનમાં પાછા લાવીશ; અને ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે.


પ્રભુ પ્રજાઓને કહે છે: “હે પ્રજાઓ, મારો સંદેશ સાંભળો અને છેક દરિયાપારના દેશોમાં તે પ્રગટ કરો. મેં મારા ઇઝરાયલી લોકને વેરવિખેર કરી નાખ્યા હતા, પણ છેવટે ઘેટાંપાળક પોતાનાં ઘેટાંને સાચવે તેમ હું તમને સાચવીશ.


સાચે જ પ્રભુએ યાકોબના વંશજોને મુક્ત કર્યા છે અને તેમના કરતાં બળવાન પ્રજાના હાથમાંથી તેમનો ઉદ્ધાર કર્યો છે.


“હું પ્રભુ પરમેશ્વર, તમને કહું છું કે હું જાતે જ મારાં ઘેટાંને શોધી કાઢીશ.


જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ.


“તમે મારા ઘેટાં છો, હું તમારો ઘેટાંપાળક છું. તમે મારી પ્રજા છો અને હું તમારો ઈશ્વર છું.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


તે આવશે ત્યારે પ્રભુના સામર્થ્યથી તથા પ્રભુ પરમેશ્વરના નામના પ્રતાપથી પોતાના લોકો પર રાજ કરશે. તેના લોકો સલામતીમાં રહેશે. કારણ, પૃથ્વીના બધા લોકો તેમની આણ સ્વીકારશે,


હે પ્રભુ, તમારા લોકના પાલક બનો. તમારા પસંદ કરેલા લોક એ જ તમારું ટોળું છે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા છે, છતાં પોતે વેરાન પ્રદેશમાં એકાંતમાં રહે છે. પ્રાચીન સમયની જેમ તેમને બાશાન અને ગિલ્યાદમાં સમૃદ્ધ ગૌચરોમાં ચરવા દો.


એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


હે મારા સેવક ઝરુબ્બાબેલ, તે દિવસે હું તને મારે નામે રાજ્ય કરવા નીમીશ. મેં તને પસંદ કર્યો છે.” સર્વસમર્થ પ્રભુ એ બોલ્યા છે.


“હું યહૂદિયાના લોકોને બળવાન બનાવીશ, હું ઇઝરાયલના લોકોને છોડાવીશ. હું તેમના પર કરુણા કરીશ અને તેમને તેમના વતનમાં પાછા લાવીશ. મેં તેમનો જાણે ક્યારેય ત્યાગ કર્યો ન હોય તેવા તે બનશે. હું તેમનો ઈશ્વર પ્રભુ છું. હું તેમની પ્રાર્થનાઓનો જવાબ આપીશ.”


એ દિવસોમાં દસ વિદેશીઓ એક યહૂદી પાસે આવીને તેના ઝભ્ભાની કોરને પકડીને કહેશે, ‘અમે તારા ભાવિમાં ભાગીદાર થવા માગીએ છીએ. કારણ, અમે સાંભળ્યું છે કે પ્રભુ તમારી સાથે છે.”


“ઓ નાના ટોળા, તું ગભરાઈશ નહિ, કારણ, તારા પિતાની ઇચ્છા તને રાજ્ય આપવાની છે.


મારાં ઘેટાં મારો સાદ સાંભળે છે અને હું તેમને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે.


Lean sinn:

Sanasan


Sanasan