Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 9:15 - પવિત્ર બાઇબલ C.L.

15 સર્વસમર્થ પ્રભુ પોતાના લોકોનું રક્ષણ કરશે. તે તેમના શત્રુઓનો નાશ કરશે. તે પીધેલા માણસોની જેમ યુદ્ધમાં હોંકારા મારશે, અને તેમના શત્રુઓનું રક્ત વહેવડાવશે; પ્યાલામાંથી વેદી પર રેડાતા રક્તની જેમ તેમનું રક્ત વહી નીકળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 સૈન્યોના [ઇશ્વર] યહોવા તેમનું રક્ષણ કરશે. તેઓ [દુશ્મનોને] ખાઈ જશે, ને [તેમોના] ગોફણના ગોળાઓને [પગ નીચે] ખૂંદી નાખશે. જાણે દ્રાક્ષારસ [પીતા હોય] તેમ તેઓ [રક્ત] પીશે, ને કોલાહલ કરશે; તેઓ પ્યાલાઓની જેમ, વેદીના ખૂણાઓ [ઉપરના પ્યાલાઓ] ની જેમ, ભરપૂર થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 સૈન્યોના યહોવાહ તેઓનું રક્ષણ કરશે, તે તેમનો નાશ કરશે અને તેઓના ગોફણના પથ્થરોને પગ નીચે કચડી નાખશે. તેઓ દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસ પીધેલાની જેમ બૂમો પાડશે. તેઓ કથરોટની જેમ, વેદીના ખૂણાઓ પરની કથરોટની જેમ ભરપૂર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 સૈન્યોનો દેવ યહોવા તેમની ઢાલ થશે, અને તેઓ દુશ્મનોને પથ્થરથી નાશ કરી નાખશે, તેઓ લોહી દ્રાક્ષારસની જેમ પીશે. તેઓ વેદીના ખૂણાઓ પરના પ્યાલાઓમાંથી જેવી રીતે રેડાય છે, તેવી રીતે લોહી રેલાવશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 9:15
25 Iomraidhean Croise  

કોઈ બાણ તેને નસાડી શકતું નથી, ગોફણથી ફેંકેલા પથ્થરો તેને માટે ભૂંસા જેવા બની જાય છે.


આખરે પ્રભુ જાણે નિદ્રામાંથી જાગ્રત થયા, અને મદિરાપાન પછી ગર્જના કરતા વીરયોદ્ધાની જેમ ઊઠયા.


તેના ચાર ખૂણા પર વેદીની સાથે એકરૂપ હોય તેવાં શિંગ બનાવવાં. આખી વેદી તાંબાથી મઢવી.


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


તારું વદન ઉત્તમ દ્રાક્ષાસવ જેવું છે. તો પછી એ દ્રાક્ષાસવને સીધો મારા પ્રીતમ તરફ, તેના હોઠ અને દાંત તરફ વહેવા દો.


મારા પોતાના માનને લીધે અને મારા સેવક દાવિદને આપેલા વચનને લીધે હું આ નગરની રક્ષા કરીને તેનો બચાવ કરીશ.”


પ્રભુ કહે છે, “તમે જેઓ તરસ્યા છો તે અહીં આ પાણી પાસે આવો; જેની પાસે પૈસા ન હોય તે પણ આવો. ખોરાક વેચાતો લઈને ખાઓ. આવો, દ્રાક્ષાસવ અને દૂધ વિનામૂલ્યે ખરીદો; તમારે તેની કંઈ કિંમત ચૂકવવાની નથી.


ત્યારપછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાડવું અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે.


ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું.


પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી.


યહૂદિયાના લોકો શેરીમાંના ક્દવમાં શત્રુઓને ખૂંદનાર સૈનિક જેવા વિજયવંત થશે. તેઓ લડશે, કેમ કે પ્રભુ તેમની સાથે છે અને તેઓ શત્રુઓના ઘોડેસવારોને પણ હરાવશે.


ઇઝરાયલના લોકો સૈનિક જેવા મજબૂત થશે. તેઓ દ્રાક્ષાસવ પીનારાના જેવા આનંદી થશે. આ વિજયને તેમના વંશજો યાદ કરશે અને પ્રભુના એ કાર્યને લીધે તેઓ આનંદિત બનશે.


“તે સમયે હું યહૂદાનાં ગોત્રોને વનમાં અથવા પાકી ચૂકેલાં ખેતરોમાં સળગી ઊઠતી આગ જેવા બનાવીશ. તેઓ આસપાસની સર્વ પ્રજાઓનો નાશ કરશે. યરુશાલેમના રહેવાસીઓ શહેરમાં સલામત રહેશે.


તે સમયે યરુશાલેમમાં વસનારા લોકોનું પ્રભુ રક્ષણ કરશે, અને એમનામાં જે સૌથી નબળો હોય તે દાવિદ સમાન બળવાન બનશે. દાવિદના વંશજો તેમને પ્રભુના દૂતની જેમ, હા, ખુદ ઈશ્વરની જેમ દોરશે.


તે વખતે ઘોડાઓની ઘંટડીઓ પર આવા શબ્દો કોતરેલા હશે: “પ્રભુને સમર્પિત.” મંદિરનાં રાંધવાનાં તપેલાં પણ વેદી પરનાં પ્યાલાં જેવાં પવિત્ર ગણાશે.


પછી પ્રભુ પોતે જેમ ભૂતકાળમાં લડયા હતા તેમ બહાર જઈને એ પ્રજાઓ સામે લડશે.


“પ્રભુ પોતે તમારી વિરુદ્ધ યુદ્ધ કરશે, અને એકવાર જેઓ તમારા નોકર હતા તેઓ તેમને લૂંટી લેશે.” એવું બને ત્યારે સૌ કોઈ જાણશે કે પ્રભુએ મને મોકલ્યો છે.


તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે.


ક્રૂસ પરના ખ્રિસ્તના મરણનો આ સંદેશો નાશમાં જઈ રહેલાઓ માટે મૂર્ખતારૂપ છે; પણ આપણે જેઓ ઉદ્ધાર પામતા જઈએ છીએ તેમને માટે તો તે ખ્રિસ્તનું સામર્થ્ય છે.


દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.


દાવિદે ઉત્તર આપ્યો, “તું મારી સામે તલવાર, ભાલો અને કટાર લઈને આવે છે, પણ હું તો તેં જેમની નિંદા કરી છે તે ઇઝરાયલના ઈશ્વર, સેનાધિપતિ યાહવેને નામે તારી સામે આવું છું.


Lean sinn:

Sanasan


Sanasan