Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 9:1 - પવિત્ર બાઇબલ C.L.

1 આ પ્રભુનો સંદેશ છે: તેમણે હાદ્રાખના દેશ માટે અને દમાસ્ક્સ શહેર માટે શિક્ષાનો આદેશ બહાર પાડયો છે. માત્ર ઇઝરાયલના કુળપ્રદેશો જ નહિ પણ સિરિયાની રાજધાની પણ પ્રભુની છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવાના વચનરૂપી ઇશ્વરવાણી હાદ્રાખ દેશ પર છે: “દમસ્કસમાં તેનું વિશ્રામસ્થાન [થશે] ; કેમ કે યહોવાની નજર માણસો પર તથા ઈઝરાયલનાં સર્વ કુળો પર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહનું વચન હાદ્રાખ દેશ તથા દમસ્કસ જે તેનું વિશ્રામસ્થાન છે તેના માટે છે: કેમ કે યહોવાહની નજર માનવજાત પર ઇઝરાયલનાં કુળો પર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યહોવાએ વચનરૂપી દેવવાણી હાદ્રાખ દેશ તથા દમસ્કની વિરુદ્ધ આપી છે. ઇસ્રાએલના કુળસમૂહ જ એક માત્ર દેવને જાણનાર નથી. દરેક જણ મદદ માટે તેની તરફ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 9:1
22 Iomraidhean Croise  

તેણે પોતાના ચાકરોની બે ટોળીઓ બનાવીને દુશ્મનો પર રાત્રે હુમલો કરીને તેમને હરાવ્યા અને દમાસ્ક્સની ઉત્તરે આવેલા હોબા સુધી તેમનો પીછો કર્યો.


હે પ્રભુ, તમે અમારા ઈશ્વર છો! તેમને શિક્ષા કરો, કારણ, અમારી પર આક્રમણ લઈ આવેલ આ સૈન્ય સામે અમે સાવ લાચાર છીએ. શું કરવું એની અમને કંઈ સૂઝ પડતી નથી, પણ મદદ માટે અમે તમારી તરફ મીટ માંડીએ છીએ.”


સૌ સજીવો તમારા પર મીટ માંડે છે, અને યોગ્ય સમયે તમે તેમને આહાર આપો છો.


મારી મીટ સદા પ્રભુ પર મંડાયેલી છે: કારણ, તે જ મારા પગોને જાળમાંથી છોડાવનાર છે.


આમોઝના પુત્ર યશાયાને ઈશ્વરે બેબિલોન વિષે પ્રગટ કરેલો સંદેશો:


દુનિયાની સર્વ પ્રજાઓનાં દેખતાં પ્રભુ પોતાનો પવિત્ર ભુજ પ્રગટ કરશે અને પૃથ્વીના છેડેછેડાના લોક આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર જોઈ શકશે.


હે પ્રભુ, સંકટ સમયે મારું રક્ષણ કરનાર, મને શક્તિ આપનાર અને મને આશ્રય આપનાર તમે જ છો. પૃથ્વીના દૂર દૂરના વિસ્તારોમાંથી પ્રજાઓ તમારી પાસે આવશે અને કહેશે, “અમારા પૂર્વજો પાસેથી તો અમને વારસામાં જૂઠા દેવો અને નિર્જીવ અને નકામી મૂર્તિઓ જ મળી છે.


તમારા ઇરાદાઓ મહાન અને તમારાં કાર્યો અદ્‍ભુત છે. તમે માનવજાતનાં બધાં કાર્યો નિહાળો છો અને પ્રત્યેકને તેનાં આચરણ અને કાર્યો પ્રમાણે બદલો આપો છો.


પ્રભુ કહે છે: “તૂરના લોકોએ વારંવાર ગુના કર્યા છે, તેથી હું તેમને જરૂર સજા કરીશ. તેઓ એક આખી પ્રજાને અદોમની ગુલામીમાં લઈ ગયા અને તેમણે મિત્રતાનો કરાર પાળ્યો નહિ.


વળી પ્રભુ કહે છે: “સિંહનાં મોંમાંથી ભરવાડ ભક્ષ થયેલા ઘેટાના બે પગ અને કાનનો ટુકડો પડાવી લે તેમ અત્યારે સમરૂનમાં વૈભવી પલંગોમાં એશઆરામ કરતા ઇઝરાયલી લોકોમાંથી થોડાનો જ બચાવ થશે.”


આ નિનવે વિષેનો સંદેશો છે. એમાં એલ્કોશ નગરના નાહૂમને થયેલ સંદર્શનનું વર્ણન છે.


ક્મની પ્રગતિ ખૂબ જ ધીમી હોઈ તેઓ નિરાશ થઈ ગયા છે. પણ ઝરુબ્બાબેલને મંદિરનું બાંધક્મ ચાલુ રાખતો જોઈને તેઓ હર્ષ પામશે.” દૂતે મને કહ્યું, “સાત દીવા તો આખી પૃથ્વીનું નિરીક્ષણ કરનારી પ્રભુની સાત આંખો છે.”


સર્વસમર્થ પ્રભુ કહે છે કે તે શાપ મોકલી દેશે અને પ્રત્યેક ચોર અને પ્રત્યેક સોગંદ ખાઈને જૂઠું બોલનાર વ્યક્તિના ઘરમાં તે પ્રવેશશે. તે તેમનાં ઘરોમાં જ રહેશે અને તેમને ખેદાનમેદાન કરી નાખશે.”


પ્રભુએ ઇઝરાયલી લોકોને કહેવા આપેલો આ સંદેશ છે.


Lean sinn:

Sanasan


Sanasan