Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 8:13 - પવિત્ર બાઇબલ C.L.

13 હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો, ભૂતકાળમાં વિદેશીઓ એકબીજાને આ રીતે શાપ આપતા, ‘યહૂદિયા અને ઇઝરાયલ પર ઊતરી એવી જ આફત તારા પર ઊતરો!’ પણ હું તમને બચાવી લઈશ, અને ત્યારે વિદેશીઓ એકબીજાને કહેશે, ‘તારા પર યહૂદિયા અને ઇઝરાયલના જેવી આશિષ ઊતરો!’ તેથી હિંમત પકડો, અને ગભરાઓ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને, હે યહૂદાના વંશજો તથા ઈઝરાયલના વંશજો, જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં શાપરૂપ હતા, તેટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ, ને તમે આશીર્વાદરૂપ થશો. બીઓ નહિ, તમારા હાથ બળવાન થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હે યહૂદિયાના તથા ઇઝરાયલના વંશજો, તમે જેવી રીતે પ્રજાઓમાં શાપરૂપ હતા, પણ હવે તમે આશીર્વાદરૂપ થશો અને હું તમારો ઉદ્ધાર કરીશ. ભયભીત ન થાઓ, પણ તમારા હાથ બળવાન થાઓ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હે યહૂદિયા અને ઇસ્રાએલના વંશજો અત્યાર સુધી વિદેશી પ્રજાઓ શાપ દેવા માટે તમારા નામનો ઉપયોગ કરતી હતી, પણ હવે હું તમને ઉગારી લઇશ, અને તમારા નામ આશીર્વાદ આપવામાં વપરાશે. ડરશો નહિ. હિંમત રાખો.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 8:13
50 Iomraidhean Croise  

હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે.


તેનું નામ અમર રહો! સૂર્ય તપે ત્યાં સુધી તેની કીર્તિ તપો! સર્વ રાષ્ટ્રો તેના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરો અને તેઓ તેને ધન્ય કહો.


અમારા પડોશી દેશો અમારી નિંદા કરે છે; અમારી આસપાસના સૌ અમારો ઉપહાસ અને તિરસ્કાર કરે છે.


તમારા રાજાઓએ મારા પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે, તેથી હું ઇઝરાયલ પર વિનાશ લાવ્યો છું અને મારા પોતાના લોકને મેં નિંદાપાત્ર થવા દીધા છે.”


હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે.


યરુશાલેમ અને યહૂદિયાનાં બધાં નગરો, તેમના રાજવીઓ અને અધિકારીઓને મેં તે પીવડાવ્યો જેથી તેઓ વેરાન થઈને લોકોની દષ્ટિમાં ભયાનક, આઘાતજનક અને શાપરૂપ બની જાય અને આજે પણ તેઓ એવા જ છે.


તો હું પવિત્રસ્થાન શિલોહ જેવી આ મંદિરની દુર્દશા કરીશ અને પૃથ્વીની બધી પ્રજાઓની દષ્ટિમાં આ નગરને શાપિત કરીશ.”


હું યુદ્ધ, દુકાળ અને રોગચાળાથી તેમનો પીછો કરીશ. તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે અને જે જે દેશોમાં હું તેમને હાંકી કાઢીશ ત્યાં તેઓ લોકો માટે શાપ, આઘાત, મશ્કરી અને નામોશીને પાત્ર થઈ પડશે.


વળી, ઇઝરાયલના ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે: “જેમ યરુશાલેમના લોકો ઉપર મેં મારો ક્રોધ અને કોપ રેડી દીધા તેમ જ જો તમે ઇજિપ્ત જશો તો ત્યાં હું તમારા પર મારો ક્રોધ રેડી દઈશ. ત્યાં તમે ધિક્કારપાત્ર, અને ત્રાસદાયક બનશો; લોકો તમને શાપ આપશે અને તમારી નિંદા કરશે અને આ સ્થાનને તમે ફરી કદી જોવા પામશો નહિ.”


યહૂદિયાના બાકી રહેલા લોકો જેમણે ઇજિપ્ત જઈ વસવાનો નિર્ધાર કર્યો છે તેમનો કબજો લઈને હું તેમનો નાશ કરીશ. તેઓ ઇજિપ્તમાં યુદ્ધ કે ભૂખમરાથી માર્યાં જશે; અરે, નાનામોટાં તમામ યુદ્ધ અને ભૂખમરાથી માર્યા જશે અને તેઓ ધિક્કારપાત્ર, ત્રાસરૂપ, શાપરૂપ અને નિંદાપાત્ર બનશે.


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


લોકો પોકારે છે: “દૂર હટો! દૂર હટો! તમે અશુદ્ધ છો; અમને સ્પર્શ કરશો નહિ.” તેથી તેઓ એક દેશથી બીજા દેશમાં રઝળે છે, પણ તેમને કોઈ રહેવા દેતું નથી.


હું તેમને આશિષ આપીશ અને મારા પર્વતની આસપાસનાં સ્થળોને આશીર્વાદિત કરીશ. હું ઋતુ અનુસાર વરસાદ વરસાવીશ. તે તેમને માટે આશિષની વૃષ્ટિ બની રહેશે.


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’


હું જ્યારે કોપમાં અને ક્રોધમાં તને ધાકધમકીથી સજા કરીશ ત્યારે આસપાસની પ્રજાઓ ભયથી કાંપશે; અને તેઓ તને મહેણાં મારશે, તું તેમને માટે ચેતવણીરૂપ બની જશે અને તેઓ તને જોઈને આશ્ર્વર્ય પામશે.


સર્વ ઇઝરાયલીઓએ તમારા નિયમનો ભંગ કર્યો છે. અને તેઓ તમારા કહેવા પ્રમાણે વર્ત્યા નથી. અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું હોવાથી જ તમારા સેવક મોશેના નિયમશાસ્ત્રમાં લખેલા શાપ અમારા પર ઊતર્યા છે.


ઇઝરાયલના બચી ગયેલા લોકો ઘણી પ્રજાઓ માટે પ્રભુએ મોકલેલા તાજગીદાયક ઝાકળ જેવા અને ઊગતા છોડવા પર પડતાં ઝાપટાં જેવા થશે. તેઓ ઈશ્વર પર આધાર રાખશે, માણસ પર નહિ.


એવો સમય આવે છે જ્યારે તેઓ યરુશાલેમને કહેશે, “હે સિયોન નગરી, ગભરાઈશ નહિ, તારા હાથ ઢીલા પડવા દઈશ નહિ!


એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”


તમે ઇજિપ્તમાંથી નીકળી આવ્યા ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે હું સદા તમારી સાથે રહીશ; માટે ગભરાશો નહિ.


મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “આ શિંગડાંનો શો અર્થ થાય છે?” તેણે ઉત્તર આપ્યો, “એ તો યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમને વિખેરી નાખનાર દુનિયાની મહાસત્તાઓ સૂચવે છે.”


ત્યાંના લોકો સલામતીમાં જીવશે અને નાશની કોઈ ધમકી હશે નહિ.


પણ એ આપત્તિ લાવતો. પણ હવે તો યરુશાલેમ અને યહૂદિયાના લોકોને આશિષ આપવાની મારી યોજના છે. તેથી ગભરાશો નહિ.


“હિંમતવાન થાઓ! મારા મંદિરને ફરી બાંધવા માટે પાયો નાખવામાં આવ્યો ત્યારે સંદેશવાહકો જે શબ્દો બોલ્યા હતા તે જ શબ્દો તમે અત્યારે સાંભળો છો.


હું યહૂદિયાના સૈનિકનો ધનુષ્યની જેમ અને ઇઝરાયલનો તીરોની જેમ ઉપયોગ કરીશ. ગ્રીસના લોકો સામેની લડાઈમાં હું સિયોનના માણસોનો તલવારની જેમ ઉપયોગ કરીશ.


જાગૃત રહો, વિશ્વાસમાં દૃઢ રહો. શૌર્ય દાખવો. બળવાન થાઓ.


એ પ્રમાણે ખ્રિસ્તે આપણો ઉદ્ધાર કર્યો છે; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલી આશિષ, ઈસુ ખ્રિસ્તની મારફતે બિનયહૂદીઓને પણ પ્રાપ્ત થાય અને વિશ્વાસ કરવા દ્વારા જેનું વચન અપાયું છે તે પવિત્ર આત્મા આપણે પ્રાપ્ત કરીએ.


અને પોતે ઉત્પન્‍ન કરેલી સર્વ પ્રજાઓ કરતાં તમને વિશેષ પ્રશંસા, કીર્તિ અને સન્માન આપવાનું પ્રભુએ જણાવ્યું છે અને તેમના વચન પ્રમાણે તમે તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા થશો.”


જે સર્વ દેશોમાં તમે વેરવિખેર થઈ જશો તેમના લોકોમાં તમારી દશા જોઈને હાહાકાર મચી જશે. તેઓ તમારી ઠઠ્ઠા-મશ્કરી અને નિંદા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan