Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 8:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેઓ શાંતિમાં પાકની વાવણી કરશે. તેમના દ્રાક્ષવેલાને દ્રાક્ષો થશે. ધરતીમાંથી અનાજ પાકશે અને વરસાદ પણ પુષ્કળ પડશે; બચી ગયેલા લોકોને હું આ બધા આશીર્વાદો આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 કારણ કે શાંતિના બીજરૂપે દ્રાક્ષાવેલો પોતાનું ફળ આપશે, ને આકાશમાંથી ઓસ પડશે; અને આ લોકોમાંના બચી રહેલાઓને હું આ સર્વ વાનાંનો વારસો અપાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે, અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે, કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “હવે હું તમારી મધ્યે શાંતિ અને સમૃદ્ધિ લાવીશ. તમારાં ખેતરોમાં વધારે અનાજ પાકશે, દ્રાક્ષાવેલાઓ દ્રાક્ષાથી લચી પડશે. ઘણાં વરસાદને લીધે જમીન વધારે ફળદ્રુપ થશે. આ સર્વ આશીર્વાદો બાકી રહેલા લોકોને આપવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 8:12
39 Iomraidhean Croise  

ઇસ્હાકે તે પ્રદેશમાં વાવેતર કર્યું અને તે જ વર્ષે સોગણો પાક ઊતર્યો; કારણ, પ્રભુએ તેને ખૂબ આશિષ આપી.


ઈશ્વર તારે માટે આકાશમાંથી ઝાકળ વરસાવો; તને પૃથ્વીની ફળદ્રુપ જમીન આપો; વળી, તે તને પુષ્કળ અનાજ અને દ્રાક્ષાસવ આપો.


ગિલ્યાદમાં આવેલા તિશ્બેના સંદેશવાહક એલિયાએ આહાબ રાજાને કહ્યું, “ઇઝરાયલના જીવંત ઈશ્વર પ્રભુ જેમની સેવા હું કરું છું તેમને નામે હું તમને કહું છું કે આવતાં બે કે ત્રણ વર્ષ દરમ્યાન મારા કહ્યા સિવાય ઝાકળ કે વરસાદ પડશે નહિ.”


દરેક પહાડ અને ટેકરી પર ઇન્સાફ અને શાંતિનું શાસન પ્રવર્તાઓ.


સાચે જ પ્રભુ સમૃદ્ધિ બક્ષશે; તેથી આપણી ભૂમિ મબલક પાક ઉગાડશે.


રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે, પણ તેની કૃપા ઘાસ પરના ઝાકળ સમી તાજગીભરી છે.


તમે જમીનમાં બીજની વાવણી કરશો ત્યારે પ્રભુ તેને ઉગાડવા માટે વરસાદ વરસાવશે અને જમીનમાંથી પૌષ્ટિક અને મબલક પાક પેદા થશે. તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરિયાણમાં ચરશે.


તમારી શરમિંદગીને બદલે તમને બમણી સંપત્તિ મળશે અને તમારા લાંછનને બદલે તમને તમારા દેશનું વતન ભોગવવા મળશે. તમને અવિરત આનંદ પ્રાપ્ત થશે.


તેઓ સિયોનના પર્વત પર જય જયકાર કરતા આવશે. તેઓ પ્રભુની ભલાઈથી કિલ્લોલ કરશે. તેઓ પ્રભુની બધી બક્ષિસો એટલે, અનાજ,દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઘેટાં અને ઢોરઢાંક આનંદથી ભોગવશે. તેમનાં જીવન પૂરેપૂરી રીતે સિંચાયેલી વાડી જેવાં થશે, અને તેઓ ફરીથી ઝૂરશે નહિ.


પરદેશીઓ હવે ફરી કદી તેમને લૂંટી લેશે નહિ અને તેઓ જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડશે નહિ. તેઓ સહીસલામતીમાં જીવશે.


મારા ઇઝરાયલી લોકોને ફરી તમારા પર હરતાફરતા કરીશ. તેઓ તમારા માલિક થશે અને તમે તેમની વારસાઇ સંપત્તિ બનશો. હવે પછી કદી તમે તેમને નિ:સંતાન કરશો નહિ.”


હું તમારાં વૃક્ષોનાં ફળ અને તમારાં ખેતરોની ઊપજમાં એવો વધારો કરીશ, જેથી સર્વ પ્રજાઓમાં તમે દુકાળને કારણે નિંદાપાત્ર બનશો નહિ.


હું તમારે પક્ષે છું. હું તમારા તરફ ફરીશ. તમારી ભૂમિ ફરીથી ખેડાશે અને ત્યાં વાવણી થશે.


તેથી તેઓ પ્રભાતના ધૂમ્મસની જેમ અને સવારના ઝાકળની જેમ જલદીથી ઊડી જશે. તેઓ અનાજના ખળામાંથી ઊડી જતા ભૂસા જેવા અથવા ધૂમાડિયામાંથી નીકળતા ધૂમાડા જેવા થશે.


હું ઇઝરાયલી લોકો માટે ઝાકળરૂપ બનીશ અને તેઓ પોયણાંની માફક ખીલી ઊઠશે. લબાનોનનાં વૃક્ષોની જેમ તેમનાં મૂળ ઊંડાં જશે.


તેમણે તેમને જવાબ આપ્યો: “હવે હું તમને ધાન્ય, દ્રાક્ષાસવ અને ઓલિવ તેલ આપીશ, અને તમે તૃપ્ત થશો. બીજી પ્રજાઓ હવે તમારો તુચ્છકાર નહિ કરે.


પ્રાણીઓ, તમે પણ ગભરાશો નહિ, ઘાસનાં મેદાન લીલાંછમ છે; વૃક્ષોને ફળ લાગે છે, અને ઢગલાબંધ દ્રાક્ષો અને અંજીર થયાં છે.


“જો તમે મારા નિયમો પ્રમાણે ચાલો અને મારી આજ્ઞાઓ પાળો,


ઇઝરાયલના બચી ગયેલા લોકો કોઈનું ભૂંડું કરશે નહિ, જૂઠું બોલશે નહિ, તેમજ કપટી વાતોથી છેતરાશે નહિ. તેઓ સમૃદ્ધ અને સલામત રહેશે અને કોઈથી બીશે નહિ.”


તેને લીધે આકાશમાંથી વરસાદ વરસતો નથી ને ધરતીમાંથી કંઈ પાકતું નથી.


આજે નવમા માસની ચોવીસમી તારીખે મંદિરનો પાયો નંખાયો છે. તો હવેથી શું શું થશે તેનો વિચાર કરજો.


વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”


“દેશના બાકી રહેલા લોકો માટે તો એ અશક્ય લાગે પણ મારે માટે એ અશક્ય નથી.


હું જીવજંતુઓને તમારો પાક ખાવા દઈશ નહિ અને તમારા દ્રાક્ષવેલા દ્રાક્ષથી લચી પડશે.


એટલે આ બધા કરતાં ઈશ્વરના રાજની અને તેમની માગણી પ્રમાણે વર્તવાની ઉત્કંઠા રાખો, એટલે તે ઉપરાંત તમને આ બધી બાબતો અપાશે.


તેથી કોઈએ માણસોના કાર્ય વિષે બડાશ મારવી નહિ. કારણ, બધું તમારું છે.


મારો બોધ વરસાદનાં ટીંપાંની માફક ટપકશે; મારું સંબોધન ઝાકળની જેમ ઝમશે; કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની જેમ તથા નવા છોડ પર ઝાપટાંની જેમ વરસશે;


તેણે યોસેફના કુળ વિષે કહ્યું: “તેમની ભૂમિને પ્રભુ આશીર્વાદિત કરો; આકાશની વર્ષાથી, ઝાકળથી, ભૂગર્ભ જળથી,


તેથી ઇઝરાયલના વંશજો સહીસલામતીમાં રહે છે; જેની ભૂમિ પર આકાશનું ઝાકળ પડે છે એવા ધાન્ય અને દ્રાક્ષાસવની ભરપૂરીવાળા દેશમાં તેઓ વસે છે.


શાંતિ કરાવનારાઓ શાંતિનાં જે બીજ વાવે છે તેના ફળરૂપે સદ્ભાવના નીપજે છે.


Lean sinn:

Sanasan


Sanasan