Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 6:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પછી દૂતે મને બૂમ પાડીને કહ્યું, “બેબિલોન તરફ ગયેલા ઘોડાઓએ પ્રભુનો રોષ શમાવી દીધો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી તેણે હાંક મારીને મને કહ્યું, “જો, ઉત્તર પ્રદેશ તરફ જનારાઓએ ઉત્તર પ્રદેશમાં મારા આત્માને શાંત પાડયો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી તેમણે હાંક મારીને મને બોલાવ્યો અને મારી સાથે વાત કરીને કહ્યું, “ઉત્તર દેશ તરફ જનારાઓને જો; તેઓએ ઉત્તર દેશમાં મારા આત્માને આરામ આપ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને યહોવાએ મને બોલાવ્યો અને કહ્યું, “જેઓ ઉત્તરમાં ગયા છે તેઓએ ત્યાં મારા ન્યાય ચુકાદાનો અમલ કર્યો છે, અને મારા ગુસ્સાને શાંત પાડ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 6:8
15 Iomraidhean Croise  

જો તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તોપણ તારું સ્થાન છોડી દઈશ નહિ. કારણ, શાંતિ જાળવવાથી ગંભીર અપરાધોની પણ માફી મળી જાય છે.


એ માટે પ્રભુ, સર્વસમર્થ પ્રભુ, ઇઝરાયલના પરમપવિત્ર કહે છે, “હું મારા દુશ્મનો પર બદલો વાળીશ અને તેઓ મને ફરી કદી હેરાન કરશે નહિ.


“તમે સૌ એકત્ર થાઓ અને સાંભળો! મારો પ્રિય માણસ બેબિલોન પર આક્રમણ કરી મારો હેતુ સિદ્ધ કરશે અને તેને હાથે ખાલદીઓ ખુવાર થઈ જશે તે વિષે કોઈ દેવે અગાઉથી જણાવ્યું નથી.


ત્યારે જ તારી પરનો મારો રોષ સમી જશે અને મારો આવેશ ઊતરી જશે; પછી મને શાંતિ વળશે, અને હું ફરી ક્રોધે ભરાઇશ નહિ.


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


યરુશાલેમ, તારાં લંપટ કૃત્યોથી તું ભ્રષ્ટ બની છે. મેં તને શુદ્ધ કરવાની કોશિષ કરી પણ તું શુદ્ધ થઈ નહિ; એટલે તારા ઉપર હું મારો પૂરેપૂરો પ્રકોપ નહિ ઉતારું ત્યાં સુધી તું તારી મલિનતાથી ફરી શુદ્ધ બનવાની નથી.


“એ રીતે મારો કોપ અને રોષ પૂરો થશે અને ત્યારે જ મને નિરાંત વળશે. મારો કોપ શમશે ત્યારે તેમને ખબર પડશે કે હું પ્રભુ મારા આવેશમાં બોલ્યો છું.


અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું.


શિમશોને તેમને કહ્યું, “તમે આ રીતે વર્ત્યા છો એમ ને! હું સમ ખાઈને કહું છું કે હું એનો બદલો ન વાળું ત્યાં સુધી જંપીને બેસવાનો નથી.”


છેવટે ઈશ્વરની સહાયથી તમે મિદ્યાનીઓના બે સરદારો ઓરેબ અને ઝએબને પકડીને મારી નાખ્યા. એની સરખામણીમાં મેં શું કર્યું છે?” તેની એ વાત સાંભળીને તેમનો ગુસ્સો નરમ પડયો.


Lean sinn:

Sanasan


Sanasan