Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 6:1 - પવિત્ર બાઇબલ C.L.

1 મને એક બીજુ સંદર્શન થયું. આ વખતે મેં તાંબાના બે પર્વતો વચ્ચેથી નીકળી આવતા ચાર રથ જોયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ફરીથી મેં મારી નજર ઊંચી કરીને જોયું, તો બે પર્વતો વચ્ચેથી ચાર રથ નીકળી આવેલા [જોયા] ; તે પર્વતો પિત્તળના પર્વતો હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી મેં ફરીથી મારો આંખો ઊચી કરીને ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા; બે પર્વતો કાંસાના બનેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી મેં ફરીથી નજર ઊંચે કરીને જોયું, તો ચાર રથોને બે પર્વતો વચ્ચેથી બહાર આવતા જોયા. એ પર્વતો કાંસાના હતા.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 6:1
22 Iomraidhean Croise  

પછી તેણે પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, તેની આંખો ખોલો કે તે જુએ!” પ્રભુએ તેની પ્રાર્થના સાંભળી અને એલિશાના નોકરે ઊંચી નજર કરી તો એલિશાની ચારે બાજુ અગ્નિ ઘોડા અને અગ્નિ રથોથી પર્વત છવાઈ ગયો હતો.


ઈશ્વર એ વિષે કંઈ ન કરે તો ય એમની ટીકા કોણ કરી શકે? અથવા તે પોતાનું મુખ સંતાડે તો તેમને કોણ જોઈ શકે? કોઈ પ્રજા કે કોઈ વ્યક્તિની એવી મગદૂર નથી.


પરંતુ પ્રભુનો ઇરાદો સદાસર્વદા અટલ છે, અને તેમની યોજનાઓ પેઢી દરપેઢી ટકે છે.


તમારી ન્યાયશીલતા ઊંચા પર્વતોના જેવી મહાન છે અને તમારા ન્યાયચુકાદા અગાધ ઊંડાણ જેવા ગહન છે. હે પ્રભુ, તમે મનુષ્યો અને પશુઓની સંભાળ લો છો.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


હું જ ઈશ્વર છું; હું અનાદિ ઈશ્વર છું. મારા હાથમાંથી કોઈ છોડાવી શકે તેમ નથી. મારા કાર્યને કોઈ નિરર્થક કરી શકતું નથી.”


પ્રભુ અગ્નિ સહિત આવશે. તેમના રથો વંટોળિયા જેવા છે. તે અતિ જુસ્સામાં પોતાનો રોષ ઠાલવશે અને અગ્નિની જ્વાળાઓથી તે ધમકી દેશે.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


પણ ઠૂંઠાને જમીનમાં રહેવા દઈ તેને લોખંડ તથા તાંબાની સાંકળથી બાંધી દો. તેને ત્યાં ઘાસમાં જ રહેવા દો. ‘હવે એ માણસ પર ઝાકળ પડવા દો. તેને પ્રાણીઓ અને ઘાસની સાથે રહેવા દો.


તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


એ શિંગડું ભાંગી ગયા પછી જે ચાર શિંગડાં ફૂટી નીકળ્યાં તે તો એક રાજ્યમાંથી ઊભાં થનાર ચાર રાજ્યો દર્શાવે છે. આ ચાર રાજ્યો પેલા પ્રથમના રાજ્ય જેટલાં ક્યારેય બળવાન થશે નહિ.


મેં ફરીથી નજર કરી તો આ વખતે મેં આકાશમાં ઊડતું ઓળિયું જોયું.


તેણે જવાબ આપ્યો, “આ તો ચાર વાયુ છે; તેઓ હમણા જ આખી પૃથ્વીના પ્રભુની સમક્ષતામાંથી આવ્યા છે.”


તમારા સામર્થ્ય અને તમારી ઇચ્છા પ્રમાણે જે કંઈ થવા દેવાનું તમે નક્કી કરેલું હતું તે કરવાને તેઓ એકઠા મળ્યા.


ઈશ્વરની યોજના અને તેમના નિર્ણય પ્રમાણે સર્વ બાબતો બને છે. ઈશ્વરે આરંભથી જે નક્કી કર્યું હતું તે પ્રમાણે તેમનો હેતુ આપણને ખ્રિસ્તમાં મેળવીને તેમના પોતાના લોક બનાવવાનો હતો.


ઈશ્વરે પોતાના સનાતન હેતુ પ્રમાણે ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુની મારફતે એ સિદ્ધ કર્યું છે.


તે ગરીબોને ધૂળમાંથી ઊભા કરે છે, અને શોક્તિ કંગાલોને રાખના ઢગલામાંથી ઉઠાવે છે, તે તેમને રાજવીઓની કક્ષામાં પહોંચાડે છે અને તેમને સન્માનપાત્ર જગ્યાએ મૂકે છે. પૃથ્વીના પાયા પ્રભુને હાથે નંખાયા છે અને તેમના પર તેમણે દુનિયા સ્થાપી છે.


Lean sinn:

Sanasan


Sanasan