ઝખાર્યા 4:7 - પવિત્ર બાઇબલ C.L.7 મોટા પર્વતોના જેવા અવરોધો તારી સમક્ષ સપાટ મેદાન જેવા સીધા બની જશે. તું મંદિરના પુન:બાંધક્મનો આરંભ કરશે, અને તું તેનો છેલ્લો પથ્થર પણ મૂકશે અને ત્યારે લોકો, ‘સુંદર!’ એવો પોકાર કરશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 “હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર ‘કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ7 યહોવા કહે છે, ઓ ઊંચા પર્વત, તારી શકિત શું છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ મેદાન જેવો થઇ જશે, અને તે ‘કેવું સુંદર, કેવું સુંદર.’ ના પોકારો વચ્ચે મંદિરનું બાંધકામ પૂરું કરશે.” Faic an caibideil |
પણ આ સ્થળોમાં ફરીથી આનંદ અને હર્ષના પોકાર અને વરકન્યાનો કિલ્લોલ સંભળાશે, અને લોકો પ્રભુના મંદિરમાં આભારબલિ ચડાવતી વખતે સ્તુતિ ગાશે: ‘સેનાધિપતિ પ્રભુનો આભાર માનો, કેમકે તે ભલા છે અને તેમનો અવિચળ પ્રેમ સર્વકાળ ટકે છે.’ હું આ દેશની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેને પહેલાંની જેમ આબાદ બનાવીશ. હું પ્રભુ આ બોલું છું.”