Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 દૂતે પ્રભુ તરફથી ઝરુબ્બાબેલને જણાવવા મને આ સંદેશો આપ્યો: “તું લશ્કરી તાક્તથી નહિ, તારા પોતાના બળથી નહિ, પણ મારા આત્માથી સફળતા હાંસલ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેણે મને જવાબ આપીને કહ્યું, ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: ‘બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,’ સૈન્યોના યહોવાહ કહે છે,”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.’

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 4:6
33 Iomraidhean Croise  

યોસેફે જવાબ આપ્યો, “હું તો નહિ, પણ ઈશ્વર ફેરોને સંતોષકારક જવાબ આપશે.”


ધરતીકંપ પછી અગ્નિ આવ્યો; પણ પ્રભુ અગ્નિમાં પણ નહોતા. અગ્નિ પછી એક ધીમો કોમળ અવાજ હતો.


આસાએ તેના ઈશ્વર પ્રભુને પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, માત્ર તમે જ બળવાન સામે નિર્બળને સહાય કરનાર છો. તેથી હે યાહવે, અમારા ઈશ્વર, હવે અમારી સહાય કરો. કારણ, અમે તમારા પર આધાર રાખીએ છીએ, અને અમે તમારે નામે આ મોટા સૈન્ય સામે લડવા આવ્યા છીએ. પ્રભુ, તમે અમારા ઈશ્વર છો; તમારી સામે કોઈ પ્રબળ થઈ શકે નહિ.”


તેઓ આ માણસોની આગેવાની હેઠળ પાછા ફર્યા: ઝરૂબ્બાબેલ, યહોશુઆ, નહેમ્યા, સરાયા, રેલાયા, મોર્દખાય, બિલ્શાન, મિસ્પાર, બિગ્વાય, રહૂમ બાઅના.


તેમણે મંદિરનો પાયો નાખ્યો તે વખતે યજ્ઞકારો પોતાના ઝભ્ભા પહેરીને અને હાથમાં રણશિંગડાં લઈને પોતપોતાના સ્થાનમાં ગોઠવાઈ ગયા. આસાફના ગોત્રના લેવીપુત્રો ઝાંઝ લઈને ઊભા હતા. દાવિદ રાજાએ આપેલી સૂચના પ્રમાણે તેમણે પ્રભુની સ્તુતિ કરી.


એ સંદેશ સાંભળીને શઆલ્તીએલના પુત્ર ઝરૂબ્બાબેલ અને યોસાદાકના પુત્ર યેશૂઆએ યરુશાલેમમાં આવેલા ઈશ્વરના મંદિરનું બાંધકામ ફરીથી ચાલુ કર્યું અને બન્‍ને સંદેશવાહકોએ તેમને મદદ કરી.


કોઈ રાજા માત્ર પોતાના મોટા સૈન્યને લીધે જ વિજય પામતો નથી; કોઈ સૈનિક પોતાના બળને આધારે જ શત્રુથી બચી જતો નથી.


વળી, આ દુનિયામાં મેં એવું પણ નિરીક્ષણ કર્યું કે ઝડપી દોડનાર જ હમેશાં શરતમાં વિજયી બને અથવા બળવાન યોદ્ધા જ લડાઈમાં જીતે એવું નથી. બુદ્ધિમાનને જ હમેશાં ભોજન મળે, બુદ્ધિશાળીને જ ધનસંપત્તિ મળે અથવા કુશળ માણસો જ ઊંચી પદવી પ્રાપ્ત કરે એવું પણ નથી. પરંતુ એ બધું સમય અને સંજોગોને આધીન હોય છે.


પ્રભુ કહે છે, “હઠીલી પ્રજાની તો દુર્દશા થશે! તેઓ યોજનાઓ ઘડે છે, પણ તે મારી ઇચ્છા મુજબની નથી. તેઓ સંધિકરારો કરે છે, પણ તે મારા આત્માએ પ્રેરેલા નથી. એમ કરીને તેઓ પાપ પર પાપનો ગંજ ખડક્યે જાય છે.


પણ ઈશ્વર ફરી એકવાર ઉપરથી પોતાનો આત્મા રેડી દેશે અને રણપ્રદેશ ફળદ્રુપ જમીન બની જશે અને ફળદ્રુપ જમીન વન સરખી બની જશે.


પ્રભુના પુસ્તકમાં શોધ કરીને વાંચો: ત્યાં આ પ્રાણીઓમાંથી એકેય ખૂટતું નહિ હોય અને એમાંનું એકેય પોતાના સાથી વગરનું નહિ હોય. કારણ, પ્રભુએ એવી આજ્ઞા કરી છે. તે પોતાના સામર્થ્યથી તેમને એકઠાં કરશે.


પૂર્વથી પશ્ર્વિમ સુધી સૌ કોઈ પ્રભુના નામથી અને તેમના મહાન પ્રતાપથી બીશે. પ્રભુની ફૂંકથી ધકેલાતી ધસમસતી નદીની જેમ પ્રભુ આવશે.


તમે તે જોઈ રહ્યા હતા એટલામાં તો કોઈના પણ સ્પર્શ વિના પર્વતમાંથી છૂટા પડેલા એક મોટા પથ્થરે મૂર્તિના લોખંડ અને પકવેલી માટીના બનેલા પગના પંજા પર પ્રહાર કરી તેના ચૂરેચૂરા કરી નાખ્યા.


પણ હું યહૂદિયાના લોકો ઉપર દયા દર્શાવીશ અને તેમનો ઉદ્ધાર કરીશ; ધનુષ્યથી, તલવારથી, ઘોડાઓથી કે ઘોડેસ્વારોથી નહિ, પણ તેમના ઈશ્વર પ્રભુ તરીકે હું જાતે તેમનો ઉદ્ધાર કરીશ.”


ઇરાનના સમ્રાટ દાર્યાવેશના અમલના બીજા વર્ષના છઠ્ઠા મહિનાની પહેલી તારીખે પ્રભુએ હાગ્ગાય સંદેશવાહક દ્વારા શઆલ્તીએલના પુત્ર, યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ અને યહોસાદાકના પુત્ર પ્રમુખ યજ્ઞકાર યહોશુઆ માટે સંદેશો મોકલ્યો.


તે સંદેશો યહૂદિયાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ માટે હતો: “હું આકાશ તથા પૃથ્વીને ધ્રૂજાવીશ.


તેને કહે કે સર્વસમર્થ પ્રભુ આમ જણાવે છે: “અંકુર તરીકે ઓળખાતો પુરુષ તેના સ્થાનમાં આબાદ થશે અને તે પ્રભુનું મંદિર ફરીથી બાંધશે.


વળી, ઉદ્ધારને ટોપ તરીકે પહેરો અને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો.


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


યોનાથાને પેલા યુવાનને કહ્યું, “ચાલ, આપણે એ પરપ્રજાના પલિસ્તીઓની છાવણીમાં જઈ પહોંચીએ. પ્રભુ આપણી મદદ કરશે. જો પ્રભુ ઇચ્છે તો આપણે થોડા કે વધારે હોઈએ તો પણ આપણને વિજય મેળવવામાં કંઈ અવરોધ નડશે નહિ.”


અને અહીં સૌ જાણશે કે પોતાના લોકોને બચાવવાને તેમને તલવાર કે ભાલાની જરૂર નથી. યુદ્ધમાં હંમેશા તે જ વિજેતા છે અને તે તમને બધાને અમારા હાથમાં સોંપી દેશે.”


Lean sinn:

Sanasan


Sanasan