Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તેણે પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સુવર્ણ દીવી જોઉં છું. તેની ટોચે તેલ માટે પ્યાલો છે. દીવી પર સાત દીવા છે અને સાતેય દીવા પર દિવેટો મૂકવાના સાત સાત ખાંચા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા [છે]. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે મને કહ્યું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું જેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી તેણે પૂછયું, “હવે તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું એક સોનાનો દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર એક કૂંડું છે અને સાત દીવા છે. અને સાત નળીઓ દ્વારા દીવીઓ સુધી તેલ પહોંચાડીને તેમને સળગતા રાખવામાં આવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 4:2
19 Iomraidhean Croise  

દીવીઓમાં અને તેનાં કોડિયાંમાં કેટલું સોનું વાપરવું.


દરરોજ સવારસાંજ તેમને સુવાસિત ધૂપ ચડાવાય છે અને પૂર્ણ દહનબલિ થાય છે. પવિત્ર મેજ પર તેઓ અર્પિત રોટલી પણ ગોઠવે છે. રોજ સાંજે તેઓ સોનાની દીવીઓ પરના દીવા પેટાવે છે. અમે તો અમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તીએ છીએ, પણ તમે તેમનો ત્યાગ કર્યો છે.


તેણે નિયત નમૂના પ્રમાણે સોનાની દસ દીવીઓ અને દસ મેજ બનાવી અને મંદિરના મુખ્ય ખંડમાં બંને બાજુએ પાંચ દીવી અને પાંચ મેજ મૂકાવી. તેણે સો સુવર્ણપ્યાલા પણ બનાવ્યા.


રૂપેરી દોરી તૂટી જશે, સોનેરી દીવો ભાંગી જશે. પાણી ખેંચવાની ગરગડી ભાંગી જશે અને ઘડો ઝરા આગળ જ ફૂટી જશે.


તે પછી પ્રભુએ મને પૂછયું, “યર્મિયા, તેં શું જોયું?” મેં ઉત્તર આપ્યો, “હું અંજીર જોઉં છું. સારાં અંજીર ખૂબ સારાં છે અને ખરાબ અંજીર ખવાય પણ નહિ એટલાં બગડી ગયેલાં છે.”


તે ઉપરાંત અંગરક્ષકદળનો વડો સોનાતચાંદીનાં પાત્રો એટલે પ્યાલા, અંગારપાત્રો, રક્તપાત્રો, ભસ્મપાત્રો, દીવીઓ, ચમચા અને કટોરા આ બધું જ લઈ ગયો.


પ્રભુએ મને પૂછયું, “આમોસ, તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “ઓળંબો.” ત્યારે તેમણે કહ્યું, “મારા લોક ઓળંબાની દોરીની બહાર ખસી ગયેલી દીવાલ જેવા છે, અને એ દર્શાવવા હું ઓળંબાનો ઉપયોગ કરી રહ્યો છું. તેમને સજા કરવા સંબંધીનો મારો વિચાર હવે હું બદલીશ નહિ.


દૂતે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં જવાબ આપ્યો, “હું આકાશમાં ઊડતું ઓળિયું જોઉં છું; તે 9 મીટર લાંબું અને 4.5 મીટર પહોળું છે.”


પછી મારી સાથે વાત કરનારને જોવા હું પાછો ફર્યો તો મેં સોનાની સાત દીવીઓ જોઈ.


મારા જમણા હાથમાં તેં જોયેલા સાત તારા અને સોનાની સાત દીવીઓના રહસ્યનો અર્થ આ પ્રમાણે છે: સાત તારા સાત મંડળીના દૂત છે, અને સાત દીવીઓ સાત મંડળીઓ છે.


રાજ્યાસનમાંથી વીજળીના ચમકારા, અવાજો તથા મેઘગર્જનાના કડાકા નીકળતા સંભળાયા. રાજ્યાસનની સમક્ષ અગ્નિની સાત સળગતી મશાલો હતી. તે તો ઈશ્વરના સાત આત્માઓ હતા.


Lean sinn:

Sanasan


Sanasan