Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 4:10 - પવિત્ર બાઇબલ C.L.

10 ક્મની પ્રગતિ ખૂબ જ ધીમી હોઈ તેઓ નિરાશ થઈ ગયા છે. પણ ઝરુબ્બાબેલને મંદિરનું બાંધક્મ ચાલુ રાખતો જોઈને તેઓ હર્ષ પામશે.” દૂતે મને કહ્યું, “સાત દીવા તો આખી પૃથ્વીનું નિરીક્ષણ કરનારી પ્રભુની સાત આંખો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 કેમ કે [આરંભમાં] નાનાં [દેખાતાં] કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે?’” કેમ કે તેઓ, એટલે યહોવાની આ સાત આંખો, ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમતેમ દોડતી ફરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. “યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આરંભમાં થોડું થોડું કામ થતું જોઇને જેઓ એનો તિરસ્કાર કરતા હતા તેઓ ઝરુબ્બાબેલને હાથે તેની પૂર્ણાહુતિ થતી જોઇને ખૂબ હરખાશે, આ સાત દીવા પ્રતીકરૂપે દર્શાવે છે કે, યહોવાની આંખો સમગ્ર પૃથ્વી પર સર્વત્ર સઘળું નિહાળે છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 4:10
26 Iomraidhean Croise  

પ્રભુની દૃષ્ટિ સમસ્ત દુનિયાનું નિરીક્ષણ કરે છે, કે જેથી જેમનાં હૃદય તેમના પ્રત્યે પૂરાં નિષ્ઠાવાન છે તેમને તે સમર્થ બનાવી સહાય કરે છે. તમે મૂર્ખાઈ કરી છે અને તેથી હવેથી તમારે હમેશાં લડાઈ રહેશે.”


અને તને તારા હક્કનું નિવાસસ્થાન પાછું આપશે. તારી પાછલી સમૃદ્ધિ એવી વધી જશે કે તારી ભૂતકાળની સમૃદ્ધિ એની આગળ જૂજ લાગશે.


પોતાના રાજ્યાસન પર તે બિરાજમાન છે. ત્યાંથી તે પૃથ્વીના સર્વ લોકોને જુએ છે.


પ્રભુની દષ્ટિ સર્વત્ર છે, તે ભલા અને ભૂંડાજનો પર લક્ષ રાખે છે.


નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે.


યરુશાલેમને મળેલા સાંત્વનનું સ્તનપાન કરીને તમે તૃપ્ત થશો. બાળક સ્તનપાન કરવામાં તલ્લીન થઈ જાય તેમ તમે યરુશાલેમની સમૃદ્ધિથી આનંદ પામશો.


એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે.


કેમકે તેમનાં બધાં કાર્યો પર મારી નજર છે અને તેઓ મારાથી છુપાયેલાં નથી કે તેમનો દોષ મારી નજર બહાર નથી.


એ પ્રાણીઓ વીજળીના ચમકારાની જેમ આગળ દોડતાં ને પાછાં આવતાં હતાં.


આવો, આપણે પ્રભુને જાણવાનો ખંતથી યત્ન કરીએ. તેમનું આગમન સૂર્યોદય જેટલું ચોક્ક સ છે અને પૃથ્વીને ભીંજવનાર પાછલા વરસાદની માફક તે આપણી પાસે આવશે.


દર્શનમાં મેં જોયું તો તીડો ધરતી પરનું બધું ઘાસ ખાઈ ગયાં. ત્યારે મેં પ્રભુને વિનવણી કરતાં કહ્યું, “હે પ્રભુ, તમારા લોકોને ક્ષમા કરો. તેઓ તો જૂજ અને નબળા છે; તેઓ કેવી રીતે નભી શકશે?”


ત્યારે મેં પ્રભુને આજીજી કરી, “હે પ્રભુ પરમેશ્વર, હવે બસ કરો. કારણ, તમારા લોક જૂજ અને નબળા છે; તેઓ શી રીતે નભી શકે?”


“આ મંદિરનો અગાઉનો વૈભવ જોયો હોય એવો કોઈ તમારામાં હજી હયાત છે? અત્યારે તે તમને કેવું લાગે છે? એ તમને મામૂલી નથી લાગતું?


હું યહોશુઆની સમક્ષ સાત પાસાવાળો એક પથ્થર મૂકું છું. હું તેના પર એક લેખ કોતરીશ અને એક જ દિવસમાં હું આ દેશનો અપરાધ દૂર કરીશ.


આ પ્રભુનો સંદેશ છે: તેમણે હાદ્રાખના દેશ માટે અને દમાસ્ક્સ શહેર માટે શિક્ષાનો આદેશ બહાર પાડયો છે. માત્ર ઇઝરાયલના કુળપ્રદેશો જ નહિ પણ સિરિયાની રાજધાની પણ પ્રભુની છે.


પણ આપણે આનંદોત્સવ કરવો જોઈએ. કારણ, આ તારો ભાઈ મરી ગયો હતો, પણ હવે તે જીવતો થયો છે; ખોવાઈ ગયો હતો, પણ હવે તે પાછો મળ્યો છે.”


પછી મધ્યભાગમાં, ચાર જીવંત પ્રાણીઓની અને વડીલોની વચ્ચે રાજ્યાસન સમક્ષ એક હલવાનને મેં ઊભેલું જોયું. એ હલવાન જાણે કે બલિદાન કરેલું હોય તેવું જણાતું હતું. તે હલવાનને સાત શિંગડાં અને સાત આંખો હતી. એ આંખો તો પૃથ્વી પર મોકલાયેલા ઈશ્વરના સાત આત્માઓ છે.


તે પછી મેં ઈશ્વરની સમક્ષ ઊભા રહેનાર સાત દૂતોને જોયા. તેમને સાત રણશિંગડાં આપવામાં આવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan