Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુએ વચન આપ્યું છે કે તે પોતે શહેરની ફરતે અગ્નિકોટ બનીને તેનું રક્ષણ કરશે અને તે પોતાના પૂરા મહિમામાં ત્યાં રહેશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે, યહોવા કહે છે કે, ‘હું તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, ને હું તેનામાં મહિમાવાન થઈશ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 કેમ કે, યહોવાહ કહે છે કે, ‘હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 કારણ, યહોવા કહે છે કે, ‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.’”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 2:5
28 Iomraidhean Croise  

જેમ યરુશાલેમની ચારે તરફ આવેલા પર્વતોથી તેનું રક્ષણ થાય છે, તેમ હમણાંથી સર્વકાળ સુધી પ્રભુ પોતાના ભક્તોને ચારે બાજુએ રક્ષે છે.


પરંતુ હે પ્રભુ, તમે તો ઢાલરૂપે ચારે બાજુથી મારું રક્ષણ કરો છો; તમે મારું ગૌરવ વધારો છો અને મારું મસ્તક ઉન્‍નત કરો છો.


ઈશ્વર તે નગરમાં છે, તેથી તેને કદી ઉથલાવી શકાશે નહિ; સત્વરે ઈશ્વર તેને સહાય કરશે.


હે ઈશ્વરના ભક્તો, સિયોનની પરિક્રમા કરતાં તેની આસપાસ ફરો, અને તેના મિનારાઓની ગણતરી કરો.


એ નગરને કિલ્લાઓ છે; પણ ઈશ્વરે એ બધામાં પોતાને અજેય શરણગઢ તરીકે પ્રગટ કર્યા છે.


આપણા દેશમાં ઈશ્વરનું ગૌરવ વાસ કરે તે માટે તે તેમના સંતોનો ઉદ્ધાર કરવા તેમની નિકટ છે.


સિયોનમાં વસનાર સૌ કોઈ આનંદથી મોટે સાદે ગીત ગાય; કારણ, ઇઝરાયલના પવિત્ર ઈશ્વર મહાન છે, અને તે પોતાના લોકો વચ્ચે વસે છે.


તેમના ગઢ સમો તેમનો રાજા ભયનો માર્યો નાસી જશે. તેમના લશ્કરી અધિકારીઓમાં એવો આતંક ફેલાશે કે તેઓ યુદ્ધનો વજ પડતો મૂકીને ભાગી જશે.” સિયોનમાં જેમનો અગ્નિ છે અને યરુશાલેમ જેમની ભઠ્ઠી છે એવા પ્રભુ આ બોલ્યા છે.


ઈશ્વરના લોક શાંતિદાયક નિવાસોમાં, સલામત આવાસોમાં અને સ્વસ્થ આરામસ્થાનોમાં રહેશે.


ત્યાં પ્રભુ આપણી સમક્ષ પોતાનો મહિમા પ્રગટ કરશે. એ તો મોટી નદીઓ અને ઝરણાંનું સ્થળ બની રહેશે. પણ ત્યાં હલેસાંવાળી હોડીઓ કે મોટાં વહાણો આવશે નહિ.


સિયોન પર્વત પર અને ત્યાં એકત્ર થયેલા બધા પર પ્રભુ દિવસે વાદળ અને ધૂમાડો તથા રાત્રે અગ્નિનો પ્રકાશ પાથરશે. ઈશ્વરનું ગૌરવ સમગ્ર શહેર ઉપર આચ્છાદન કરશે.


અને હદ માપવાની દોરી ત્યાંથી સીધી પશ્ર્વિમમાં ગારેબના ટીંબા અને ગોઆહ સુધી જશે.


“એ માટે, હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કરીને ગોગને આ પ્રમાણે કહે. પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “જ્યારે મારા ઇઝરાયલી લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે ત્યારે તું તેમના પર આક્રમણ કરીશ.


આમ તેણે દીવાલથી રક્ષાયેલા ચોરસ ભાગનું માપ લીધું તો દરેક બાજુએ બસો પચાસ મીટર થયું. એ દીવાલ મંદિરના પવિત્ર ભાગને સામાન્ય ભાગથી જુદી પાડતી હતી.


તેણે હાથમાં માપદોરી લીધી અને પૂર્વ તરફ ચાલીને પાંચસો મીટર અંતર માપ્યું. પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. તે પાણી ધૂંટણસમાં હતાં.


તેથી યરુશાલેમ શહેર પર હું તે દયા દર્શાવવા આવ્યો છું; મારા મંદિરનો પુનરોદ્ધાર થશે અને શહેર ફરીથી બંધાશે.”


પ્રભુએ કહ્યું, “હે યરુશાલેમવાસીઓ, આનંદથી ગાયન કરો! હું તમારી મધ્યે વસવા આવું છું!”


તે સમયે ઘણી પ્રજાઓ પ્રભુ પાસે આવશે અને તેમના લોક બનશે. તે તમારી મધ્યે વસશે અને તમે જાણશો કે તેમણે મને તમારી પાસે મોકલ્યો છે.


પ્રભુ પોતાના સર્વ લોકો ઉપર પ્રગટ થશે. તે વીજળીની માફક બાણ મારશે. પ્રભુ પરમેશ્વર રણશિંગડું વગાડશે. દક્ષિણના તોફાનમાં તે કૂચ કરશે.


હું મારા દેશનું રક્ષણ કરીશ અને તેમાં થઈને બહારનાં સૈન્યોને પસાર થવા દઈશ નહિ. હું જુલમીઓને મારા લોક પર ત્રાસ વરસાવા દઈશ નહિ. મારા લોક પર વીતેલાં દુ:ખ મેં જોયાં છે.”


એ તો બિનયહૂદીઓને પ્રક્ટીકરણ દેનાર અને તમારા ઇઝરાયલી લોકને ગૌરવ પમાડનાર પ્રકાશ છે.”


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan