Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 14:12 - પવિત્ર બાઇબલ C.L.

12 યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરનાર સર્વ પ્રજાઓ પર પ્રભુ ભયંકર રોગચાળો મોકલશે. તેમના જીવતાજીવ તેમનું માંસ સડી જશે. તેમની આંખો અને જીભ સડી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જે સર્વ પ્રજાઓએ યરુશાલેમની વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેમના ઉપર યહોવા મરકીનો માર લાવશે: [એ માર એવો આવશે કે] તેઓ પોતાને પગે ઊભા હશે એટલામાં તેમનું માંસ ક્ષીણ થઈ જશે, તેમની આંખો તેઓના ખાડામાં ક્ષીણ થઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જે લોકોએ યરુશાલેમ વિરુદ્ધ યુદ્ધ કર્યું હશે તેઓને યહોવાહ મરકીથી મારશે: તેઓ પોતાના પગ પર ઊભા હશે એટલામાં તેમનું માંસ સડી જશે. તેઓની આંખો તેઓના ખાડામાં સડી જશે, તેઓની જીભ તેમના મોંમાં સડી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 યરૂશાલેમ સામે યુદ્ધે ચઢનાર બધી પ્રજાઓમાં યહોવા આવો એક રોગ ફેલાવશે; તેઓ ઊભા હશે ત્યાં જ તેમનું માંસ સડી જશે, તેમની આંખો તેમના ગોખલામાં સડી જશે, અને તેમની જીભ તેમના મોઢામાં જ સડી જશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 14:12
34 Iomraidhean Croise  

તમને આંતરડાંનો અસાય રોગ લાગુ પડશે. એ રોગ વધી જતાં છેવટે તમારાં આંતરડાં બહાર નીકળી પડશે.”


વ્યાધિ તેના અંગોની ચામડીને સડાવે છે અને મૃત્યુનો પ્રથમજનિત તેના અવયવોને કોચી ખાય છે.


તમારા ક્રોધની ઉગ્રતા કોણ જાણે છે? એવા રોષ માટે કેટલો ભય રાખવો ઘટે!


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


“આ બધું વીત્યા છતાં જો તમે મને આધીન થશો નહિ તો હું તમારા પાપની સજા સાત ઘણી વધારીશ.


“આટલું બધું વીત્યા છતાં તમે મારી વિરુદ્ધ થઈને મને આધીન નહિ થાઓ તો તમારા પાપને લીધે હું તે કરતાં પણ સાતગણી વધારે આફતો તમારા પર લાવીશ.


તો હું પણ તમારી વિરુદ્ધ પડીને ફરીથી તમારાં પાપની સજા સાત ઘણી વધારે કરીશ.


તો હું પણ તમારી વિરુદ્ધ પડીને તમારા પર મારો કોપ રેડી દઈશ અને તમને તમારાં પાપને લીધે સાત ગણી ભારે સજા કરીશ.


અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું.


તે વખતે હું યરુશાલેમ પર હુમલો કરનાર પ્રજાનો વિનાશ કરીશ.


શત્રુની છાવણીનાં પ્રાણીઓ જેવાં કે ઘોડા, ખચ્ચર અને ઊંટો પર અને ગધેડાં પર ભયંકર રોગચાળો આવી પડશે.


ઇજિપ્તવાસીઓ માંડવાપર્વ ઉજવવાની ના પાડે તો એમ કરવાની ના પાડનાર અન્ય સર્વ પ્રજાઓના ઉપર મોકલાયેલા રોગ જેવો રોગ ઇજિપ્ત પર આવશે.


પછી પ્રભુ પોતે જેમ ભૂતકાળમાં લડયા હતા તેમ બહાર જઈને એ પ્રજાઓ સામે લડશે.


પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે.


તરત જ પ્રભુના દૂતે હેરોદને માર્યો, કારણ, તેણે ઈશ્વરને માન આપ્યું નહિ. તેને કીડા ખાઈ ગયા અને તે મરી ગયો.


તમે જે દેશનો કબજો લેવા જાઓ છો તેમાં તમારું નિકંદન થઈ જાય ત્યાં સુધી પ્રભુ તમારા પર રોગચાળો મોકલ્યા કરશે.


પ્રભુ તમને ક્ષય રોગથી, તાવથી, સોજાથી અને ઉગ્ર તાવથી તથા દુકાળ, ગરમ લૂ અને ફુગથી પીડા દેશે અને તમારો વિનાશ થતાં સુધી એ બધાં તમારો પીછો કરશે.


તો પ્રભુ તમારા પર તથા તમારા વંશજો પર મરકીઓ, ભયંકર રોગચાળા અને અસાય રોગો મોકલશે.


જે દશ શિંગડાં તેં જોયાં તે અને પેલું પશુ પણ વેશ્યાનો તિરસ્કાર કરવા લાગશે. તેઓ તેનું બધું જ પડાવી લેશે અને તેને નગ્ન કરી દેશે. તેઓ તેનું માંસ ખાઈ જશે અને તેને અગ્નિમાં સળગાવી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan