Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 14:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ત્યાંના લોકો સલામતીમાં જીવશે અને નાશની કોઈ ધમકી હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 માણસો તેમાં વસશે, ને ફરીથી શાપ આવશે નહિ; પણ યરુશાલેમ સહીસલામત રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 લોકો યરુશાલેમમાં રહેશે, તેના પર કદી શાપ ઊતરશે નહિ; યરુશાલેમ સહીસલામત રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 લોકો ત્યાં રહેવા માટે જશે. એના ઉપર પછી કદી શાપ ઉતરશે નહિ. યારૂશલેમ સહીસલામત રહેશે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 14:11
21 Iomraidhean Croise  

તે દિવસે યહૂદિયાના પ્રદેશમાં લોકો નીચેનું ગીત ગાશે: “અમારું શહેર મજબૂત છે! ઈશ્વરે તેના કોટ અને કિલ્લા અમારું રક્ષણ કરવા બાંયા છે.


તારા દેશમાં અત્યાચારની અને તારી સીમાઓમાં વિનાશ કે પાયમાલીની વાત સાંભળવા મળશે નહિ. તું તારા કોટને ‘ઉદ્ધાર’ અને તારા દરવાજાઓને ‘સ્તુતિ’ એવાં નામ આપીશ.


વળી, પ્રભુ કહે છે, “જેમ નવાં આકાશ અને નવી પૃથ્વી મારી સમક્ષ ટકી રહેશે તેમ તમારા વંશજો અને તમારું નામ હમેશાં ટકશે.


અને જ્યાં મૃતદેહો દફનાવવામાં આવે છે અને કચરો બાળી નાખવામાં આવે છે એ આખો ખીણપ્રદેશ અને કિદ્રોનના વહેળા પરના બધાં ખેતરોથી છેક પૂર્વમાં ઘોડા દરવાજા સુધીનો બધો વિસ્તાર પ્રભુને માટે પવિત્ર થશે. તે પછી એ નગરને ફરીથી કદી તોડી પાડવામાં આવશે નહિ કે તેનો નાશ થશે નહિ.”


મારા ક્રોધમાં અને મહાકોપમાં મેં તમને અન્ય દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હતા; પણ હવે હું તેમને ત્યાંથી એકત્ર કરીને આ સ્થળે પાછા લાવીશ અને તેમને સલામતીમાં વસાવીશ.


હું તેમની સાથે તેમને કાયમની સલામતીની બાંયધરી આપતો શાંતિનો કરાર કરીશ. હું તેમનું સંસ્થાપન કરીશ, તેમના વંશવેલાની વૃધિ કરીશ અને તેમની મધ્યે સદાને માટે મારા મંદિરને સ્થાપીશ.


“હે ઇઝરાયલ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ તારો ઈશ્વર છું. હું સિયોન પર, મારા પવિત્ર પર્વત પર વસું છું. યરુશાલેમ પવિત્ર નગર બનશે અને વિદેશીઓ તેને ફરી ક્યારેય જીતી લેશે નહિ.”


હું માર્યા ગયેલા સૌનો બદલો લઈશ; દોષિતને હું શિક્ષા કર્યા સિવાય રહેવા દઈશ નહિ. પણ યહૂદિયા અને યરુશાલેમમાં તો સદાકાળ માટે વસવાટ થશે, અને હું પ્રભુ સિયોન પર્વત પર રહીશ.”


હું મારા લોકને તેમના વતનમાં રોપીશ અને તેમને ફરીથી ક્યારેય ઉખેડી નાખવામાં આવશે નહિ.”


“તે સમયે હું યહૂદાનાં ગોત્રોને વનમાં અથવા પાકી ચૂકેલાં ખેતરોમાં સળગી ઊઠતી આગ જેવા બનાવીશ. તેઓ આસપાસની સર્વ પ્રજાઓનો નાશ કરશે. યરુશાલેમના રહેવાસીઓ શહેરમાં સલામત રહેશે.


પહેલા દૂતે બીજાને કહ્યું, “જા, દોડ, પેલા માપદોરીવાળા યુવાનને કહે કે યરુશાલેમમાં એટલા બધા લોકો, અને ઢોરઢાંક થવાનાં છે કે તેનો કોટ રાખી ન શકાય એટલું મોટું તે બનવાનું છે.


હે યહૂદિયા અને ઇઝરાયલના લોકો, ભૂતકાળમાં વિદેશીઓ એકબીજાને આ રીતે શાપ આપતા, ‘યહૂદિયા અને ઇઝરાયલ પર ઊતરી એવી જ આફત તારા પર ઊતરો!’ પણ હું તમને બચાવી લઈશ, અને ત્યારે વિદેશીઓ એકબીજાને કહેશે, ‘તારા પર યહૂદિયા અને ઇઝરાયલના જેવી આશિષ ઊતરો!’ તેથી હિંમત પકડો, અને ગભરાઓ નહિ.”


લાકડીને ટેકે ચાલનારા વયોવૃદ્ધ સ્ત્રીપુરુષો ફરીથી નગરના ચોકમાં બેસશે.


હું તેમને પૂર્વથી અને પશ્ર્વિમથી પાછા લાવીને યરુશાલેમમાં વસાવીશ. તેઓ મારા લોક થશે અને હું તેમનો ઈશ્વર થઈશ અને તેમના પર વિશ્વાસુપણે અને ન્યાયપૂર્વક રાજ કરીશ.


પ્રભુએ તેમની વિનંતી સાંભળી અને કનાનીઓને તેમના હાથમાં સોંપી દીધા. ઇઝરાયલીઓએ તેમનો અને તેમનાં નગરોનો સંપૂર્ણ વિનાશ કર્યો અને તે જગાનું નામ ‘હોર્મા’ (અર્થાત્ વિનાશ) પાડવામાં આવ્યું.


તેથી ઇઝરાયલના વંશજો સહીસલામતીમાં રહે છે; જેની ભૂમિ પર આકાશનું ઝાકળ પડે છે એવા ધાન્ય અને દ્રાક્ષાસવની ભરપૂરીવાળા દેશમાં તેઓ વસે છે.


તેમની આંખનું એકેએક આંસુ તે લૂછી નાખશે. મૃત્યુ, વેદના, રુદન અને દુ:ખ ફરીથી આવશે નહિ. એ જૂની બાબતો જતી રહી છે.


ઈશ્વરના શાપ નીચે હોય એવું કોઈ તે નગરમાં મળી આવશે નહિ. ઈશ્વરનું અને હલવાનનું રાજ્યાસન તે નગરમાં રહેશે અને તેના સેવકો તેમનું ભજન કરશે.


Lean sinn:

Sanasan


Sanasan