Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 13:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એ સમય આવે ત્યારે કોઇ સંદેશવાહક પોતાનાં સંદર્શનો વિષે બડાઇ મારશે નહિ, સંદેશવાહકની જેમ વર્તશે નહિ અથવા લોકોને છેતરવા માટે સંદેશવાહકનાં ખરબચડાં વસ્ત્ર પહેરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તે દિવસે પ્રબોધકો ભવિષ્યવચનો બોલતી વખતે પોતપોતાનાં સંદર્શનોને લીધે લજ્‍જિત થશે. તેઓ રૂઆંવાળા ઝભ્ભા પહેરીને લોકોને ઠગશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તે દિવસે એવું થશે કે દરેક પ્રબોધક ભવિષ્યવાણી કહેતી વખતે પોતાના સંદર્શનને લીધે શરમાશે, તેઓ રૂઆંવાળા વસ્ત્ર પહેરીને લોકોને ઠગશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તે દિવસે કોઇ પ્રબોધકને સંદર્શન થશે તો તે શરમાશે, અને લોકોને ઠગવા માટે પ્રબોધકનો પોશાક નહિ પહેરે,

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 13:4
11 Iomraidhean Croise  

તેમણે જવાબ આપ્યો, “તેણે પ્રાણીના ચામડાંનો ઝભ્ભો પહેરેલો હતો અને તે પર ચામડાનો પટ્ટો બાંધેલો હતો.” રાજા બોલી ઊઠયો, “એ તો તિશ્બેનો એલિયા છે!”


ત્રણ વર્ષ પહેલાં પ્રભુએ આમોઝના પુત્ર યશાયાને કહ્યું હતું, “તારી કમર પરથી તાટ અને તારા પગમાંથી પગરખાં ઉતાર.” એ આજ્ઞાને આધીન થઈને તે ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફરવા લાગ્યો.


પ્રભુ કહે છે, “જેમ ચોર પકડાઈ જાય ત્યારે તે ભોંઠો પડે છે, તેમ ઇઝરાયલના બધા લોકો, તેમના રાજવીઓ, અધિકારીઓ, તેમના યજ્ઞકારો અને તેમના સંદેશવાહકો શરમિંદા થશે.


શું તેમને તેમના આ ઘૃણાજનક કૃત્યની શરમ આવી? ના, તેમને જરાય શરમ આવી નહિ; અને તેઓ ભોંઠા પડયા નહિ. તેથી બીજાઓની જેમ તેમનું પણ પતન થશે અને હું તેમને સજા કરીશ ત્યારે તેઓ ઉથલી પડશે. હું પ્રભુ આ બોલું છું.”


જ્ઞાનીજનો શરમાઈ ગયા છે. મૂંઝવણમાં પડી ગયા અને ફસાઈ ગયા છે. તેમણે તો મારા સંદેશની અવગણના કરી છે; પછી તેમની પાસે જ્ઞાન ક્યાંથી હોય?


યોહાનનો પોશાક ઊંટના વાળનો બનાવેલો હતો. તે પોતાની કમરે ચામડાનો પટ્ટો બાંધતો હતો. તીડો તથા જંગલી મધ તેનો ખોરાક હતો.


યોહાન ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો પહેરતો, કમરે ચામડાનો પટ્ટો બાંધતો અને તીડ તથા જંગલી મધ ખાતો.


બીજા કેટલાકને પથ્થરે મારવામાં આવ્યા, કરવતથી વહેરી નાખવામાં આવ્યા, તલવારથી કાપી નાખવામાં આવ્યા. તેઓ ગરીબાઈ, કષ્ટો અને અત્યાચારનો ભોગ બનીને ઘેટાં તથા બકરાંના ચામડાં પહેરીને રખડતા હતા.


અળસી રેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા મારા બે સાક્ષીઓને હું મોકલીશ. તેઓ બારસો સાઠ દિવસ દરમિયાન ઈશ્વરનો સંદેશ પ્રગટ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan