Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 11:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હે દેવદારનાં વૃક્ષો, વિલાપ અને કલ્પાંત કરો; ગંધતરુઓ નષ્ટ થયાં છે. એ ભવ્ય વૃક્ષોનો નાશ થયો છે. હે બાશાનનાં ઓકવૃક્ષો, રડો અને વિલાપ કરો! ગાઢ જંગલ કપાઈ ગયાં છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 હે દેવદાર વૃક્ષ, બૂમ પાડ, કેમ કે એરેજવૃક્ષ પડી ગયું છે, કારણ કે ભવ્ય [વૃક્ષો] ખેદાનમેદાન થઈ ગયાં છે! હે બાશાનનાં ઓકવૃક્ષો, બૂમ પાડો, કેમ કે સુરક્ષિત ઘાડું વન જમીનદોસ્ત થઈ ગયું છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે સરુના વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, દેવદાર વૃક્ષ પડી ગયું છે! ભવ્ય વૃક્ષો નષ્ટ થઈ ગયાં છે. બાશાનનાં એલોન વૃક્ષો, વિલાપ કરો, કેમ કે, ગાઢ જંગલ જમીનદોસ્ત થઈ ગયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 હે સરૂના વૃક્ષ, વિલાપ કરો, કારણ, દેવદારવૃક્ષ પડી ગયું છે અને મજબૂત વૃક્ષો ઊંચકીને લઇ જવામાં આવશે. બાશાનનાઁ ઓકવૃક્ષો વિલાપ કરો, કારણ, ગાઢ જંગલ ખાલી થઇ ગયું છે!

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 11:2
12 Iomraidhean Croise  

“હે મનુષ્યપુત્ર, તારું મુખ દક્ષિણ તરફ ફેરવ અને દક્ષિણ પ્રદેશને ઉદ્દેશીને અને દક્ષિણના ‘નેગેબ વન’ વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


તેમણે તારાં હલેસાં બાશાનનાં ઓક વૃક્ષનાં લાકડામાંથી બનાવ્યાં હતાં અને તારું તૂતક સાઇપ્રસમાંથી આણેલા સરુમાંથી બનાવ્યું હતું અને તેને હાથીદાંતથી મઢયું હતું.


તેઓ પણ તેની સાથે શેઓલમાં જશે. અગાઉ તલવારથી ક્તલ થયેલાં પણ ત્યાં પડેલાં હશે. તેની છાયામાં વસતી સર્વ પ્રજાઓ પણ નષ્ટ થઇ જશે.


ઓ સિયોનમાં એશઆરામ ભોગવનારા અને સમરૂનના પર્વત પર નિર્ભયપણે રહેનારાઓ, તમે તો મહાન ઇઝરાયલી પ્રજાના અગ્રગણ્ય આગેવાનો છો અને લોકો તમારી પાસે મદદ માટે આવે છે, પણ તમારી કેવી દુર્દશા થશે!


હે લબાનોન, તારાં દ્વાર ખોલ કે અગ્નિ તારાં ગંધતરુઓને બાળીને ભસ્મીભૂત કરી દે!


રાજ્યર્ક્તાઓ દુ:ખનો પોકાર કરે છે. તેમનો મહિમા ચાલ્યો ગયો છે! સિંહોની ત્રાડ સાંભળો, યર્દનને કાંઠે આવેલાં તેમના વનના વસવાટો નાશ પામ્યા છે!


કારણ, જો તેઓ લીલા વૃક્ષને આમ કરે છે, તો સૂકાને શું નહિ કરે?”


Lean sinn:

Sanasan


Sanasan