Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 11:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પછી મેં ‘એક્તા’ નામની બીજી લાકડી ભાંગી નાખી, એટલે યહૂદિયા અને ઇઝરાયલની એક્તા તૂટી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 પછી યહૂદા તથા ઈઝરાયલ વચ્ચેનો ભાઈપણાનો સંબંધ તોડી નાખવાને મેં મારી બીજી લાકડી ઐક્યને કાપી નાખી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પછી યહૂદા તથા ઇઝરાયલ વચ્ચેનો ભાઈચારાનો સંબંધ તોડી નાખવા મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પછી મેં મારી બીજી લાકડી “એકતા” ને ભાંગી નાખી, એમ સૂચવવા કે યહૂદિયા અને ઇસ્રાએલ વચ્ચે એકતા તૂટી ગઇ છે.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 11:14
14 Iomraidhean Croise  

એફ્રાઈમમાંથી ઈર્ષા નાબૂદ થશે અને યહૂદિયાના દુશ્મનો નષ્ટ થઈ જશે. એફ્રાઈમ યહૂદિયાની અદેખાઈ કરશે નહિ અને યહૂદિયા એફ્રાઈમ પ્રત્યે વેરભાવ રાખશે નહિ.


મનાશ્શાના લોક એફ્રાઈમના અને એફ્રાઈમના લોક મનાશ્શાના ભક્ષ થઈ પડયા છે. તેઓ સાથે મળીને યહૂદિયાને ખાઈ જવા હુમલો કરે છે. આ બધું હોવા છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી અને તેમનો હાથ હજી પણ સજા કરવાને ઉગામેલો છે.


હું તેમને પોતાના દેશમાં ઇઝરાયલના પર્વતો પર એક પ્રજા કરીશ. તેમના ઉપર એક જ રાજા રાજ્ય કરશે. તેઓ ફરી કદી બે અલગ પ્રજાઓ થશે નહિ કે ફરી કદી બે અલગ રાજ્યોમાં વિભાજિત થશે નહિ.


(પ્રભુએ કહ્યું, “હું પૃથ્વી પર કોઈના પર દયા દાખવીશ નહિ. હું પોતે લોકોને તેમના શાસકોની સત્તા નીચે મૂકીશ. આ શાસકો પૃથ્વીને ખેદાનમેદાન કરી નાખશે, અને હું તેને તેમની સત્તાથી બચાવીશ નહિ.”


ઘેટાંની લે-વેચ કરનારાઓએ મને ભાડૂતી માણસ તરીકે રાખ્યો અને હું ક્તલ થવાનાં ઘેટાંનો પાળક બન્યો. મેં બે લાકડી લીધી: એકને મેં ‘સદ્ભાવના’ કહી અને બીજીને ‘એક્તા’ કહી. હું ઘેટાંની સંભાળ લેતો.


પછી મેં ટોળાને કહ્યું, હવે હું તમારો ઘેટાંપાળક નથી. જે મરવાનાં હોય તે મરે. જેમનો નાશ થવાનો હોય તેમનો થાય. જે બાકી રહેશે તે એકબીજાને મારી નાખશે.”


આ સમયે ઘણા પોતાના વિશ્વાસનો ત્યાગ કરશે. તેઓ એકબીજાને દગો દેશે અને ધિક્કારશે.


જો કોઈ રાષ્ટ્ર અરસપરસ લડતાં જૂથોમાં વિભાજિત થઈ જાય, તો તે રાષ્ટ્રનું પતન થશે.


પણ જો તમે પશુઓની જેમ એકબીજાને કરડવાનું અને ફાડી ખાવાનું ચાલુ રાખશો તો સાવધ રહો; રખેને તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરો.


પણ જો તમે તમારાં હૃદયોમાં ઈર્ષાળુ, ઝેરીલા અને સ્વાર્થી હો તો તમારે ગર્વ કરવો નહિ અને સત્યની વિરુદ્ધ જૂઠું બોલવું નહિ.


જ્યાં ઈર્ષા અને સ્વાર્થ છે, ત્યાં અવ્યવસ્થા અને સર્વ પ્રકારની દુષ્ટતા છે.


Lean sinn:

Sanasan


Sanasan