Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 10:11 - પવિત્ર બાઇબલ C.L.

11 તેઓ તેમનો સંકટનો સમુદ્ર ઓળંગતા હોય ત્યારે હું પ્રભુ મોજાંઓ પર પ્રહાર કરીશ અને નાઈલ નદીનાં ઊંડાણ સુકાઈ જશે. ઘમંડી આશ્શૂર નીચો નમાવાશે, અને બળવાન ઇજિપ્ત શક્તિહીન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તે સંકટરૂપી સમુદ્ર ઓળંગશે, ને સમુદ્રનાં મોજાંઓને મારશે, ને નીલનાં સર્વ ઊંડાણો સુકાઈ જશે. આશૂરનો ગર્વ ઉતારવામાં આવશે, અને મિસરનો રાજદંડ જતો કરાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓ સંકટરૂપી સમુદ્ર પાર કરશે; તેઓ મોજાંઓને હઠાવશે, નીલ નદીના સર્વ ઊંડાણો સુકાઈ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મિસરનો રાજદંડ તેઓની પાસેથી જતો રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓ આફતના દરિયામાંથી સલામત પાર ઉતરશે. કારણ, મોજાઓને રોકી રાખવામાં આવશે. નાઇલ નદી સૂકાઇ જશે, આશ્શૂરનો ગર્વ ઉતારવામાં આવશે અને મારા લોક પરના મિસરના શાસનનો અંત આવશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 10:11
25 Iomraidhean Croise  

ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં.


તેણે એલિયાનો ઝભ્ભો ફરીથી પાણી પર અફાળીને કહ્યું, “એલિયાના ઈશ્વર પ્રભુ ક્યાં છે?” તેણે તે પાણી પર અફાળ્યો કે પાણીના બે ભાગ થઈ ગયા અને તે ચાલીને સામે તટે ગયો.


પછી એલિયાએ પોતાનો ઝભ્ભો ઉતાર્યો અને તેને વીંટાળીને પાણી પર અફાળ્યો; પાણીના બે ભાગ થઈ ગયા અને તે તથા એલિશા નદીમાં થઇને કોરે પગે સામે તટે પહોંચી ગયા.


તેમણે સાત દિવસ સુધી ખમીરરહિત રોટલીનું પર્વ આનંદથી પાળ્યું. પ્રભુએ આશ્શૂરના સમ્રાટનું વલણ બદલી નાખ્યું હોવાથી તેણે તેમને ઇઝરાયલના ઈશ્વરના મંદિરના બાંધકામમાં પ્રોત્સાહન આપ્યું તેને લીધે તેઓ ખૂબ આનંદમાં હતા.


સમુદ્ર તે જોઈને નાઠો, અને યર્દન નદી પાછી હઠી;


હે સમુદ્ર, તને શું થયું કે તું નાઠો? હે યર્દન, તું કેમ પાછી હઠી?


હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.


એ સમયે ઇજિપ્તના લોકો સ્ત્રી જેવા ડરપોક બની જશે. સર્વસમર્થ પ્રભુએ તેમનો વિનાશ કરવા પોતાનો હાથ ઉગામ્યો છે. તે જોતાં જ તેઓ ભયથી થરથરવા માંડશે.


તું ઊંડા પાણીમાં થઈને પસાર થઈશ ત્યારે હું તારી સાથે રહીશ; તું નદીઓમાં થઈને ચાલીશ ત્યારે તેનાં પાણી તારા પર ફરી વળશે નહિ, તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને ઊની આંચ લાગશે નહિ અને જ્વાળાઓ તને સળગાવી શકશે નહિ.


હું સમુદ્રને કહું છું, ‘તું સુકાઈ જા, હું તારામાં વહેતી નદીઓને ય સૂકવી નાખીશ.’


સમુદ્રનાં અગાધ પાણીને સૂકવી નાખી પોતાના લોકને સમુદ્રના ઊંડાણમાં થઈને પાર લઈ જનાર તું જ નહોતો?


હે પ્રભુના ભુજ જાગ! પ્રાચીન સમયમાં તેં પૂર્વજોની પેઢીઓ દરમ્યાન કરેલ તેમ વસ્ત્રની જેમ સામર્થ્ય ધારણ કર. શું તેં જ રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા નહોતા? તેં જ એ રાક્ષસી અજગરને વીંધી નાખ્યો નહોતો?


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું નોફમાંની મૂર્તિઓનો અને તેની પ્રતિમાઓનો નાશ કરીશ. ઇજિપ્તમાં કોઈ શાસક નહિ હોય અને હું આખા દેશને ભયભીત બનાવીશ.


તે પોતાની શક્તિથી આશ્શૂરનો પણ નાશ કરશે. તે નિનવે નગરને ઉજ્જડ, ખંડિયેર અને નિર્જળ અરણ્ય બનાવી દેશે.


પછી છઠ્ઠા દૂતે તેનો પ્યાલો મહાનદી યુફ્રેટિસ પર રેડી દીધો. એટલે તે નદી સુકાઈ ગઈ કે જેથી પૂર્વથી આવનાર રાજાઓને માટે માર્ગ તૈયાર થાય.


Lean sinn:

Sanasan


Sanasan