Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પ્રભુના એક દૂતને મેં લાલ ઘોડા પર સવાર થયેલો જોયો. તે ખીણમાંના કેટલાંક મેંદીનાં વૃક્ષો મધ્યે રોક્યો હતો, અને તેની પાછળ બીજા ઘોડા પણ હતા - લાલ, કાબરચીતરા અને સફેદ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 મને રાત્રે સંદર્શન થયું, ને જુઓ, રાતા ઘોડા પર સવાર થયેલો એક પુરુષ ખીણમાંની મેંદીઓમાં ઊભો હતો. તેની પાછળ રાતા, કાબરા તથા ધોળા ઘોડા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 “રાત્રે મને એક સંદર્શન થયું, લાલ ઘોડા પર સવાર થયેલો એક માણસ ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો; તેની પાછળ લાલ, કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તે એ કે મને રાત્રે સંદર્શન થયું, એક માણસ રાતા ઘોડા પર સવાર થયેલો હતો. તે એક ખીણમાં મેંદીના છોડ વચ્ચે ઊભો હતો, અને તેની પાછળ બીજા રાતા; કાબરચીતરા અને સફેદ ઘોડાઓ હતા, હું બોલી ઊઠયો.

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:8
26 Iomraidhean Croise  

પણ રાત્રે ઈશ્વરે અબિમેલેખને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “જો, તારા ઘરમાં તેં જે સ્ત્રી રાખી છે તેને લીધે તારું મોત આવી લાગ્યું છે. કારણ, તે પરણેલી સ્ત્રી છે.”


ઈશ્વરે ઇઝરાયેલને રાત્રે દર્શન દઈને કહ્યું, “યાકોબ, યાકોબ.” યાકોબે કહ્યું, “જી, હું આ રહ્યો!”


તે રાત્રે પ્રભુએ તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું, “માગ, હું તને શું આપું? તારી શી ઇચ્છા છે?”


તેથી તેમણે યરુશાલેમ અને બીજાં બધાં શહેરો અને નગરોમાં આવી સૂચનાઓ મોકલી આપી: “પર્વતો પર જઈને દેવદાર, ઓલિવ, મેંદી, ખજૂરી અને એવાં અન્ય ઘટાદાર વૃક્ષોની ડાળીઓ લઈ આવો અને નિયમશાસ્ત્રમાં લખેલી સૂચનાઓ પ્રમાણે માંડવા બનાવો.”


માણસો જ્યારે ગાઢ નિદ્રામાં પોઢી જાય છે એવી એક રાતે મને વિમળ બનાવી દેતું એક દુ:સ્વપ્ન આવ્યું.


મારો પ્રીતમ મારો જ છે અને હું તેની જ છું. તે પોતાનાં ટોળાં કમળકુંજમાં ચરાવે છે.


મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે.


હું વેરાનપ્રદેશમાં ગંધતરુ, બાવળ, મેંદી અને તૈલીવૃક્ષ રોપીશ; હું પડતર જમીનમાં દેવદાર, ભદ્રાક્ષ અને સરુનાં વૃક્ષ સાથેસાથે ઉગાવીશ.


કાંટાને બદલે દેવદાર અને જંગલી ગુલાબને બદલે મેંદી ઊગી નીકળશે.તે મારી પ્રભુની યાદગીરી અર્થે નાબૂદ ન થઈ જાય એવી સદાકાળની નિશાની બની રહેશે.”


ઈશ્વર જે ઉચ્ચ અને ઉન્‍નત છે, અનાદિઅનંત છે, જેમનું નામ પવિત્ર છે તે આમ કહે છે: “હું ઉચ્ચ અને પવિત્ર સ્થાનમાં વસું છું. વળી, હું પાપથી વિમુખ થનારા અને નમ્ર અંત:કરણના માણસો સાથે પણ વસું છું, જેથી હું નમ્રજનોના આત્માને અને પાપથી વિમુખ થનારાના દયને પ્રોત્સાહિત કરું.


એ જ રાત્રે દાનિયેલને સંદર્શનમાં એ રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું, એટલે તેણે આકાશના ઈશ્વરની સ્તુતિ કરી:


રાત્રિના આ દર્શનમાં મેં માનવપુત્ર જેવા એકને મારી તરફ આવતો જોયો. તે વાદળોથી ઘેરાયેલો હતો. તેને જે પુરાતન છે તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો.


મેં તે સ્વપ્ન લખી લીધું અને તે રાત્રે મેં જે જોયું તેનો સાર આ પ્રમાણે છે: ચારે દિશામાંથી સમુદ્ર પર જોરદાર પવનો ફૂંક્તા હતા.


પછી મેંદીનાં વૃક્ષો મધ્યે ઊભેલા માણસે કહ્યું, “પ્રભુએ તેમને પૃથ્વી પર જઈને તેનું નિરીક્ષણ કરવા મોકલ્યા છે.”


તેમણે મેંદીનાં વૃક્ષોની મધ્યે ઊભેલા દૂતને અહેવાલ આપ્યો: “અમે આખી દુનિયામાં ફરી વળ્યા છીએ અને જોયું છે કે આખી દુનિયા નિ:સહાય અને તાબે થયેલી છે.”


સમ્રાટ દાર્યાવેશના બીજા વર્ષમાં અગિયારમા એટલે શબાટ માસની ચોવીસમે તારીખે, પ્રભુએ મને રાતના સંદર્શનમાં એક સંદેશ આપ્યો.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તલવાર, જાગૃત થા! મારે માટે ક્મ કરનાર ઘેટાંપાળક પર હુમલો કર; તેને મારી નાખ, એટલે ઘેટાં વિખેરાઇ જશે; હું મારા લોક પર પ્રહાર કરીશ,


પ્રભુએ તેમને કહ્યું, “મારી વાત ધ્યનથી સાંભળો. જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક હોય તો હું સંદર્શનમાં તેની આગળ પ્રગટ થાઉં છું અને સ્વપ્નમાં તેની સાથે વાત કરું છું.


યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે તેણે સામે નજર કરી તો પોતાની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, અને તેના હાથમાં ઉઘાડી તલવાર હતી. યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછયું, “તું અમારા પક્ષનો છે કે અમારા શત્રુઓના પક્ષનો?”


એફેસસની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેમના જમણા હાથમાં સાત તારા છે અને જે સોનાની સાત દીવીઓની મયે છે તે આમ કહે છે:


અને મેં જોયું તો એક સફેદ ઘોડો હતો. તેની પર સવાર થયેલ વ્યક્તિના હાથમાં એક ધનુષ હતું અને તેને એક મુગટ આપવામાં આવ્યો હતો. તે વિજેતાની અદાથી જીતવા નીકળી પડયો.


એટલે બીજો લાલ રંગનો ઘોડો આવ્યો. તેના સવારને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી હતી; જેથી માણસો એકબીજાને મારી નાખે. તેને એક મોટી તલવાર આપવામાં આવી હતી.


Lean sinn:

Sanasan


Sanasan