Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમારા પૂર્વજો અને એ સંદેશવાહકો તો અત્યારે નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તમારા પૂર્વજો ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 “તમારા પિતૃઓ ક્યાં છે? અને પ્રબોધકો શું સદા જીવે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “તમારા એ પિતૃઓ આજે ક્યાં છે? અને એ પ્રબોધકો કઇં અમર થોડા જ છે?

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:5
16 Iomraidhean Croise  

સંદેશવાહક એલિશા મરણતોલ માંદો પડયો, અને તે મરવા પડયો હતો ત્યારે ઇઝરાયલનો રાજા યોઆશ તેની મુલાકાતે ગયો. તે રડતાં રડતાં બોલી ઊઠયો, “મારા પિતા, મારા પિતા, તમે તો રથો અને ઘોડેસ્વારોની સમાન ઇઝરાયલનું રક્ષણ કરનાર છો!”


એલિશા મરણ પામ્યો અને તેમણે તેને દફનાવ્યો. દર વર્ષે મોઆબીઓનાં ધાડાં ઇઝરાયલ પર ચઢી આવતાં.


અમારાં આયુષ્યનાં વર્ષો કદાચ સિત્તેર જેટલાં હોય, અથવા શક્તિને લીધે કદાપિ એંસી વર્ષ જેટલાં પણ થાય; તો પણ તે અમારે માટે મુશ્કેલી અને દુ:ખથી ભરેલાં છે; જિંદગી ઝડપથી પૂરી થાય છે અને અમે ઊડી જઈએ છીએ.


એક પેઢી આવે છે અને બીજી પેઢી જાય છે. છતાં પૃથ્વી તો સદા એવીને એવી જ રહે છે.


થોડાંક ઊંચાં સ્થળોએ ચઢતાં કે રસ્તે જતાં પણ તું બીશે. બદામડીનાં ખીલી ઊઠતાં શ્વેત ફૂલોની જેમ તારે માથે પળિયાં આવશે. તું તીડની જેમ માંડમાંડ ઢસડાતો ચાલીશ અને કેરડાં ખાવાથી ય કામેચ્છા પ્રદીપ્ત થશે નહિ. માણસ એના સાર્વકાલિક નિવાસસ્થાને પ્રસ્થાન કરશે અને વિલાપ કરનારાઓ રસ્તાઓ પર ફરતા રહેશે.


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


બીજો વીંટો લે અને યહોયાકીમ રાજાએ બાળી નાખેલા પ્રથમ વીંટામાં જે લખેલું હતું તે બધું જ તેના પર લખાવ:


અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ.


યહૂદીઓએ તેમને કહ્યું, “હવે અમે ખરેખર સમજી ગયા છીએ કે તને ભૂત વળગ્યું છે. અબ્રાહામ મરણ પામ્યો, ઈશ્વરના સંદેશવાહકો મરણ પામ્યા અને છતાં પણ તું કહે છે, ‘જો કોઈ મારા સંદેશને આધીન થશે તો તે કદી પણ મરશે નહિ?’


“પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


દરેક વ્યક્તિએ એકવાર મરવું પડે છે અને ત્યાર પછી ઈશ્વર દ્વારા તેનો ન્યાય થાય છે.


શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલીઓએ એકઠા થઈને તેને માટે શોક કર્યો. પછી તેમણે શમુએલને તેના વતન રામામાં દફનાવ્યો. દાવિદ અને અબિગાઇલ એ પછી દાવિદ પારાનના વેરાનપ્રદેશમાં ગયો.


Lean sinn:

Sanasan


Sanasan