Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:2 - પવિત્ર બાઇબલ C.L.

2 સર્વસમર્થ પ્રભુએ લોકોને આવું કહેવા ઝખાર્યાને જણાવ્યું, “હું પ્રભુ, તમારા પૂર્વજો પર ખુબ કોપાયમાન થયો હતો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હું યહોવા તમારા પૂર્વજો પર ઘણો નારાજ થયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હું યહોવાહ તમારા પિતૃઓ પર અત્યંત નારાજ થયો હતો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તું એ લોકોને કહે કે, યહોવા તમારા પિતૃઓ પર રોષે ભરાયો હતો;

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:2
24 Iomraidhean Croise  

પણ મનાશ્શા રાજાનાં કાર્યોથી યહૂદિયા પર સળગી ઊઠેલો પ્રભુનો ભારે કોપ હજી શમી ગયો નહોતો.


“આ બધું બન્યા પછી અને અમારા અપરાધ અને પાપની સજા ભોગવ્યા પછી હે અમારા ઈશ્વર, અમે જાણીએ છીએ કે અમને થવી જોઈએ એના કરતાં ઘણી થોડી શિક્ષા તમે અમને કરી છે અને આટલા લોક બચાવ્યા છે.


હે ઈશ્વર, તમે અમારો ત્યાગ કર્યો છે, અને તમે અમને છિન્‍નભિન્‍ન કરી નાખ્યા છે. તમે અમારા પર કોપાયમાન થયા છો, અને અમારાથી વિમુખ થયા છો.


પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો.


તેથી મેં મારો ભયાનક કોપ તમારા પર રેડી દીધો અને યહૂદિયાનાં નગરો અને યરુશાલેમની શેરીઓને બાળી નાખ્યાં અને તેઓ પાયમાલ અને ઉજ્જડ થઈ ગયાં અને આજે પણ એમ જ છે.”


અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ.


આથી હું તેમના પર મારો ક્રોધાગ્નિ વરસાવનાર છું અને તેમનાં આચરણના ફળરૂપે મારા ક્રોધરૂપી અગ્નિથી તેમને ભસ્મ કરનાર છું. હું પ્રભુ પરમેશ્વર બોલ્યો છું.”


તેથી હું પણ તેમની સાથે રોષપૂર્ણ વ્યવહાર કરીશ. હું તેમના પ્રત્યે દયાદષ્ટિ રાખીશ નહિ કે તેમને બચાવીશ નહિ. તેઓ મારા કાનમાં ગમે તેટલા મોટે સાદે પોકારશે તો યે હું તેમનું સાંભળીશ નહિ.”


અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું.


અને તેમનાં હૃદયો ખડક જેવાં કઠણ કર્યાં. પ્રાચીન સંદેશવાહકો દ્વારા અપાયેલ મારા શિક્ષણ પર તેમણે લક્ષ ન આપ્યું તેથી હું તેમના પર ખૂબ રોષે ભરાયો.


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તમારા પૂર્વજો મને કોપાયમાન કરતા ત્યારે હું તેમના પર જે આપત્તિ લાવવાનું વિચારતો તે વિષે મારું મન બદલતો નહિ,


શું કોઈ એવો સંદેશવાહક છે કે જેને તમારા પૂર્વજોએ સતાવ્યો ન હોય? ઘણા સમય પહેલાં ઈશ્વરના ન્યાયી સેવકના આગમન વિષે જાહેરાત કરનાર ઈશ્વરના સંદેશવાહકોને તેમણે મારી નાખ્યા. હવે તમે તે ઈશ્વરના ન્યાયી સેવકને ય દગો દઈને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan