Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:19 - પવિત્ર બાઇબલ C.L.

19 મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “આ શિંગડાંનો શો અર્થ થાય છે?” તેણે ઉત્તર આપ્યો, “એ તો યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમને વિખેરી નાખનાર દુનિયાની મહાસત્તાઓ સૂચવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “એ શું છે?” તેણે મને ઉત્તર આપ્યો, “જે શિંગડાએ યહૂદિયા, ઈઝરાયલ તથા યરુશાલેમને વિખેરી નાખ્યા છે તેઓ એ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું, “આ શું છે?” તેણે મને જવાબ આપ્યો, “આ તો યહૂદિયા, ઇઝરાયલ તથા યરુશાલેમને વેરવિખેર કરનાર શિંગડાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 એટલે મારી સાથે વાત કરી રહેલા દેવદૂતને મેં પૂછયું, “આ શું છે?” તેણે મને જવાબ આપ્યો, “એ તો યહૂદિયા, ઇસ્રાએલ અને યરૂશાલેમના લોકોને વેરવિખેર કરી નાંખનાર શિંગડાં છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:19
20 Iomraidhean Croise  

તેઓમાંથી કનાનાના પુત્ર સિંદકિયાએ લોઢાના શિંગ બનાવી આહાબને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘આના વડે તમે અરામીઓ સાથે લડીને તેમને ખતમ કરી નાખશો.”


યહૂદિયા અને બિન્યામીનના લોકોના શત્રુઓએ સાંભળ્યું કે દેશનિકાલમાંથી પાછા ફરેલા લોકો ઇઝરાયલના ઈશ્વર પ્રભુનું મંદિર ફરીથી બાંધવા લાગ્યા છે.


દેશમાં વસતા લોકોએ યહૂદીઓને મંદિર બાંધતા અટકાવવાને તેમને હેરાન પરેશાન કર્યા.


ફરીથી ઇરાનના સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળ દરમિયાન બિશ્લામ, મિથ્રદાથ, તાબએલ તથા તેમના સાથીઓએ સમ્રાટ પર પત્ર લખ્યો. પત્ર અરામી ભાષામાં લખવામાં આવ્યો હતો, અને વાંચતી વખતે તેનો અનુવાદ કરવાનો હતો.


તેથી યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તેમના સહકાર્યકરો તરત જ યરુશાલેમ આવ્યા અને તેમને પૂછપરછ કરી: “આ મંદિર અને કોટ બાંધવાની પરવાનગી તમને કોણે આપી?”


હું ગર્વિષ્ઠોને અહંકાર ન કરવા જણાવું છું, અને દુષ્ટોને કહું છું કે તમારી સત્તા વિષે ગર્વ ન કરશો.


ઈશ્વરની વિરુદ્ધ બંડ પોકારશો નહિ, અને અક્કડ ગરદનથી બોલશો નહિ.”


મોઆબની સત્તા તોડી પાડવામાં આવી છે અને તેનું બાહુબળ નષ્ટ કરવામાં આવ્યું છે. હું પ્રભુ આ બોલું છું.


અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને ઊભેલા દૂતે પોતાના બન્‍ને હાથ આકાશ તરફ ઊંચા કરીને સાર્વકાલિક ઈશ્વરના સમ ખાઈને કહ્યું, “સાડા ત્રણ વર્ષ; ઈશ્વરના લોકની સતાવણી પૂરી થાય તે પહેલાં આ બધી બાબતો બની ચૂકી હશે.”


મેં ત્યાં ઊભા રહેલાઓમાંના એકની પાસે જઈને મને આ બધાનો અર્થ સમજાવવા કહ્યું. એટલે તેણે મને અર્થ જણાવ્યો.


તમે લો-દેબાર શહેરને સર કરી લીધાની ડંફાસ મારો છો. વળી, બડાઈ હાંકો છો કે, “અમે અમારા પરાક્રમથી કરનાઈમ પર જીત મેળવી છે.”


ગરીબો પર છૂપી રીતે અત્યાચાર કરવામાં આનંદ માનનારા લોકોની જેમ, તેના સૈન્યે અમને વેરવિખેર કરી નાખવા અમારા પર પ્રચંડ હુમલો કર્યો. ત્યારે તમે તેના સેનાપતિને તમારા બાણથી વીંધી નાખ્યો.


બીજા એક સંદર્શનમાં મેં ચાર શિંગડાં જોયાં.


મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?” તેમણે જવાબ આપ્યો, “તેઓ તો યહૂદિયાના પ્રદેશને કચડી નાખનાર અને તેના લોકોને વિખેરી નાખનાર પ્રજાઓને ગભરાવી દેવા અને તેમને ઉથલાવી પાડવા આવ્યા છે.


મેં પૂછયું, “મહાશય, આ ઘોડાઓનો શો અર્થ છે?” તેણે જવાબ આપ્યો, “તેનો શો અર્થ થાય છે તે હું તને બતાવીશ.”


મેં પૂછયું, “તું ક્યાં જાય છે?” તેણે જવાબ આપ્યો, “યરુશાલેમની લંબાઈ અને પહોળાઈ કેટલી છે તે જાણવા તેનું માપ લેવા જઉં છું.”


સર્વસમર્થ પ્રભુ કહે છે, “તમારા પૂર્વજો મને કોપાયમાન કરતા ત્યારે હું તેમના પર જે આપત્તિ લાવવાનું વિચારતો તે વિષે મારું મન બદલતો નહિ,


Lean sinn:

Sanasan


Sanasan