Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:15 - પવિત્ર બાઇબલ C.L.

15 અને સુખચેન તથા શાંતિ ભોગવતી પ્રજાઓ પર હું કોપાયમાન થયો છું; કારણ, જ્યારે હું મારા લોક પરથી મારો રોષ અટકાવી રહ્યો હતો, ત્યારે તેમણે મારા લોકને દારુણ દુ:ખ દીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 જે પ્રજાઓ આરામ ભોગવે છે તેમના પર હું અતિશય નારાજ થયો છું, કેમ કે હું માત્ર સહેજ નાખુશ હતો, પણ તેઓએ વિપત્તિમાં વૃદ્ધિ કરી.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જે પ્રજાઓ આરામ ભોગવે છે તેઓના પર હું ઘણો કોપાયમાન થયો છું; કેમ કે હું તેઓનાથી થોડો નાખુશ થયો હતો પણ તેઓએ દુઃખમાં વૃદ્ધિ કરી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું, મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:15
28 Iomraidhean Croise  

નાશથી નાસી છૂટવાનો મારો માર્ગ તેઓ રૂંધે છે. તેઓ હુમલો કરે છે પણ કોઈ તેમને રોકનાર નથી.


ધનવાનોનો ઉપહાસ અને ગર્વિષ્ઠોનો તિરસ્કાર વેઠી વેઠીને અમારા પ્રાણ તદ્દન ત્રાસી ગયા છે.


હે પ્રભુ, યરુશાલેમના પતનના દિવસે અદોમીઓએ જે કર્યું તેનું સ્મરણ કરી તેમને સજા કરો. તેઓ વારંવાર કહેતા હતા, “પાડી નાખો, પાડી નાખો, યરુશાલેમને પાયા સુદ્ધાં ધરાશાયી કરો.”


કારણ, જેને તમે શિક્ષા કરી છે, તેના પર તેઓ જુલમ કરે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે, તેની પીડા વિષે તેઓ ખુશ થઈને ગુસપુસ વાતો કરે છે.


મારા ક્રોધાવેશમાં હું તારાથી ક્ષણભર વિમુખ થયો હતો પણ હું અવિરત પ્રેમથી તારા પર કરુણા દાખવીશ.” તારો ઉદ્ધાર કરનાર પ્રભુ એવું કહે છે.


તો પણ તમારો ભક્ષ કરનારા પોતે જ ભક્ષ થઈ પડશે, અને તમારા બધા શત્રુઓ દેશનિકાલ પામશે. તમારા પર જુલમ કરનારા જુલમનો ભોગ બનશે, અને તમને લૂંટી લેનારા લૂંટાઈ જશે.


સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહે છે, “ઇઝરાયલ અને યહૂદિયાના લોકો પર જુલમ ગુજારવામાં આવ્યો છે. તેમને કેદ કરીને લઈ જનારા તેમની ચોકી કરે છે અને તેમને છટકવા દેતા નથી.”


પ્રભુ કહે છે, “છતાં સિયોનમાં આચરેલા અત્યાચારો માટે હું બેબિલોન અને તેના લોકો પાસેથી તમારી આંખો સામે બદલો લઈશ.


“હે મનુષ્યપુત્ર, તૂર નગરના લોકો આનંદમાં આવી જઈને યરુશાલેમ નગર વિષે બોલી ઊઠયા છે કે ‘આહાહા, પ્રજાઓના પ્રવેશદ્વાર સમું યરુશાલેમ ભાંગી પડયું છે! એનો વેપારધંધો પડી ભાગ્યો છે. તે હવે કદી અમારું હરીફ બની શકશે નહિ.’


ઓ સિયોનમાં એશઆરામ ભોગવનારા અને સમરૂનના પર્વત પર નિર્ભયપણે રહેનારાઓ, તમે તો મહાન ઇઝરાયલી પ્રજાના અગ્રગણ્ય આગેવાનો છો અને લોકો તમારી પાસે મદદ માટે આવે છે, પણ તમારી કેવી દુર્દશા થશે!


તમે તમારા રોષમાં પૃથ્વીને ખૂંદી વળો છો, અને ગુસ્સામાં પ્રજાઓને કચડી નાખો છો.


તેમણે મેંદીનાં વૃક્ષોની મધ્યે ઊભેલા દૂતને અહેવાલ આપ્યો: “અમે આખી દુનિયામાં ફરી વળ્યા છીએ અને જોયું છે કે આખી દુનિયા નિ:સહાય અને તાબે થયેલી છે.”


સર્વસમર્થ પ્રભુએ લોકોને આવું કહેવા ઝખાર્યાને જણાવ્યું, “હું પ્રભુ, તમારા પૂર્વજો પર ખુબ કોપાયમાન થયો હતો,


યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરનાર સર્વ પ્રજાઓ પર પ્રભુ ભયંકર રોગચાળો મોકલશે. તેમના જીવતાજીવ તેમનું માંસ સડી જશે. તેમની આંખો અને જીભ સડી જશે.


પછી દૂતે મને બૂમ પાડીને કહ્યું, “બેબિલોન તરફ ગયેલા ઘોડાઓએ પ્રભુનો રોષ શમાવી દીધો છે.”


Lean sinn:

Sanasan


Sanasan