Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 પછી દૂતે કહ્યું, “સર્વસમર્થ પ્રભુ, તમે આ સત્તર વર્ષથી યરુશાલેમ અને યહૂદિયાનાં નગરો પર કોપાયમાન થયા છો. તેમના પર દયા દર્શાવવાને હજી કેટલો સમય લાગશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો, “હે સૈન્યોના [ઇશ્વર] યહોવા, યરુશાલેમનાં તથા યહૂદિયાનાં નગરો કે, જેઓના ઉપર આ સિત્તેર વરસથી તમે કોપાયમાન રહ્યા છો, તેઓના પર તમે ક્યાં સુધી દયા નહિ કરો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ત્યારે યહોવાહના દૂતે જવાબ આપ્યો કે, “હે સૈન્યોના યહોવાહ, તમે યરુશાલેમ તથા યહૂદિયાના નગરો ઉપર આ સિત્તેર વર્ષથી રોષે ભરાયેલા છો, અને ક્યાં સુધી, તમે તેમના પર દયા નહિ કરો?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 ત્યારે યહોવાનો દેવદૂત બોલ્યો, “હે સૈન્યોનો દેવ યહોવા, સિત્તેર વર્ષથી તમે યરૂશાલેમ અને યહૂદિયાના શહેરો ઉપર રોષે ભરાયેલા છો. ક્યાં સુધી તમે એમના પર દયા નહિ કરો?”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:12
24 Iomraidhean Croise  

અને એમ પ્રભુએ યર્મિયા સંદેશવાહક દ્વારા ભાખેલું ભવિષ્ય પૂરું થયું: “દેશ માટે પાળવામાં નહિ આવેલ સાબ્બાથોની સરભર કરવા માટે દેશ સિત્તેર વર્ષ ઉજ્જડ રહીને તેટલો વિશ્રામ ભોગવશે.”


તમે સિયોન પર દયા દાખવવા ઊભા થશો; તેના પર કરુણા કરવાનો સમય, એટલે નિર્ધારિત સમય આવી પહોંચ્યો છે.


હે ઈશ્વર, મારો દોષ તમારાથી છુપાયેલો નથી, અને તમે મારી મૂર્ખતા જાણો છો.


હે ઈશ્વર, વેરીઓ ક્યાં સુધી તમારો ઉપહાસ કરશે? શું તેઓ સદા તમારા નામની નિંદા કરશે?


હે પ્રભુ, ક્યાં સુધી તમે અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો આવેશ અગ્નિની જેમ સળગ્યા જ કરશે?


ઘા કરવાનો સમય અને સાજા કરવાનો સમય, તોડવાનો સમય અને બાંધવાનો સમય,


હું મારા લોક પર રોષે ભરાયો હતો અને મેં મારી એ સંપત્તિરૂપ પ્રજાને અપમાનિત કરી હતી. મેં તેમને તમારા હાથમાં સોંપ્યા હતા અને તમે તેમના પર લગારે ય દયા દાખવી નહિ. વયોવૃદ્ધ માણસો પર પણ તમે ભારે ઝૂંસરી લાદી.


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


ક્યાં સુધી અમારો દેશ સૂકોભઠ રહેતાં ગમગીન રહેશે, અને બધાં ખેતરોનું ઘાસ ચીમળાઈ જશે? પ્રાણીઓ અને પક્ષીઓ નષ્ટ થઈ રહ્યાં છે, કારણ, આ દેશના લોકો દુષ્ટ છે. તેઓ કહે છે કે, ‘અમે શું કરીએ છીએ એ ઈશ્વર ક્યાં જુએ છે?’


આનંદકિલ્લોલ કરતી ટોળકી સાથે હું મજા માણવા બેઠો નથી, હું તો એકલો જ બેઠો; કારણ, તમે મને તમારા હાથથી જકડી રાખ્યો, અને તેમના પ્રત્યેના તમારા રોષે ભરાયો હતો.


પ્રભુ આ પ્રમાણે કહે છે, બેબિલોનનાં સિત્તેર વર્ષ પૂરાં થયા પછી જ હું તમારી ખબર લઈશ અને તમને આ સ્થળે પાછા લાવવાનું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ.


પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.


તેમનામાંના એક દૂતે અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરીને નદીના ઉપરવાસમાં ઊભેલા બીજા દૂતને પૂછયું, “આ અદ્‍ભુત બાબતોનો અંત આવતાં કેટલો સમય લાગશે?”


તેના રાજ્યકાળના પ્રથમ વર્ષે હું ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરતો હતો અને પ્રભુએ યર્મિયા સંદેશવાહકને જણાવ્યું હતું તે પ્રમાણે યરુશાલેમ સિત્તેર વર્ષ સુધી ખંડિયેર હાલતમાં રહેશે એ વિષે વિચારતો હતો.


હે પ્રભુ, તમે મારું સાભળો અને જોરજુલમથી અમારો બચાવ કરો. તે માટે મારે તમને ક્યાં સુધી મદદને માટે પોકાર કર્યા કરવો?


પ્રભુના એક દૂતને મેં લાલ ઘોડા પર સવાર થયેલો જોયો. તે ખીણમાંના કેટલાંક મેંદીનાં વૃક્ષો મધ્યે રોક્યો હતો, અને તેની પાછળ બીજા ઘોડા પણ હતા - લાલ, કાબરચીતરા અને સફેદ.


તેથી જેઓ તેમના દ્વારા ઈશ્વર પાસે આવે છે તેમનો પૂરેપૂરો ઉદ્ધાર કરવાને તે હરહંમેશ શક્તિમાન છે. કારણ, એવા લોકો માટે ઈશ્વર સમક્ષ મયસ્થી કરવા તે સર્વકાળ જીવે છે.


તેમણે મોટે સાદે પોકાર્યું, “સર્વસમર્થ, પવિત્ર અને સત્ય પ્રભુ! અમારો વધ કરનાર પૃથ્વીના લોકોનો ન્યાય કરવામાં અને બદલો વાળવામાં ક્યાં સુધી વિલંબ કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan