Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 2:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ટીકા ન થાય તેવા યોગ્ય શબ્દો વાપર, જેથી દુશ્મનો તારી વિરુદ્ધ કહેવાનું કંઈ ન મળવાથી શરમાઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય, એવી ખરી વાતનો ઉપદેશ કર; જેથી જેઓ વિરુદ્ધના હોય તેઓને આપણા વિષે કંઈ ભૂંડું બોલવાનું [નિમિત્ત] ન મળવાથી તેઓ શરમાઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 અને જેમાં કંઈ પણ દોષ કાઢી ન શકાય એવી ખરી વાતો બોલ; કે જેથી આપણા વિરોધીઓને આપણે વિષે ખરાબ બોલવાનું કંઈ કારણ ન મળવાથી તેઓ શરમિંદા થઈ જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 અને જ્યારે તું બોલે, ત્યારે સત્ય જ ઉચ્ચારજે જેથી કરીને તારી ટીકા ન થાય. તે પછી તો તારો દુશ્મન શરમાઈ જશે કેમ કે આપણી વિરૂદ્ધ ખરાબ કહેવાનું એની પાસે કંઈ પણ હશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 2:8
15 Iomraidhean Croise  

પછી મેં કહ્યું, “આ તમે બહુ જ ખોટું કરો છો. તમારે તો ઈશ્વરથી ડરીને સદાચારથી વર્તવું જોઈએ. એવું કરશો તો તમે આપણા બિનયહૂદી શત્રુઓને આપણી નિંદા કરવાનું નિમિત્ત આપશો નહિ.


તો હવે પ્રભુના સંદેશથી ધ્રૂજનારા, તમે તેમનો સંદેશ સાંભળો: “તમારો તિરસ્કાર અને બહિષ્કાર કરનાર તમારા જાતભાઈઓ તમારે વિષે આવું કહે છે: ‘પ્રભુ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમને આનંદિત થયેલા જોઈએ.’ પણ તેઓ પોતે જ લજવાશે.”


તેથી ઈસુએ કહ્યું, “જે રોમન સમ્રાટનું છે, તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે, તે ઈશ્વરને ભરી દો.” એ સાંભળીને તેઓ આભા જ બની ગયા.


નિયમશાસ્ત્રનો એક શિક્ષક એ ચર્ચા સાંભળતો હતો. તેણે જોયું કે ઈસુએ સાદુકીઓને યોગ્ય જવાબ આપ્યો, તેથી તે તેમની પાસે બીજો એક પ્રશ્ર્ન લઈ આવ્યો, “બધી આજ્ઞાઓમાં સૌથી અગત્યની કઈ?”


નિયમશાસ્ત્રના શિક્ષકે ઈસુને કહ્યું, “વાહ, ગુરુજી, તમે કહો છો એ સાચું છે કે, એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે અને તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


ઈસુએ જોયું કે તેણે સમજણપૂર્વક જવાબ આપ્યો છે તેથી તેમણે તેને કહ્યું, “તું ઈશ્વરના રાજથી દૂર નથી.” એ પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્ર્નો પૂછવાની હિંમત કરી નહિ.


તેમના જવાબોથી તેમના શત્રુઓ શરમિંદા થઈ ગયા, જ્યારે બધા લોકો ઈસુનાં અદ્‍ભુત કાર્યો પર ખુશ થઈ ગયા.


તમારામાંના કેટલાક આ પત્રમાં જણાવેલી સૂચના માનશે નહિ. જો તેમ બને તો તમે તેવાની સાથે કોઈ જાતનો વ્યવહાર રાખશો નહિ, જેથી તેઓ શરમાઈ જાય.


આથી જુવાન વિધવાઓ લગ્ન કરે, તેમને બાળકો થાય અને ઘરની સંભાળ રાખે તેવું હું ઇચ્છું છું. જેથી આપણા દુશ્મનો આપણું ભૂંડું બોલી શકે નહિ.


જે કોઈ જુદા પ્રકારનો સિદ્ધાંત શીખવે છે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સત્ય વચનો તથા ધર્મ શિક્ષણ સાથે સંમત થતો નથી,


આપણા લોકોએ સારાં કાર્યો પાછળ પોતાનો સમય આપવાનું અને યોગ્ય જરૂરિયાત પૂરી પાડવાનું શીખવું જોઈએ. તેમણે નિરુપયોગી જીવન જીવવું ન જોઈએ.


વિદેશીઓ તમારા પર દુરાચરણનો ખોટો દોષ મૂક્તા હોય તોયે તેમની વચમાં તમારી વર્તણૂક યથાયોગ્ય રાખો. જેથી પ્રભુ ન્યાય કરવા આવે તે દિવસે તેઓ તમારાં સારાં કાર્યોને લીધે ઈશ્વરની સ્તુતિ કરે.


કારણ, તમારાં સારાં કાર્યોની મારફતે મૂર્ખ માણસોની અજ્ઞાનભરી વાતો તમે બંધ પાડો એવી ઈશ્વરની ઇચ્છા છે.


તમારી પ્રેરકબુદ્ધિ શુદ્ધ રાખો, જેથી તમારી નિંદા થાય અને ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તમારી સારી વર્તણૂક વિષે ભૂંડું બોલાય ત્યારે તેવું બોલનારા શરમાઈ જાય.


Lean sinn:

Sanasan


Sanasan