તિતસને પત્ર 2:12 - પવિત્ર બાઇબલ C.L.12 આ કૃપા અધર્મી જીવન અને દુન્યવી વાસનાઓને ત્યજી દેવાનું અને આ દુનિયામાં સંયમી, સીધું અને પવિત્ર જીવન જીવવાનું શીખવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેથી આપણને એવું શિક્ષણ મળે છે કે, અધર્મ તથા વિષયવાસનાનો ત્યાગ કરીને હાલના જમાનામાં ઠાવકાઈથી, પ્રામાણિકપણે તથા ભક્તિભાવ રાખીને વર્તવું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે કૃપા આપણને શીખવે છે કે, અધર્મ તથા જગિક વાસનાઓનો ત્યાગ કરીને વર્તમાન જમાનામાં આત્મસંયમી, ન્યાયીપણા તથા ભક્તિભાવથી વર્તવું; Faic an caibideilપવિત્ર બાઈબલ12 તે કૃપા આપણને શીખવે છે કે દેવથી વિમુખ જીવન જીવવું ન જોઈએ અને દુનિયા આપણી પાસે ખોટાં કામો કરાવવા માગતી હોય તે ન કરવાં જોઈએ. તે કૃપા આપણને હવે શાણપણથી અને સાચા માર્ગે પૃથ્વી પર રહેવાનો ઉપદેશ આપે છે-જીવવાની એવી રીત કે જે બતાવે કે આપણે દેવની સેવા કરીએ છીએ. Faic an caibideil |
પણ તમારા પર તો ખ્રિસ્તે પોતાનો પવિત્ર આત્મા રેડી દીધો છે. જ્યાં સુધી તેમનો પવિત્ર આત્મા તમારામાં વાસો કરે છે ત્યાં સુધી તમારે બીજા કોઈ શિક્ષકની જરૂર નથી. કારણ, તેમનો પવિત્ર આત્મા તમને સર્વ બાબતો શીખવે છે અને તેનું શિક્ષણ જૂઠું નથી પણ સાચું છે. આથી પવિત્ર આત્માના શિક્ષણને આધીન થાઓ અને ખ્રિસ્તમાં રહો.