Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 તે પરોણાગત કરનાર અને બીજાનું ભલું ઇચ્છનાર હોવો જોઈએ. તે સંયમી, ન્યાયી, પવિત્ર અને શિસ્તમય જીવન જીવનારો હોવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પણ પરોણાગત કરનાર, સત્કર્મોનો પ્રેમી, ઠરેલ, ન્યાયી, પવિત્ર તથા સંયમી,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પણ તેણે આગતા-સ્વાગતા કરનાર, સત્કર્મનો પ્રેમી, સ્પષ્ટ વિચારનાર, ન્યાયી, પવિત્ર, આત્મસંયમી

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 વડીલ તો એવો હોવો જોઈએ કે જે લોકોને પોતાના ઘરમાં આવકારવા અને તેઓને મદદ કરવા હંમેશા આતુર હોય. જે કંઈ સત્કર્મ હોય તેનો તે ચાહક હોવો જોઈએ. તે વિવેકબુદ્ધિ ઘરાવતો હોવો જોઈએ. તેણે ન્યાયી જીવન જીવવું જોઈએ. તે પવિત્ર જ હોવો જોઈએ, તે પોતાની જાત પર અંકુશ રાખી શકતો હોવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:8
17 Iomraidhean Croise  

તૂરનો રાજા હીરામ દાવિદનો હંમેશનો મિત્ર હતો અને શલોમોન તેના પિતા દાવિદની જગ્યાએ રાજા બન્યો છે એવું સાંળીને હીરામે તેની પાસે પોતાના એલચીઓ મોકલ્યા.


શલોમોનનો સંદેશો મળતા હીરામ ખૂબ ખુશ થઈને બોલ્યો, “આ મહાન પ્રજા પર રાજ્ય કરવાને પ્રભુએ દાવિદને આવો જ્ઞાની પુત્ર આપ્યો છે તે માટે તેમની સ્તુતિ થાઓ!”


એક સમયે હું જેમને સમર્થ માનતો એવા અન્ય દેવોની ઉપાસનામાં હરખાતો હતો;


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


યરુશાલેમમાં શિમયોન નામે એક ભલો અને ઈશ્વરની બીક રાખનાર માણસ રહેતો હતો. તે ઇઝરાયલના ઉદ્ધારની રાહ જોતો હતો.


પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલીક્ષ ગભરાયો અને કહ્યું, “તું હવે જા. મને તક મળ્યેથી હું તને ફરી બોલાવીશ.”


તમે પોતે તેમ જ ઈશ્વર પણ અમારા સાક્ષી છે કે તમ વિશ્વાસ કરનારાઓ પ્રત્યે અમારું વર્તન પવિત્ર, નિખાલસ અને નિર્દોષ હતું.


અયક્ષ તો નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. વળી, તે સંયમી, સમજદાર, વ્યવસ્થિત રહેનાર, અજાણ્યાનો સત્કાર કરનાર, સમર્થ શિક્ષક,


જો જે, તું જુવાન છે તેથી કોઈ તારો તિરસ્કાર ન કરે. પણ તારે વાણી, વર્તન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્રતામાં વિશ્વાસીઓને નમૂનારૂપ બનવું.


પણ ઈશ્વરભક્ત તરીકે તારે આ બધી બાબતોથી દૂર રહેવું. સદાચાર, ભક્તિ, વિશ્વાસ, પ્રેમ, સહનશીલતા અને નમ્રતા પ્રાપ્ત કરવા તારે પ્રયત્નશીલ રહેવું.


યૌવનની વાસનાથી દૂર રહે. શુદ્ધ દયથી પ્રભુની મદદ માગનારાઓ સાથે સદાચાર, વિશ્વાસ, પ્રેમ અને શાંતિ પ્રાપ્ત કરવાનો હેતુ રાખ.


વળી, દયાહીન, વૈરભાવી, અફવા ફેલાવનાર, અસંયમી, ઘાતકી અને સત્યનો નકાર કરનાર હશે.


સારાં કાર્યો કરવામાં તું જાતે જ નમૂનારૂપ બનજે. તારા શિક્ષણમાં પ્રામાણિક અને ગંભીર બન.


આપણે આપણા ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ તે પરથી આપણને ખબર છે કે આપણે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ. જે કોઈ પ્રેમ કરતો નથી તે હજી મરણમાં જ છે.


ઈસુ એ જ મસીહ છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે તે ઈશ્વરનું સંતાન છે. જે કોઈ પિતા પર પ્રેમ રાખે છે તે પિતાનાં અન્ય સંતાન પર પણ પ્રેમ રાખે છે.


શાઉલ અને દાવિદની વાતચીત પૂરી થઈ, એ પછી શાઉલનો પુત્ર યોનાથાન દાવિદ સાથે એકદિલ થઈ ગયો અને તે દાવિદ પર પોતાની જાત જેટલો જ પ્રેમ કરવા લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan