Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 અને યોગ્ય સમયે તેમના સંદેશા મારફતે તે પ્રગટ કર્યું છે. મને આ સંદેશ સોંપવામાં આવેલો છે. આપણા ઉદ્ધારક ઈશ્વરની આજ્ઞા મળી હોવાથી હું તે જાહેર કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 યોગ્ય સમયે [ઈશ્વરે] સુવાર્તાદ્વારા પોતાનું વચન પ્રગટ કર્યું. આપણા તારનાર ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એ સુવાર્તા [પ્રસિદ્ધ કરવાનું કામ] મને સોંપવામાં આવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 નિર્ધારિત સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનો સંદેશ પ્રગટ કર્યો; આપણા ઉદ્ધારકર્તા ઈશ્વરની આજ્ઞા પ્રમાણે તે સુવાર્તા પ્રગટ કરવાનું કામ મને સુપ્રત કરાયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 યોગ્ય સમયે દેવે એવા જીવન વિષે જગતને જાણવા દીધું. દેવે સુવાર્તા દ્વારા દુનિયાને એ વાત જણાવી. એ કાર્ય માટે દેવે મારામાં વિશ્વાસ મૂક્યો. આપણા તારનાર દેવે મને આજ્ઞા આપી તેથી એ બધી બાબતોનો મેં ઉપદેશ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:3
39 Iomraidhean Croise  

ઈશ્વર મારા ઉદ્ધારક છે. હું તેમના પર વિશ્વાસ રાખીશ અને બીશ નહિ. યાહ મારું સામર્થ્ય અને સ્તોત્ર છે. તે મારા ઉદ્ધારક બન્યા છે.”


આવો, તમારો દાવો રજૂ કરો, ભેગા મળીને મસલત કરો અને જણાવો કે પ્રાચીન સમયથી કોણે એના વિષે ભવિષ્ય ભાખ્યું હતું? કોણે એની અગાઉથી જાહેરાત કરી હતી? શું મેં પ્રભુએ એમ કર્યું નથી? અલબત્ત, મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. હું ન્યાયી ઈશ્વર છું; હું જ ત્રાતા છું. બીજો કોઈ નથી.


ત્યાર પછી બન્‍ને રાજાઓ એક મેજ પર સાથે જમવા બેસશે. પણ તેમના ઇરાદા દુષ્ટ હશે. તેઓ એકબીજાને જુઠ્ઠું કહેશે, પણ તેમની ઇચ્છા પૂરી થશે નહિ, કારણ, તે માટેનો સમય હજુ આવ્યો નહિ હોય.


“એ ચાર રાજ્યોના અંતના સમયે અને જ્યારે તેમની દુષ્ટતાને લીધે તેમને શિક્ષા થશે ત્યારે ગર્વિષ્ઠ, ડરામણો અને કપટી રાજા ઊભો થશે.


“તારા લોક તથા તારા પવિત્ર શહેરને પાપ અને દુષ્ટતાથી દૂર કરવાની ઈશ્વરની મુદ્દત સાતગણા સિત્તેર વર્ષની છે. પાપ માફ કરવામાં આવશે અને સાર્વકાલિક ન્યાય સ્થાપન કરાશે એટલે દર્શન અને ભવિષ્યકથન સાચાં પડશે અને પવિત્ર મંદિરની પુન:સ્થાપના કરાશે.


નોંધી લે કારણ, એનો સમય પાકશે જ. એ બનવાનું છે, પણ એ પૂર્ણ થવાનો સમય ઝડપથી આવી રહ્યો છે, અને એ પ્રક્ટીકરણ સાચું પડવાનું છે. કદાચ એ જાણે પૂરું થવામાં વિલંબ થતો હોય તેમ જણાય તોય તેની રાહ જો. એ પૂર્ણ થશે જ અને એમાં વિલંબ થશે જ નહિ.”


તેમણે કહ્યું, “સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.”


પણ અંત આવે તે પહેલાં પ્રથમ બધી પ્રજાઓમાં શુભસંદેશનો પ્રચાર થવો જ જોઈએ.


તેમણે તેમને કહ્યું, “આખી દુનિયામાં જાઓ, અને સમસ્ત માનવજાતને શુભસંદેશનો પ્રચાર કરો.


ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે.


“સૌના પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્તની મારફતે શાંતિનો શુભસંદેશ જાહેર કરીને પોતાના ઇઝરાયલી લોકોને ઈશ્વરે જે સંદેશો આપ્યો તેની તમને ખબર છે.


એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.


તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.


આપણે ઈશ્વરને મહિમા આપીએ; કારણ, તે તમને વિશ્વાસમાં દૃઢ રાખવાને સમર્થ છે. મેં તમને ઈસુ ખ્રિસ્ત સંબંધીનો શુભસંદેશ પ્રગટ કર્યો છે. વળી, અનાદિકાળથી ગુપ્ત રાખવામાં આવેલો ઈશ્વરનો માર્ગ મેં તમને જણાવ્યો છે. એ માટે ઈશ્વરની સ્તુતિ થાઓ.


સંદેશવાહકોનાં લખાણો દ્વારા તે માર્મિક સત્ય અત્યારે ખુલ્લું થયું છે. બધી પ્રજાઓ શુભસંદેશ ઉપર વિશ્વાસ કરી તેને આધીન થાય, તે માટે સનાતન ઈશ્વરની આજ્ઞાથી તે તમને જણાવવામાં આવ્યું છે.


આપણે હજી લાચાર હતા, ત્યારે ઈશ્વરે ઠરાવેલા સમયે ખ્રિસ્ત અધર્મીઓને માટે મરણ પામ્યા.


જો હું મારું કાર્ય સ્વેચ્છાએ કરતો હોઉં, તો હું વેતનની આશા રાખું. પણ હું તો આ કાર્ય એક ફરજ સમજીને કરું છું. કારણ, મને આ કાર્ય ઈશ્વરે સોંપ્યું છે.


પણ નિયત સમયે ઈશ્વરે પોતાના પુત્રને મોકલ્યા. તે સ્ત્રીથી જનમ્યા, અને યહૂદી તરીકે જનમ્યા હોવાથી નિયમશાસ્ત્ર પ્રમાણે જીવન જીવ્યા;


ઈશ્વરનો હેતુ ખ્રિસ્ત અગ્રસ્થાને હોય એ રીતે સ્વર્ગ અને પૃથ્વી પરના સર્વ સર્જનને એક કરવાનો છે; એ હેતુ તે યોગ્ય સમયે પરિપૂર્ણ કરશે.


આમ, ખ્રિસ્તે આવીને તમ બિનયહૂદીઓ, જેઓ ઈશ્વરથી ઘણા દૂર હતા; અને યહૂદીઓ, જેઓ ઈશ્વરની નજદીક હતા, એ સૌને શુભસંદેશનો પ્રચાર કર્યો છે.


હું ખ્રિસ્તનો સેવક હોવાથી જેલમાં છું. એ વાત મહેલના આખા રક્ષકદળમાં અને અહીંના બીજા સૌ લોકોમાં જાહેર થઈ ગઈ છે.


અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું.


તમે પ્રથમ ઈશ્વરની કૃપા વિષે સાંભળ્યું અને તેની સત્યતા વિષે જાણ્યું એ દિવસથી તમારામાં જેમ બની રહ્યું છે તેમ જ શુભસંદેશ આશિષો લાવે છે અને સમગ્ર દુનિયામાં ફેલાય છે.


એને બદલે, ઈશ્વર અમારી મારફતે જે જણાવવા માગે છે તે જ અમે જણાવીએ છીએ. કારણ, તેમણે અમને પસંદ કરીને શુભસંદેશ જાહેર કરવાનું કાર્ય સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માગતા નથી. પણ અમારા ઈરાદા પારખનાર ઈશ્વરને અમે પ્રસન્‍ન કરીએ છીએ.


ઈશ્વર આપણા ઉદ્ધારક અને ઈસુ ખ્રિસ્ત જે આપણી આશા છે તેમની આજ્ઞાથી ઈસુ ખ્રિસ્તના પ્રેષિત થએલા પાઉલ તરફથી વિશ્વાસમાં મારા સાચા પુત્ર તિમોથીને શુભેચ્છા.


આ સાચું શિક્ષણ સ્તુત્ય ઈશ્વરના ગૌરવવંતા શુભસંદેશ પ્રમાણે છે અને એ શુભસંદેશ મને જાહેર કરવાનું જણાવાયું છે.


એમ કરવું તે ઉત્તમ છે અને આપણા ઉદ્ધારર્ક્તા ઈશ્વરને તે ગમે છે.


એ જ કારણથી અમે ઝઝૂમીએ છીએ અને સખત પરિશ્રમ કરીએ છીએ. કારણ, અમે અમારી આશા જીવંત ઈશ્વર પર રાખેલી છે. તે બધા માણસોના અને વિશેષ કરીને વિશ્વાસ કરનારાઓના ઉદ્ધારક છે.


પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું; જેથી સંદેશો સાંભળનાર બિનયહૂદીઓને મેં સંદેશાની સંપૂર્ણ વાતો જણાવી.


કે તેમની વસ્તુઓ ચોરી લેવી નહિ. એના કરતાં ગુલામ તરીકે તેઓ હંમેશાં સારા અને વિશ્વાસુ છે તેમ બતાવવું. આમ, તેમણે તેમનાં કાર્યોની મારફતે આપણા ઉદ્ધારક ઈશ્વર વિષેના શિક્ષણને દીપાવવું.


આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ.


પછી વાદળ પર બિરાજનારે પોતાનું દાતરડું ચલાવ્યું અને પૃથ્વીની ફસલ લણાઈ ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan