Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




તિતસને પત્ર 1:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેમના જ એક સંદેશવાહકે કહ્યું છે: “ક્રીતના લોકો તો જુઠ્ઠા, ઘાતકી, આળસુ અને ખાઉધરા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓમાંના કોઈએક પ્રબોધકે કહ્યું છે: “ક્રીતીઓ સદા જૂઠા, જંગલી પશુઓ [જેવા] , આળસુ પેટભરા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓમાંના એક પ્રબોધકે કહ્યું છે કે, ‘ક્રીતી લોકો સદા જૂઠા, જંગલી પશુઓ સમાન, આળસુ ખાઉધરાઓ છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એમના જ ક્રીત ટાપુના તેઓના પોતાના પ્રબોધકોમાંના એકે આમ કહ્યું પણ છે કે, “ક્રીતના લોકો તો હંમેશા જૂઠું બોલનારા હોય છે, તેઓ જંગલી પશુઓ જેવા અને આળસુ છે કે જેઓ ખાવા સિવાય બીજું કંઈ કરતા નથી.”

Faic an caibideil Dèan lethbhreac




તિતસને પત્ર 1:12
12 Iomraidhean Croise  

જેમ કોઈકે કહ્યું છે તેમ, ‘તેમનામાં આપણે જીવીએ છીએ, હરીએફરીએ છીએ અને આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ.’ વળી, તમારા કવિઓમાંથી જ કોઈકે કહ્યું છે, ‘આપણે તેમનાં જ સંતાનો છીએ.’


આપણામાંના કેટલાક રોમમાંથી આવેલા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનાર બિનયહૂદીઓમાંના છે; આપણામાંના કેટલાક ક્રીત અને અરબસ્તાનના છે અને છતાં આપણે બધા તેમને આપણી પોતપોતાની ભાષામાં ઈશ્વરે કરેલાં મહાન કાર્યો વિષે બોલતાં સાંભળીએ છીએ.”


એ બંદર શિયાળો ગાળવા માટે સારું ન હતું, અને તેથી મોટા ભાગના માણસો, શકાય હોય તો, સમુદ્રમાં મુસાફરી કરીને ફોનીક્સ પહોંચવાનો પ્રયત્ન કરવાની તરફેણમાં હતા. ફોનીક્સ તો નૈઋત્ય અને વાયવ્ય દિશાની સામે આવેલું ક્રીતનું બંદર છે, અને તેઓ ત્યાં શિયાળો ગાળી શકે તેમ હતું.


દક્ષિણમાંથી મંદ મંદ પવન વાવા લાગ્યો, અને માણસોને લાગ્યું કે તેમની યોજના પાર પડશે: તેથી તેમણે લંગર ઉઠાવ્યું અને વહાણ ક્રીતના કિનારે કિનારે શકાય તેટલે નજીકથી હંકાર્યું.


ઘણા દિવસો સુધી પવન સામો હોવાથી અમે ધીરે ધીરે હંકારતા રહ્યા અને છેવટે મહા મુશ્કેલીએ કનીદસ નગરની નજીક પહોંચ્યા. પવનને કારણે અમે એ દિશામાં આગળ જઈ શકીએ તેમ ન હતું. તેથી અમે ક્રીત ટાપુને કિનારે કિનારે સાલ્મોનેની ભૂશિર આગળ થઈને વહાણ હંકાર્યું.


જેઓ આવાં કાર્યો કરે છે, તેઓ ખ્રિસ્ત આપણા પ્રભુની સેવા કરતા નથી. પણ પોતાના પેટની પૂજા કરે છે તથા મીઠી મીઠી વાતો અને ખુશામતથી ભોળા લોકોનાં મન ભમાવે છે.


તેઓ તેમના અંતિમ વિનાશ પ્રતિ ધસી રહ્યા છે. કારણ, પોતાની શારીરિક ઇચ્છાઓની પરિપૂર્તિ એ જ તેમનો દેવ છે. જેને માટે તેમને શરમ આવવી જોઈએ તે બાબતોમાં તેઓ અભિમાન કરે છે, અને આ દુનિયાનાં વાનાંમાં જ તેમનું ચિત્ત ચોંટેલું છે.


આ શિક્ષણ જૂઠા માણસોની છેતરપિંડીથી ફેલાય છે. લોખંડના ગરમ સળિયાથી ડામ દેવામાં આવ્યો હોય તેમ તેમની પ્રેરકબુદ્ધિ મરેલી છે.


તું ક્રીત ટાપુમાં આૂરાં કાર્યોની વ્યવસ્થા કરે અને દરેક શહેરમાં મંડળીના આગેવાનોની નિમણૂક કરે તે માટે મેં તને ત્યાં રાખ્યો છે. મારી સૂચનાઓ ધ્યાનમાં રાખજે.


આ જૂઠા શિક્ષકો તો સાહજિક વૃત્તિથી પ્રેરાનાર અને શિકારનો ભોગ થઈ પડનાર વન્ય પ્રાણીઓ જેવા છે.


સીધો માર્ગ તજી દઈને તેઓ ખોટે માર્ગે ચઢી ગયા છે. તેઓ બેઓરના પુત્ર બલઆમનો માર્ગ અનુસર્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan