Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 7:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તારું શીર્ષ ર્કામેલ પર્વતની જેમ ઊંચું છે. તારા વાળ કિરમજની જેમ ચમકે છે; તેની સુંદરતાએ રાજાને વશ કરી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તારા દેહ પર તારું શિર કાર્મેલ [પર્વત] જેવું, તારા શિરના કેશ જાંબુઆ રંગના છે; રાજા તેની લટોમાં બંદીવાન તરીકે જકડાઈ રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તારું શિર કાર્મેલ પર્વત જેવું છે; તારા શિરના કેશ જાંબુડા રંગના છે. રાજા તારી લટોમાં પોતે બંદીવાન બની ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તારું મસ્તક કામેર્લ પર્વત સમું છે. તારા કેશ ઘનઘોર ઘટાં જેવા છે. તારા વળાંકોમાં રાજા પોતે બંદીવાન બની ગયો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 7:5
18 Iomraidhean Croise  

પેલા માણસે કહ્યું, “સવાર થવા આવ્યું છે એટલે મને જવા દે.” પણ યાકોબે કહ્યું, “મને આશિષ આપો, નહિ તો હું તમને જવા દેવાનો નથી.”


ઈશ્વર મારા રાજાની વિજયયાત્રા તેમના પવિત્રસ્થાન તરફ જતી બધાએ નિહાળી છે.


યાકોબના વંશજોનાં સર્વ નિવાસસ્થાનો કરતાં પ્રભુને સિયોન નગરના દરવાજાઓ વિશેષ પ્રિય છે.


તારી પરિણીતા તને હરણી જેવી રૂપાળી અને મૃગલી જેવી નમણી લાગો; તેનાં સ્તનોથી તું સદા સંતોષ પામ, અને તેના પ્રેમમાં તું હંમેશા મસ્ત રહે.


ગંધતરુઓ આપણા ગૃહના ટેકણ-સ્થંભ થશે, અને દેવદારનાં વૃક્ષો તેની છત બનશે.


હે મારી પ્રિયતમા, તું કેટલી રૂપાળી અને મોહક છે! બુરખામાંથી તારી આંખો પ્રેમથી ઝળહળે છે. ગિલ્યાદ પર્વત પરથી બકરાંનાં ઊતરી રહેલાં ટોળાંની જેમ તારા વાળ ઊડી રહ્યા છે.


તારી ગરદન દાવિદના મિનારા જેવી ગોળ અને મુલાયમ છે. તેના પર હજાર ઢાલ લટકાવેલી હોય તેવી માળા છે.


તેનું માથું ઉત્તમ કોટિના સોના જેવું છે. તેના વાળ વાંકડિયા અને કાગ જેવા કાળા છે.


તે આનંદ અને હર્ષના પોકાર કરશે. તેને લબાનોનનું સૌંદર્ય અને ર્કામેલ પર્વત તથા શારોનની ખીણની શોભા અપાશે. સૌ કોઈ પ્રભુનું ગૌરવ અને તેમનો પ્રતાપ જોશે.


હે પ્રભુ, તમારા લોકના પાલક બનો. તમારા પસંદ કરેલા લોક એ જ તમારું ટોળું છે. તેઓ ફળદ્રુપ પ્રદેશથી ઘેરાયેલા છે, છતાં પોતે વેરાન પ્રદેશમાં એકાંતમાં રહે છે. પ્રાચીન સમયની જેમ તેમને બાશાન અને ગિલ્યાદમાં સમૃદ્ધ ગૌચરોમાં ચરવા દો.


હેશ્બોન તે અમોરીઓના રાજા સિહોનની રાજધાની હતી. સિહોને મોઆબીઓના અગાઉના રાજા સામે યુધ કરીને આર્નોન નદી સુધીનો તેનો બધો પ્રદેશ કબજે કરી લીધો હતો.


કારણ, જ્યાં બે કે ત્રણ મારે નામે એકત્ર થાય છે ત્યાં હું તેમની વચમાં છું.


જે જે આદેશ મેં તમને આપ્યા છે, તેનું પાલન કરવાનું શિક્ષણ તેમને આપતા જાઓ, અને જુઓ, યુગના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.


ઈશ્વરે સર્વ બાબતોને ખ્રિસ્તના પગ નીચે મૂકી છે, અને તેમને સર્વના પ્રભુ તરીકે મંડળીને આપ્યા છે.


તે તો પોતાના શરીરનું, એટલે કે, મંડળીનું શિર છે અને તે શરીરના જીવનનું ઉદ્ભવસ્થાન છે. તે ઈશ્વરના પ્રથમજનિત પુત્ર છે, અને માત્ર તેમને જ સર્વ સર્જનમાં પ્રથમસ્થાન મળે તે માટે તેમને મરણમાંથી સજીવન કરવામાં આવ્યા છે.


અને ખ્રિસ્ત જે શિર છે તેને વળગી રહેતો નથી. એ ખ્રિસ્તના શિરપદ નીચે રહેવાથી સમગ્ર શરીરનું પોષણ થાય છે, અને તે શરીર સાંધાઓ તથા મજ્જાઓ સુદ્ધાં જોડાઈને ઈશ્વર તરફથી પોષણ મેળવીને વૃદ્ધિ પામે છે.


તેમની આંખો અગ્નિની જ્યોત જેવી તેજસ્વી હતી. ભઠ્ઠીમાં તપાવીને શુદ્ધ કરેલા તાંબાના જેવા તેમના પગ ચમક્તા હતા. સમુદ્રની ગર્જના જેવો તેમનો અવાજ હતો.


Lean sinn:

Sanasan


Sanasan