Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 7:12 - પવિત્ર બાઇબલ C.L.

12 આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષવાડીમાં જઈશું અને જોઈશું કે દ્રાક્ષવેલાને ફૂલ આવ્યાં છે કે નહિ, કુમળી દ્રાક્ષો બેઠી છે કે નહિ, ને દાડમનાં ફૂલ ખૂલ્યાં છે કે નહિ. ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઈએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે ને તેનાં ફૂલ ખોલ્યાં છે કે નહિ, ને દાડમડીઓ મહોરી છે કે નહિ, તે આપણે જોઈએ; ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 આપણે વહેલા ઊઠીને દ્રાક્ષવાડીઓમાં જઈએ; દ્રાક્ષવેલાને મોર આવ્યો છે કે નહિ તે જોઈએ, તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, અને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઈએ. ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 આપણે વહેલાઁ ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઇએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, ને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઇએ; ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 7:12
27 Iomraidhean Croise  

અહીં ઇઝરાયલના દાવિદવંશી રાજવીઓ રાજ્યાસન પર બિરાજતા, અને નેકીપૂર્વક રાજ કરતા.


ત્યારે હું ઈશ્વરની વેદી પાસે, તથા મારા પરમાનંદ એવા ઈશ્વર પાસે આવીશ. હે ઈશ્વર, મારા ઈશ્વર હું મારી વીણા સાથે તમારી સ્તુતિ ગાઈશ.


તમારા સિવાય સ્વર્ગમાં મારું કોણ છે? અને પૃથ્વી પર મને બીજા કોઈની ઝંખના નથી.


હું તને ત્યાં મળીશ અને દયાસન ઉપરથી સાક્ષ્યપેટી પરના બે કરુબો વચ્ચેથી હું તને ઇઝરાયલીઓ માટેના મારા સર્વ નિયમો આપીશ.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


અંજીરો પાકી રહ્યાં છે અને દ્રાક્ષવાડીઓમાંથી નાજુક દ્રાક્ષોની મહેક આવી રહી છે. મારી પ્રિયતમા, મારી લલના, આવ, મારી સાથે આવ.


નાનાં નાનાં શિયાળવાં અમારી ખીલી ઊઠેલી દ્રાક્ષવાડીને ભેલાડે તે પહેલાં તેમને પકડી લો.


ત્યાં સર્વ પ્રકારનાં વૃક્ષો વિક્સે છે; દાડમની વાડીનાં વૃક્ષોની જેમ તે વધે છે અને ઉત્તમ ફળો આપે છે. ત્યાં મહેંદી અને જટામાંસી પણ છે.


હે ઉત્તરના પવન, જાગૃત થા. હે દક્ષિણના પવન, આવ. મારી વાડી ઉપર તારી લહેરો લહેરાવ કે જેથી સુગંધીદ્રવ્યની સુગંધથી સમસ્ત વાતાવરણ મહેકી ઊઠે. મારા પ્રીતમને તેની વાડીમાં આવવા દો કે તે પોતાનાં કીમતી ફળ આરોગે.


ખીણના લીલા છોડ જોવા, દ્રાક્ષવેલાને કળીઓ બેઠી છે કે કેમ તે જોવા અને દાડમનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ તે જોવા હું અખરોટના બાગમાં ગયો.


હે મારા પ્રીતમ, ચાલ, આપણે ખેતરો તરફ ચાલી નીકળીએ અને ગામડાંમાં રાતવાસો કરીએ.


હે પ્રિયતમા, તું કેવી રૂપાળી છે! કેવી વિનોદિની અને હર્ષદાયિની છે!


પણ કાપણી પહેલાં, જ્યારે ફૂલ બેસતાં બંધ થાય છે અને ફૂલની જગ્યાએ દ્રાક્ષા બેસે છે ત્યારે ખેડૂત ધારિયા વડે ફૂટેલા ફણગાને સોરી નાખે છે અને ફેલાતી ડાળીને કાપીને ફેંકી દે છે.


કેટલાક સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, આપણે પાછા જઈને પ્રત્યેક શહેરમાં આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેવી પ્રગતિ કરે છે.”


એટલું જ નહિ, ઈશ્વરના મિત્રો બન્યા હોવાને લીધે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણે ઈશ્વરમાં આનંદ કરીએ છીએ.


તમારામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો, તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે?


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખનાર સૌની સાથે ઈશ્વરની કૃપા હો. આમીન.


કદાચ કોઈ ઈશ્વરની કૃપાથી વિમુખ થાય માટે સાવધ રહો. કડવો છોડ ઊગીને પોતાના ઝેર દ્વારા બીજાઓને નુક્સાન પહોંચાડે છે. તમારામાંનો કોઈ તેના જેવો ન થાય માટે સાવધ રહો.


તે એમ કહે છે, “હું ઈશ્વરમાં મારો વિશ્વાસ મૂકીશ.” વળી, તે કહે છે, “જે સંતાનો ઈશ્વરે મને આપ્યાં છે તેમની સાથે હું અહીં છું.”


અને તે દ્વારા જેઓ પોતાના જીવન દરમિયાન મૃત્યુની બીકના લીધે ગુલામ હતા તેમનો તે ઉદ્ધાર કરે.


તેથી, આપણે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પામવાને તથા જરૂરને પ્રસંગે મદદ પ્રાપ્ત કરવાને જઈએ.


Lean sinn:

Sanasan


Sanasan