Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 6:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હે મારી પ્રિયતમા, તું તિર્સા શહેર જેવી રૂપવતી અને યરુશાલેમ જેવી ભવ્ય છે; લહેરાતી વજાઓ સહિતનાં એ નગરો જેવી પ્રભાવશાળી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે મારી પ્રિયતમા, તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયંકર છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સ્ત્રીનો પ્રીતમ તેને કહે છે, મારી પ્રિયતમા તું તિર્સા જેવી સુંદર, યરુશાલેમ જેવી ખૂબસૂરત, અને ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હે મારી પ્રીતમા, તું તિર્સાહ જેવી સુંદર, યરૂશાલેમ જેવી ખૂબસૂરત, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 6:4
21 Iomraidhean Croise  

યરોબામની પત્ની તિર્સા પાછી ગઈ તેણે તેના ધરના ઉંબરે પગ મૂક્યો કે છોકરો મરી ગયો.


બાશા રાજાને એની ખબર પડતાં તેણે રામાને કિલ્લેબંધી કરવાનું પડતું મૂકી તિર્સા ગયો.


યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષમાં અહિયાનો પુત્ર બાશા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે તિર્સામાં ચોવીસ વર્ષ રાજ કર્યું.


તે અત્યંત રમણીય અને ઉન્‍નત છે, અને સમસ્ત પૃથ્વી માટે આનંદકારક છે. સિયોન પર્વત સાફોન પર્વત સમો ઊંચો અને કેન્દ્રસ્થાને છે; તે રાજાધિરાજનું નગર છે.


એ નગરને કિલ્લાઓ છે; પણ ઈશ્વરે એ બધામાં પોતાને અજેય શરણગઢ તરીકે પ્રગટ કર્યા છે.


સર્વાંગસુંદર સિયોનનગરમાં ઈશ્વર પ્રકાશે છે.


હે મારી પ્રિયતમા, તું કેટલી બધી રૂપાળી અને મોહક છે! તારી આંખો પ્રેમથી ઝળહળે છે.


હે યરુશાલેમની નવયૌવનાઓ, હું શ્યામ પણ સુંદર છું; રણમાંના કેદારના તંબુઓ જેવી હું કાળી છું, પણ શલોમોનના મહેલના પડદાઓ જેવી રૂપાળી છું.


તું તો ખડકની બખોલમાં સંતાઈ જનાર કબૂતરી જેવી છે. મને તારું મોં નીરખવા દે, કેમ કે તે રમણીય છે. મને તારો કંઠ સાંભળવા દે, કેમ કે તે મધુર છે.


હે મારી પ્રિયતમા, તું કેવી રૂપાળી છે. તું ખોડખામી વિનાની સર્વાંગસુંદર છે.


હું નિદ્રાવશ થઈ હતી, પરંતુ મારું મન જાગૃત હતું. મારો પ્રીતમ મારા ઘરનું બારણું ખટખટાવતો હોય અને મને બોલાવતો હોય એવું શમણું આવ્યું. હે પ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મને અંદર આવવા દે. મારું માથું ઝાકળથી અને મારા વાળ ધૂમ્મસથી ભીંજાઈ ગયાં છે.


પ્રભાતના જેવી ઉજ્જવળ કાન્તિવાળી, ચંદ્ર જેવી સુંદર, સૂર્ય જેવી તેજસ્વી, અને વિજય પતાકાઓવાળા સૈન્ય જેવી પ્રભાવશાળી આ કોણ છે?


હે યરુશાલેમ, તારી પાસે થઈને પસાર થતા લોકો તાળીઓ દઈને તારી મશ્કરી ઉડાવે છે. તેઓ માથું ધૂણાવતાં તારા પર ફિટકાર વરસાવે છે: “શું આ એ જ સુંદરતમ શહેર છે? આખી દુનિયાના ગૌરવસમું શહેર શું આ છે?”


પણ એ સમય આવે ત્યારે, હું યરુશાલેમને ભારે પથ્થર જેવું બનાવી દઈશ. એને ઉપાડવા જનાર કોઈ પણ પ્રજા નુક્સાન પામશે. દુનિયાની સઘળી પ્રજાઓ તેના પર આક્રમણ કરવા પોતાનાં સૈન્યો એકઠાં કરશે.


જે શસ્ત્રો અમે વાપરીએ છીએ તે દુન્યવી નથી, પણ ઈશ્વરનાં શક્તિશાળી શસ્ત્રો છે. તેનાથી અમે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ. અમે જૂઠી દલીલોને તોડી પાડીએ છીએ.


અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે.


અને મેં પવિત્ર નગર, એટલે નવા યરુશાલેમને સ્વર્ગમાંથી ઈશ્વર પાસેથી ઊતરતું જોયું. વરને મળવા શણગારીને સજાવેલી કન્યાની જેમ તે તૈયાર અને સજ્જ કરેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan