Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 6:11 - પવિત્ર બાઇબલ C.L.

11 ખીણના લીલા છોડ જોવા, દ્રાક્ષવેલાને કળીઓ બેઠી છે કે કેમ તે જોવા અને દાડમનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ તે જોવા હું અખરોટના બાગમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ખીણના હરિયાળા છોડ જોવા, દ્રાક્ષાવેલાને કળીઓ ફૂટે છે કે કેમ [તથા] દાડમડીઓ મહોરી છે કે કેમ, તે જોવાને હું સોપારીના બાગમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 વસંતઋતુ ખીલી છે તે જોવા દ્રાક્ષવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમોને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 વસંતઋતુ ખીલી છે કે કેમ; દ્રાક્ષાવેલાને કૂંપળો ફૂટી છે કે કેમ; દાડમડીને મોર આવ્યો છે કે કેમ; તે જોવા માટે હું અખરોટના બગીચામાં થઇને ખીણમાં ગઇ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 6:11
14 Iomraidhean Croise  

તેમણે ભૂમિમાંથી સર્વ પ્રકારનાં સુંદર અને સારાં ફળ આપનાર વૃક્ષ ઉગાવ્યાં. બાગની વચમાં જીવનદાયક વૃક્ષ તેમજ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષ પણ ઉગાવ્યાં.


એ વેલાને ત્રણ ડાળીઓ હતી. તેને કળીઓ ફૂટી કે તરત જ ફૂલ ખીલ્યાં અને દ્રાક્ષની પુષ્કળ લૂમો પાકી.


હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


મારામાં ઉત્તેજના વ્યાપી ગઈ છે; લડાઈ માટે સારથિ આતુર હોય તેમ તેં મને પ્રેમાતુર કરી મૂક્યો છે.


મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે.


આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષવાડીમાં જઈશું અને જોઈશું કે દ્રાક્ષવેલાને ફૂલ આવ્યાં છે કે નહિ, કુમળી દ્રાક્ષો બેઠી છે કે નહિ, ને દાડમનાં ફૂલ ખૂલ્યાં છે કે નહિ. ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ.


કામોત્તેજક ભોટીંગડીઓ ફોરી રહી છે અને આપણા બારણા પાસે બધા પ્રકારનાં નવાં અને જૂનાં ફળો છે. હે મારા પ્રીતમ, એ બધાં મેં તારે માટે સંઘરી રાખ્યાં છે.


તેમણે દૂર પાંદડાંથી છવાઈ ગયેલું અંજીરીનું વૃક્ષ જોયું અને કદાચ કંઈક મળે તે માટે તેઓ તેની પાસે ગયા, ત્યારે માત્ર પાંદડાં સિવાય કંઈ જોવા મળ્યું નહિ; કારણ, અંજીરની મોસમ ન હતી.


પણ તેને એકેય અંજીર મળ્યું નહિ. તેથી તેણે પોતાના માળીને કહ્યું, ‘જો, આ અંજીરી પરથી છેલ્લાં ત્રણ વર્ષથી હું અંજીરની શોધ કર્યા કરું છું, પણ મને એકેય અંજીર મળ્યું નથી. એને કાપી નાખ!


તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને તમારી નિમણૂક કરી છે. તેથી તમે જાઓ, અને જઈને સદા ટકે તેવાં ફળ આપો. એથી તમે પિતા પાસે મારે નામે જે કંઈ માગશો તે તમને મળશે.


કેટલાક સમય પછી પાઉલે બાર્નાબાસને કહ્યું, “ચાલો, આપણે પાછા જઈને પ્રત્યેક શહેરમાં આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેવી પ્રગતિ કરે છે.”


Lean sinn:

Sanasan


Sanasan