Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 5:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હું મારા પ્રીતમને માટે બારણું ઉઘાડવા ગઈ. મેં બારણાની સાંકળ પકડી ત્યારે મારા હાથમાં જાણે બોળ હતું અને મારી આંગળીઓમાંથી બોળનાં ટીપાં ટપક્તાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હું મારા પ્રીતમને માટે [દ્વાર] ઉઘાડવાને ઊઠી; કળના હાથા પર મારા હાથમાંથી બોળ, અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હું મારા પ્રીતમ માટે દ્વાર ઉઘાડવાને ઊઠી; દ્વારની સાંકળ પર, અને મારા હાથમાંથી બોળ અને મારી આંગળીઓમાંથી બોળનો અર્ક ટપકતા હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હું બારણું ખોલવા કૂદી પડી અને સાંકળ ખોલવા ગઇ ત્યારે મારા હાથમાંથી અત્તર અને મારી આંગળીઓમાંથી બોળ ટપકવા લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 5:5
10 Iomraidhean Croise  

હે મારા પ્રીતમ, તું કેટલો સુંદર અને મનોહર છે! હરિયાળું ઘાસ આપણી શય્યા બનશે.


ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે?


તેના ગાલ સુગંધીદ્રવ્યોના છોડથી ભરેલા બામ જેવા સુંદર છે. તેના હોઠ બોળના અર્કથી ભિંજાયેલા પોયણા જેવા છે.


હું નિદ્રાવશ થઈ હતી, પરંતુ મારું મન જાગૃત હતું. મારો પ્રીતમ મારા ઘરનું બારણું ખટખટાવતો હોય અને મને બોલાવતો હોય એવું શમણું આવ્યું. હે પ્રિયા, મારી પ્રિયતમા, મારી હોલી, મારી નિર્મળા, મને અંદર આવવા દે. મારું માથું ઝાકળથી અને મારા વાળ ધૂમ્મસથી ભીંજાઈ ગયાં છે.


જ્યારે શેઠ આવે છે અને બારણું ખટખટાવે છે ત્યારે તેઓ તરત જ તેને માટે બારણું ખોલે છે.


ફક્ત તેના આગમનથી જ નહિ, પણ તમે તેને કેવી રીતે ઉત્તેજન આપ્યું તેથી પણ અમને પ્રોત્સાહન મળ્યું. તેણે મને તમારી ઝંખનાની, તમારા પશ્ર્વાત્તાપની અને તમે મને મળવા કેટલા આતુર છો તે વિષે વાત કરી છે. એનાથી મને ઘણો જ આનંદ થયો છે.


અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય.


હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.


Lean sinn:

Sanasan


Sanasan