Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 5:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓમાં બેસાડેલા સંગેમરમરના સ્થંભ જેવા છે. મારા પ્રીતમનો દેખાવ લબાનોન પર્વત પર આવેલાં ઊંચા ગંધતરુ જેવો ભવ્ય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેના પગ! ચોખ્ખા સોનાની કૂંભીઓમાં બેસાડેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ [ભવ્ય] લબાનોન અને ઉન્નત એરેજવૃક્ષો જેવો ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તેના પગ ચોખ્ખા સોનાની કૂંભીઓ પર ઊભા કરેલા સંગેમરમરના સ્તંભો જેવા છે; તેનો દેખાવ ભવ્ય લબાનોન અને દેવદાર વૃક્ષો જેવો ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તેના પગ શુદ્ધ સુવર્ણના પાયા પર ઊભા કરેલા આરસપહાણના સ્તંભો જેવા છે, તે લબાનોનના ઊમદા દેવદાર વૃક્ષો જેવો ઊંચો ઊભો રહે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 5:15
19 Iomraidhean Croise  

લબાનોનનાં ગંધતરુથી માંડીને ભીંત પર ઊગી નીકળતા ઝુફા સુધીની સર્વ વનસ્પતિ વિષે તેણે વિવેચન કર્યું; તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને માછલીઓ વિષે પણ વિવેચન કર્યું.


તેની છાયાથી પર્વતો ઢંક્યા, અને વિશાળ ગંધતરુઓ તેની ડાળીઓથી આચ્છાદિત થયા.


નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે.


જેઓ પ્રભુના ઘરમાં રોપાયેલા છે તેઓ આપણા ઈશ્વરનાં પ્રાંગણમાં ખીલશે.


અને તેમની નીચે મૂકવા ચાંદીની ચાળીસ કૂંભીઓ બનાવવી. દરેક પાટિયાનાં બે સાલ માટે બે કૂંભીઓ બનાવવી.


તું તો ખડકની બખોલમાં સંતાઈ જનાર કબૂતરી જેવી છે. મને તારું મોં નીરખવા દે, કેમ કે તે રમણીય છે. મને તારો કંઠ સાંભળવા દે, કેમ કે તે મધુર છે.


હે મારી નવોઢા, તારા હોઠો પર મધની મીઠાશ છે. તારી જીભ મારે માટે દૂધ અને મધ સમાન છે. તારાં વસ્ત્રોમાં લબાનોનની બધી જ સુવાસ ભરીભરી છે.


તારી ડોક હાથીદાંતના બુરજ જેવી છે. તારી આંખો હેશ્બોન નગરમાં બાથ-રાબ્બીમના દરવાજા પાસે આવેલ કુંડ જેવી છે. તારું નાક દમાસ્ક્સ તરફના લબાનોનના બુરજ જેવું નમણું છે.


અમારા રાજકુંવરો હિમ કરતાં સ્વચ્છ અને દૂધ કરતાં ધોળા હતા. તેમનાં શરીર માણેક જેવાં રાતાંમાતાં હતાં; તેમનું રૂપ નીલમ જેવું હતું.


હું તેને ઇઝરાયલના સૌથી ઊંચા પર્વત પર રોપીશ. એને ડાળીઓ ફૂટશે અને ફળ આવશે અને તે ગંધતરુનું વિશાળ વૃક્ષ બનશે. સર્વ જાતનાં પક્ષીઓ તેની ડાળીઓની છાયામાં નિવાસ કરશે.


ઈશ્વરની વાડીનાં ગંધતરુ એની બરોબરી કરી શકે નહિ. એની ડાળીઓ સાથે દેવદારને સરખાવી શકાય નહિ અને ચિનારવૃક્ષની તો કશી વિસાત નહિ. ઈશ્વરના બાગમાંનું કોઈ વૃક્ષ એના જેટલું સુંદર નહોતું.


તેઓ ફરીથી મારી છાયામાં વસતા થશે. તેઓ વાડીની જેમ ફૂલશે અને ફાલશે અને દ્રાક્ષવેલાની જેમ ફળથી લચી પડશે. લબાનોનના દ્રાક્ષાસવની જેમ તેઓની કીર્તિ પ્રસરશે.


તેઓ કેવા ચિત્તાકર્ષક અને સુંદર બનશે! ધાન્ય યુવાનોને અને નવો દ્રાક્ષાસવ યુવતીઓને અલમસ્ત બનાવશે.


તેઓ જોઈ રહ્યા હતા એવામાં ઈસુનું સ્વરૂપ બદલાઈ ગયું, તેમનો ચહેરો સૂર્યના જેવો તેજસ્વી થયો અને તેમનાં વસ્ત્ર પ્રકાશના જેવાં શ્વેત બન્યાં.


તેનો દેખાવ વીજળીના જેવો હતો અને તેનાં કપડાં બરફના જેવાં શ્વેત હતાં.


તમે મને જીવન તરફ દોરી જતા માર્ગો બતાવ્યા છે, અને તમારી હાજરી દ્વારા તમે મને આનંદથી ભરી દેશો.’


બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.


પછી સ્ત્રીએ જઈને તેના પતિને કહ્યું, “મારી પાસે એક દૈવી પુરુષ આવ્યો હતો, તેનો ચહેરો ઈશ્વરના દૂતના ચહેરા જેવો ખૂબ પ્રભાવશાળી હતો. તે ક્યાંથી આવ્યો હતો તે મેં તેને પૂછયું નહિ, તેમ તેણે મને તેનું નામ પણ કહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan