Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 5:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હે મારી પ્રાણપ્રિયા, [મારી] નવોઢા, હું મારા બાગમાં આવ્યો છું; મેં મારાં બોળ તથા સુગંધીદ્રવ્યો વીણી લીધાં છે; મેં મારા મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો, ખાઓ; મેં મારા દૂધ સાથે મારો દ્રાક્ષારસ પીધો છે. હે મિત્રો ખાઓ, હે પ્રિય ભાઈઓ, પીઓ, હા, પુષ્કળ પીઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મારી બહેન, મારી નવોઢા હું મારા બાગમાં આવ્યો છું; મેં મારા બોળ તથા સુગંધી દ્રવ્યો એકત્ર કર્યા છે. મેં મારાં મધપૂડામાંથી મધ ખાધું છે; મેં મારો દ્રાક્ષારસ મારા દૂધની સાથે પીધો છે. મિત્ર, ખા. મારા પ્રિય મિત્ર ખા; મફત પી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, હું આવ્યો છું મારા બાગમાં; મેં એકઠાં કર્યાં છે મારા બોળને સુગંધી દ્રવ્યો; ને મેં ખાધું છે મધ મારાં મધપૂડામાંથી; મેં પીધો છે મારો દ્રાક્ષારસ મેં મારા દૂધની સાથે. હે મિત્રો, ખાઓ; હે વ્હાલાઓ, પીઓ; હા પુષ્કળ પીઓ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 5:1
43 Iomraidhean Croise  

પછી તેઓ જમવા બેઠા હતા ત્યારે તેમણે નજર ઊંચી કરી તો ગિલ્યાદથી આવી રહેલ ઇશ્માએલીઓનો એક સંઘ જોયો. તેઓ તેમનાં ઊંટો પર તેજાના, લોબાન અર્ક અને બોળ લાદીને તેમને ઇજિપ્ત લઈ જતા હતા.


પરંતુ તે તો તેમના ભક્તો, એટલે તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓથી જ પ્રસન્‍ન થાય છે.


એક સમયે હું જેમને સમર્થ માનતો એવા અન્ય દેવોની ઉપાસનામાં હરખાતો હતો;


મારા પુત્ર, તારે માટે મધ ખાવું સારું છે, અને મધપૂડામાંથી ટપક્તા મધનો સ્વાદ તને મીઠો લાગે છે;


મેં મારે માટે ઉદ્યાનો અને ફળવાડીઓ બનાવી અને તેમાં સર્વ પ્રકારનાં ફળઝાડ રોપ્યાં.


મારાં બે સ્તનોની વચ્ચે પોઢેલો મારો પ્રીતમ મારે માટે સુગંધીદાયક બોળ જેવો છે.


હે ઉત્તરના પવન, જાગૃત થા. હે દક્ષિણના પવન, આવ. મારી વાડી ઉપર તારી લહેરો લહેરાવ કે જેથી સુગંધીદ્રવ્યની સુગંધથી સમસ્ત વાતાવરણ મહેકી ઊઠે. મારા પ્રીતમને તેની વાડીમાં આવવા દો કે તે પોતાનાં કીમતી ફળ આરોગે.


હે મારી નવોઢા, લબાનોન પર્વત પરથી મારી સાથે આવ. જ્યાં સિંહ અને ચિત્તા વસે છે તેવા આમાન, સેનીર અને હેર્મોન પર્વતનાં શિખરો પરથી નીચે ઊતરી આવ.


ખીણના લીલા છોડ જોવા, દ્રાક્ષવેલાને કળીઓ બેઠી છે કે કેમ તે જોવા અને દાડમનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ તે જોવા હું અખરોટના બાગમાં ગયો.


મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે.


તું મારો માજણ્યો ભાઈ હોત, અને મારી માતાએ તને દૂધપાન કરાવી ઉછેરેલો હોત તો સારું થાત! ત્યારે તો જો તું મને માર્ગમાં મળત તો હું તને ચુંબન કરત અને કોઈ મારો તિરસ્કાર કરત નહિ.


હે વાટિકામાં વસનારી મારી પ્રિયા, મને તારી વાણી સાંભળવા દે. મારા ભેરુ પણ તને સાંભળવા આતુર છે.


તેના વેપારનો નફો અને તેની કમાણી પ્રભુને અર્પણ થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ, પણ તે પૈસામાંથી પ્રભુની સેવા કરનારા ભરીપૂરીને ખાશે અને ઉત્તમ વસ્ત્રો પહેરશે.


તો હવે તમે મારું ગીત સાંભળો. આ ગીત તો મારા પ્રિયતમ અને તેની દ્રાક્ષવાડી વિષેનું છે: ફળદ્રુપ ટેકરી પર મારા પ્રિયતમની એક દ્રાક્ષવાડી હતી.


“હું સિયોનને અને તેનાં ખંડિયેરોમાં વસતા સૌને આશ્વાસન આપીશ. હું તેના વેરાનપ્રદેશને એદન જેવો અને તેના સૂકાપ્રદેશને ‘પ્રભુની વાડી’ જેવો બનાવી દઈશ. તેમાં આનંદોત્સવ થશે અને ગાનતાન સાથે મારાં સ્તુતિગીત ગવાશે.


અંતરાત્માની ઊંડી વેદના અનુભવ્યા પછી તે પ્રકાશ પામશે અને સંતુષ્ઠ થશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાન વડે ઘણાના અપરાધ પોતાના પર લઈને તેમને ન્યાયી ઠરાવશે.


હું પ્રભુ તને સતત દોરવણી આપતો રહીશ અને સૂક્ભઠ પ્રદેશમાં પણ તને તૃપ્ત કરીશ. હું તને તંદુરસ્ત અને મજબૂત બાંધાનો રાખીશ. તું પુષ્કળ પાણી પાયેલી વાડી જેવો અને કદી સૂકાઈ ન જાય એવા પાણીના ઝરા જેવો થઈશ.


જેમ ભૂમિ અંકુર ઉગાવે અને વાડી વાવેલાં બીને ફૂટાવે તેમ તમામ પ્રજાઓની સમક્ષ પ્રભુ પરમેશ્વર ન્યાયદત્ત છુટકારો અને સ્તુતિ ઊગી નીકળે તેવું કરશે.


તેથી મારા સેવકો ખાશે પણ, તમે ભૂખ્યા રહેશો; મારા સેવકો પીશે, પણ તમે તરસ્યા રહેશો;


એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે.


રાજા વળતો જવાબ આપશે, ’હું તમને સાચે જ કહું છું: જ્યારે આ મારા નાના ભાઈઓમાંના એકને તમે એ મદદ કરી ત્યારે તે તમે મારે માટે કર્યું.’


“મિત્રો, હું તમને કહું છું કે જેઓ શરીરને મારી નાખે છે પણ તે પછી બીજું કંઈ નુક્સાન કરી શક્તા નથી તેમનાથી ડરશો નહિ.


જેને માટે કન્યા છે તે વરરાજા ગણાય છે. વરરાજાનો મિત્ર તેની બાજુમાં ઊભો રહીને તેનું સાંભળે છે અને વરરાજાની વાણી સાંભળીને તેને આનંદ થાય છે. મારો આનંદ એ જ રીતે પરિપૂર્ણ થયો છે.


શિષ્યોએ નિર્ણય કર્યો કે તેમનામાંના દરેકે શકાય તેટલી મદદ યહૂદિયામાં રહેતા ભાઈઓને મોકલવી.


દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.


પવિત્ર આત્મા અને કન્યા બન્‍ને કહે છે, “આવો!” આ જે સાંભળે તે દરેક પોકારે, “આવો!” જે તરસ્યો હોય તે આવે અને જે ચાહે તે જીવનજળ વિનામૂલ્યે મેળવે.


પલિસ્તીઓએ તેને જોયો, ત્યારે તેની સાથે રહેવા ત્રીસ જુવાનોને મોકલ્યા.


વળી, તેની પત્નીને પણ તેના અણવર સાથે પરણાવી દેવાઈ.


Lean sinn:

Sanasan


Sanasan