Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 4:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હે મારી નવોઢા, લબાનોન પર્વત પરથી મારી સાથે આવ. જ્યાં સિંહ અને ચિત્તા વસે છે તેવા આમાન, સેનીર અને હેર્મોન પર્વતનાં શિખરો પરથી નીચે ઊતરી આવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે [મારી] નવોઢા, લબાનોનથી મારી સાથે, લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોનના શિખર પરથી, સિંહોનાં બીલો આગળથી, તેમ જ ચિત્તાઓના પર્વતો પરથી જો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હે મારી નવવધૂ, લબાનોનથી તું મારી સાથે આવ. લબાનોનથી મારી સાથે આવ; આમાનાહના શિખર પરથી, સનીર તથા હેર્મોન શિખર પરથી, સિંહોની ગુફામાંથી, દીપડાઓના પર્વતોની ગુફામાંથી આવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે મારી નવોઢા, લબાનોનથી તું આવ મારી સાથે; આપણે આમાનાહ પર્વતના શિખર પર જઇએ અને સનીરની ટોચ પરથી નિહાળીશું; આપણે હેમોર્ન પર્વતની ટોચ પરથી નીચે જ્યાં સિંહોના રહેઠાણ છે ત્યાં ચિત્તાઓ શિકારની શોધમાં ફરે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 4:8
19 Iomraidhean Croise  

લબાનોનનાં ગંધતરુથી માંડીને ભીંત પર ઊગી નીકળતા ઝુફા સુધીની સર્વ વનસ્પતિ વિષે તેણે વિવેચન કર્યું; તેણે પ્રાણીઓ, પંખીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ અને માછલીઓ વિષે પણ વિવેચન કર્યું.


વળી, દમાસ્ક્સમાં આબાના અને ફાર્પાર નદીઓ ઇઝરાયલની નદી કરતાં સારી નથી? એમાં સ્નાન કરીનેય હું સાજો થઈ શક્યો હોત!”


પૂર્વમાં મનાશ્શાના અર્ધાકુળના લોકોએ ઉત્તરમાં બઆલ-મેઓન, સેનીર અને હેર્મોન પર્વત સુધી બાશાનના પ્રદેશમાં વસવાટ કર્યો. તેમની વસ્તી ખૂબ વધી.


“હે પુત્રી, સાંભળ, વિચાર અને ધ્યાન આપ; તારા લોકને અને તારા પિતાના ઘરકુટુંબને ભૂલી જા.


દેશમાં વિપુલ ધાન્ય પાકો, અને પર્વતોનાં શિખરો પર પણ પાક વિલસી રહો; લબાનોન પર્વતની જેમ ત્યાં ફળો લચી પડો, અને ઘાસથી ભરપૂર મેદાનોની જેમ નગરો માણસોથી ઊભરાઈ રહો.


ઈશ્વર યહૂદિયાના પ્રદેશમાં વિખ્યાત છે, ઇઝરાયલમાં તેમનું નામ મહાન છે


હે ઈશ્વર, તમે તેજોમય છો, અને સનાતન પર્વતમાળાઓથીય અધિક ભવ્ય છો.


તમે જ ઉત્તર અને દક્ષિણને ઉત્પન્‍ન કર્યાં છે; તાબોર તથા હેર્મોન પર્વત તમારા નામનો જયજયકાર કરે છે.


મૂરખોની સોબત તજો અને ભરપૂર જીવન જીવો અને સમજને માર્ગે ચાલો.”


અંજીરો પાકી રહ્યાં છે અને દ્રાક્ષવાડીઓમાંથી નાજુક દ્રાક્ષોની મહેક આવી રહી છે. મારી પ્રિયતમા, મારી લલના, આવ, મારી સાથે આવ.


હે મારી પ્રિયા, મારી નવોઢા, હું મારી વાડીમાં આવ્યો છું. હું મારાં બોળ અને ગુગળ ભેગાં કરી રહ્યો છું. હું મારા મધપૂડામાંથી મધ આરોગું છું. હું મારો દ્રાક્ષાસવ અને મારું મધ પી રહ્યો છું. હે પ્રેમીઓ, પ્રેમમાં મસ્ત થઈ જાઓ ત્યાં સુધી ખાઓ અને પીઓ.


હે મારા પ્રીતમ, ચાલ, આપણે ખેતરો તરફ ચાલી નીકળીએ અને ગામડાંમાં રાતવાસો કરીએ.


જેમ જુવાન કુંવારી સાથે લગ્ન કરે તે જ પ્રમાણે તારો બાંધનાર તારી સાથે લગ્ન સંબંધ બાંધશે. જેમ વર પોતાની કન્યાથી હર્ષ પામે તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.


તારે માટે તેમણે સનીર ઉર્ફે હેર્મોન પહાડ પરનાં સરુનાં વૃક્ષોનાં કાપેલાં લાકડાં વાપર્યાં હતાં. લબાનોનનાં ગંધતરુમાંથી તેમણે તારો કૂવાથંભ બનાવ્યો હતો.


જોે કોઈ મારી સેવા કરવા માગતો હોય તો તેણે મને અનુસરવું જ રહ્યું; જેથી જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જે મારી સેવા કરે છે, તેનું મારા પિતા સન્માન કરશે.”


કૃપા કરી મને યર્દન નદીની પેલે પાર જવા દો અને સામે પારનો ફળદ્રુપ દેશ તથા સુંદર પહાડી પ્રદેશ અને લબાનોન જોવા દો.’


(સિદોનીઓ હેર્મોન પર્વતને સિર્યોન તરીકે ઓળખે છે, જ્યારે અમોરી લોકો તેને સેનીર કહે છે).


ઇઝરાયલના લોકોએ યર્દનના પૂર્વ કાંઠા તરફ અરાબાના આખા પૂર્વપ્રદેશ સહિત આર્નોનની ખીણથી ઉત્તરમાં છેક હેર્મોન સુધીનો સમગ્ર પ્રદેશ જીતી લઈ તેમાં વસવાટ કર્યો હતો. એ પ્રદેશના જે બે રાજાઓને તેમણે હરાવ્યા તે આ પ્રમાણે છે:


Lean sinn:

Sanasan


Sanasan