Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 4:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પરોઢનો વાયુ વાય અને અંધારું લોપ થાય ત્યાં સુધી હું બોળના પર્વત પર તેમ જ લોબાનના પર્વત પર રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 પ્રભાત થાય, અને અંધકાર લોપ થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લબાનોનના ડુંગર પર જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સવાર થાય અને અંધારું દૂર થાય ત્યાં સુધી, હું બોળના પર્વત પર તથા લોબાનના ડુંગર પર જઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દિવસ આથમે અને ઓળા ઉતરી જાય ત્યાં સુધી હું કસ્તૂરી અને લોબાનની સુગંધ ધરાવતા પર્વતો પર જઇશ.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 4:6
19 Iomraidhean Croise  

ઘેટાંઓના બલિદાનના ધૂપ સાથે હું તમારી આગળ પુષ્ટ પ્રાણીઓના દહનબલિ ચડાવીશ; અને બકરાઓ સાથે આખલાના બલિ પણ ચડાવીશ.


મારે માટે માટીની વેદી બનાવજો અને તે પર દહનબલિ તથા સંગતબલિ તરીકે ઘેટાંબકરાં અને ઢોરઢાંકનાં અર્પણો ચડાવજો. હું જે જે સ્થાન ભક્તિ માટે અલગ કરીશ ત્યાં ત્યાં હું તમારી પાસે આવીને તમને આશિષ આપીશ.


સાંજે પણ તે દીવા પેટાવવા આવે ત્યારે એ જ પ્રમાણે કરે. ધૂપનું આ અર્પણ પેઢી દર પેઢી નિત્ય કરવાનું છે.


તેણે અભિષેક કરવા માટેનું પવિત્ર તેલ તથા ખુશબોદાર સુગંધીઓનો ધૂપ તૈયાર કર્યો; એ તો મેળવણી કરીને બનાવેલ અત્તરના જેવાં ખુશ્બોદાર હતાં.


હે મારા પ્રીતમ, પરોઢનો હળુહળુ વાયુ વાય અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં મૃગના બચ્ચાની જેમ કે બેથેર પર્વતો પરના હરણની જેમ તું સત્વરે પાછો આવ.


ધુમાડાના સ્થંભ જેવો તથા બોળ, લોબાન અને વેપારીઓનાં બધાં સુગંધીદ્રવ્યોથી ફોરતો આ જે રણમાંથી આવી રહ્યો છે તે કોણ છે?


તેમાં કેસર, સુગંધી બરુ, તજ અને લોબાનનાં સર્વ વૃક્ષો છે. બોળ, અગર અને સર્વ સુગંધીદ્રવ્યોના છોડ વૃદ્ધિ પામે છે.


હે મારા પ્રીતમ, આવ! સુગંધીદ્રવ્યોના પર્વત પર હરણ કે સાબરીના બચ્ચા જેવો થા!


આખરી દિવસોમાં પ્રભુના મંદિરનો પર્વત બધા પર્વતોમાં મુખ્ય બની રહેશે, અને તેને બધા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે. બધી પ્રજાઓ ત્યાં પ્રવાહની જેમ ચાલી આવશે.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


પણ તમે જેઓ મને આધીન થાઓ છો તેમના પર તો તમને બચાવનારું મારું સામર્થ્ય સૂર્યની જેમ ઊગશે, અને સૂર્યનાં કિરણોની જેમ આરોગ્ય આપશે. કોઢમાંથી છોડેલા કૂદતા વાછરડાની જેમ તમે મુક્ત અને આનંદી થશો.


“આપણા ઈશ્વર દયાળુ તથા મમતાળુ છે. આપણા ઉપર તે ઉદ્ધારનું તેજસ્વી પ્રભાત પ્રગટાવશે.


તેથી સંદેશવાહકોએ પ્રગટ કરેલા સંદેશા પર અમે વિશેષ ભરોસો રાખીએ છીએ. તમે પણ તે સંદેશા પર ધ્યાન આપો તો સારું, કારણ, સવાર થતાં સુધી અને પ્રભાતના તારાનો પ્રકાશ તમારા હૃદયમાં પ્રકાશે ત્યાં સુધી એ સંદેશો અંધકારમાં પ્રકાશતા દીવાના જેવો છે.


છતાં હું તમને જે આજ્ઞા લખું છું તે નવી છે, અને તેનું સત્ય ખ્રિસ્તમાં અને તમારામાં પ્રગટ થયેલું છે. કારણ, અંધકાર ચાલ્યો જાય છે અને હવે સાચો પ્રકાશ પ્રકાશી રહ્યો છે.


મેં ઈસુએ મારા દૂતને આ બાબતો મંડળીને જણાવવા મોકલ્યો છે. હું દાવિદનો વંશજ અને પ્રભાતનો તેજસ્વી તારો છું.”


તેણે પુસ્તક લીધું એટલે ચાર જીવંત પ્રાણીઓ અને ચોવીસ વડીલો હલવાનની આગળ ઝૂકી પડયાં. દરેકના હાથમાં વાજિંત્ર અને સુગંધી ધૂપથી ભરેલાં સુવર્ણપાત્ર હતાં. એ ધૂપ તો ઈશ્વરના લોકોની પ્રાર્થનાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan