Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 3:4 - પવિત્ર બાઇબલ C.L.

4 પણ તેમને છોડીને હું થોડેક આગળ ગઈ કે તે તરત જ મને મળી ગયો. હું તેને મારી માતાને ઘેર, છેક તેના ઓરડા સુધી લઈ આવી ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો અને છટકવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેમનાથી ફકત થોડે જ છેટે હું ગઈ, એટલે મારો પ્રાણપ્રિય મને મળી ગયો; જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી જનેતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, અને છોડયો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેમનાંથી ફક્ત થોડે જ દૂર હું ગઈ એટલે મારો પ્રાણપ્રિય મને મળ્યો, જ્યાં સુધી હું તેને મારી માના ઘરમાં, મારી માતાના ઓરડામાં લાવી, ત્યાં સુધી મેં તેને પકડી રાખ્યો, તેને છોડ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 થોડા સમય પછી મને મળ્યો મારો પ્રાણપ્રિય, પકડી લીધો મેં તેને, તે લાવી નિવાસસ્થાને; ને ખેંચી ગઇ મુજ જનેતાના ઘરમાં; ત્યાં સુધી નહિ છોડ્યાં મેં મારા પ્રીતમને.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 3:4
21 Iomraidhean Croise  

પેલા માણસે કહ્યું, “સવાર થવા આવ્યું છે એટલે મને જવા દે.” પણ યાકોબે કહ્યું, “મને આશિષ આપો, નહિ તો હું તમને જવા દેવાનો નથી.”


તેં સ્વીકારેલી શિસ્તમાં દૃઢ થા અને મંદ પડીશ નહિ, તારા જીવની જેમ તેનું જતન કર.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું.


હે મારા પ્રીતમ, તું તારાં ટોળાં કઈ જગ્યાએ ચરાવે છે, તે મને જણાવ; ભરબપોરે તું તેમને કઈ જગ્યાએ વિસામો આપે છે તે કહે. શા માટે મારે બીજા ભરવાડોનાં ટોળામાં તારી શોધ કરવી પડે?


મારામાં ઉત્તેજના વ્યાપી ગઈ છે; લડાઈ માટે સારથિ આતુર હોય તેમ તેં મને પ્રેમાતુર કરી મૂક્યો છે.


તારું શીર્ષ ર્કામેલ પર્વતની જેમ ઊંચું છે. તારા વાળ કિરમજની જેમ ચમકે છે; તેની સુંદરતાએ રાજાને વશ કરી દીધો છે.


હું તને મારી માતાને ઘેર લઈ જાત અને ત્યાં તું મને પ્રેમકળા શિખવાડત. હું તને મસાલેદાર દ્રાક્ષાસવ અને મારા દાડમનો રસ પિવડાવત.


હું ગુપ્તમાં કે કોઈ અંધારા ખૂણામાં છાનોછપનો બોલ્યો નથી. મેં ઇઝરાયલ લોકને મારી શોધ કરવા કારણ વિના કહ્યું નથી. હું પ્રભુ છું અને હું સત્ય બોલું છું; જે સાચું છે તે હું જણાવું છું.”


જ્યારે તમે મને શોધશો, હા, જ્યારે તમારા સાચા દયથી શોધશો ત્યારે હું તમને મળીશ.


જેઓ તેમના પર ભરોસો રાખીને તેમને શોધે છે તેઓ પ્રત્યે પ્રભુ ભલા છે.


એકાએક ઈસુ તેમને મળ્યા અને તેમણે કહ્યું, તમને શાંતિ થાઓ. તેઓ તેમની નજીક આવી અને તેમનાં ચરણોમાં નમી પડીને તેમનું ભજન કર્યું.


માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ખટખટાવો તો તમારે માટે ઉઘાડવામાં આવશે.


ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ અલગ પાડશે? શું દુ:ખો, વેદના, સતાવણી, દુકાળ, ગરીબાઈ, જોખમ કે મરણ?


પણ સ્વર્ગીય યરુશાલેમ સ્વતંત્ર છે, અને તે જ આપણી માતા છે.


Lean sinn:

Sanasan


Sanasan