Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 2:16 - પવિત્ર બાઇબલ C.L.

16 મારો પ્રીતમ મારો જ છે અને હું તેની જ છું. તે પોતાનાં ટોળાં કમળકુંજમાં ચરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 મારો પ્રીતમ મારો જ છે, ને હું પણ તેની જ છું; તે [પોતાનાં ટોળાં] ગુલછડીઓમાં ચારે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મારો પ્રીતમ મારો છે, હું તેની છું; તે પોતાનાં ટોળાં ગુલછડીઓમાં ચરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 મારો પ્રીતમ મારો છે, ને હું પણ તેની જ છું; તે પોતાના ટોળાં સફેદ કમળોની વચ્ચે ચરાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 2:16
15 Iomraidhean Croise  

“આ ઈશ્વર જ સદાને માટે આપણા ઈશ્વર છે; તે આપણને જીવનપર્યંત દોરશે.”


હે ઈશ્વર, તમે જ મારા ઈશ્વર છો; હું આતુરતાથી તમારી ઝંખના સેવું છું. મારો પ્રાણ તમારે માટે તલસે છે, સૂકી, તાપે તપેલી તથા જલહીન ભૂમિ જેમ પાણી માટે તરસે, તેમ મારું હૃદય તમારે માટે તલપે છે.


હે મારા પ્રીતમ, તું તારાં ટોળાં કઈ જગ્યાએ ચરાવે છે, તે મને જણાવ; ભરબપોરે તું તેમને કઈ જગ્યાએ વિસામો આપે છે તે કહે. શા માટે મારે બીજા ભરવાડોનાં ટોળામાં તારી શોધ કરવી પડે?


હું તો શારોનનું ગુલાબ અને પર્વતની ખીણમાંનું પોયણું છું.


તારાં બે સ્તન કમળકુંજમાં ચરતાં સાબરીનાં બચ્ચાંની જોડ જેવાં છે.


મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે.


હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો છે. તે કમળકુંજમાં પોતાનાં ટોળાં ચરાવે છે.


હું મારા પ્રીતમની છું, તેની મરજી મારા ભણી વળેલી છે.


હે મારા પ્રીતમ, ચાલ, આપણે ખેતરો તરફ ચાલી નીકળીએ અને ગામડાંમાં રાતવાસો કરીએ.


કામોત્તેજક ભોટીંગડીઓ ફોરી રહી છે અને આપણા બારણા પાસે બધા પ્રકારનાં નવાં અને જૂનાં ફળો છે. હે મારા પ્રીતમ, એ બધાં મેં તારે માટે સંઘરી રાખ્યાં છે.


પણ હવે પછી હું ઇઝરાયલના લોકો સાથે જે નવો કરાર કરીશ તે આ પ્રમાણે હશે. હું તેમની મધ્યે મારા નિયમની પુન: પ્રતિષ્ઠા કરીશ અને તેને તેમના દયપટ પર લખીશ. હું તેમનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


બાકી રહેલા ત્રીજા ભાગના લોકોની હું ક્સોટી કરીશ અને રૂપુ અગ્નિમાં ગળાય છે, તેમ હું તેમને શુદ્ધ કરીશ. હું તેમને સોનાની જેમ પારખીશ. પછી તેઓ મને પ્રાર્થના કરશે અને હું તેમને જવાબ આપીશ. હું તેમને કહીશ કે તમે મારા લોક છો, અને તેઓ પણ કબૂલ કરશે કે હું યાહવે તેમનો ઈશ્વર છું.”


તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું.


Lean sinn:

Sanasan


Sanasan