Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 2:12 - પવિત્ર બાઇબલ C.L.

12 સીમમાં ફૂલો ખીલી ઊઠયાં છે. ગાનતાનમાં ગુલતાન થવાની આ વેળા છે. ખેતરોમાં હોલાનું ગાયન સંભળાઈ રહ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; [પક્ષીઓના] કલરવનો વખત આવ્યો છે, અને આપણા દેશમાં કપોતના સ્વર સંભળાય છે;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; કાપણીનો તથા પક્ષીઓના કલરવનો સમય આવ્યો છે, આપણા દેશમાં કબૂતરોનો સ્વર સંભળાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 પુષ્પો જમીન પર ખીલવા લાગ્યાં છે; હવે વૃક્ષોને કાપકૂપ કરીને વ્યવસ્થિત કરવાનો સમય આવ્યો છે. આપણા દેશમાં કબૂતરોને ગીતગાંતા સાંભળી શકાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 2:12
17 Iomraidhean Croise  

પ્રભુએ તેને કહ્યું, “તું મારી પાસે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની એક બકરી, ત્રણ વર્ષનો એક ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લાવ.”


કબૂતર જેવા તમારા ભોળા લોકને હિંસક શત્રુઓના હાથમાં સોંપશો નહિ. તમારા લાચાર લોકને સદા વીસરી જશો નહિ.


પર્વના હર્ષનાદોનો અનુભવ કરનાર લોકને ધન્ય છે; હે પ્રભુ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.


શિયાળો પૂરો થયો છે, વરસાદ થંભી ગયો છે.


ખીણના લીલા છોડ જોવા, દ્રાક્ષવેલાને કળીઓ બેઠી છે કે કેમ તે જોવા અને દાડમનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ તે જોવા હું અખરોટના બાગમાં ગયો.


મારો પ્રીતમ સુગંધથી ભરપૂર વૃક્ષોવાળા બાગમાં ગયો છે. તે ત્યાં પોતાનાં ટોળાં ચારે છે અને પોયણાં વીણે છે.


“તમે બેબિલોનમાંથી આનંદસહિત નીકળી જશો. તમને સહીસલામત દોરી જવામાં આવશે. તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદથી ગાવા માંડશે અને વૃક્ષો હર્ષનાદથી તાળી પાડવા લાગશે.


આકાશમાં ઊડનાર બગલો પોતાનો પાછા ફરવાનો નિયત સમય જાણે છે; કબૂતર, અબાબીલ અને સારસ તેમના સ્થળાંતરનો સમય સાચવે છે. પણ મારા લોકને મારા નિયમની સમજ નથી.


ખ્રિસ્તના સંદેશની સર્વ સમૃદ્ધિ તમારા હૃદયમાં વસે કે જેથી એકબીજાને સર્વ જ્ઞાનમાં શિક્ષણ અને શિખામણ આપો. ઈશ્વરને માટે તમારા હૃદયમાં આભાર સાથે ગીતો, સ્તોત્રો અને આત્મિક ગાયનો ગાઓ.


Lean sinn:

Sanasan


Sanasan