Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, શું તું તે જગ્યા જાણતી નથી? તો પછી ટોળાંની પાછળ પાછળ ચાલી જા. ત્યાં ભરવાડોના તંબુઓ પાસે તારાં બકરાં માટે ચારો મળી રહેશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 હે સ્ત્રીઓમાં સૌથી સુંદર સ્ત્રી, તું અજાણી હોય તો ટોળાને પગલે પગલે ચાલી જા, અને તારાં લવારાં ભરવાડોના તંબુઓ પાસે ચાર.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 યુવતીઓમાં અતિ સુંદર, જો તું જાણતી ના હોય તો, મારા ટોળાંની પાછળ ચાલ, તારી બકરીના બચ્ચાંને ભરવાડોના તંબુઓ પાસે ચરાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે વિશ્વસુંદરી! જો તને ખબર ના હોય તો, ટોળાને પગલે પગલે, ભરવાડના નેસડા સુધી આવજે, અને ત્યાં તારાઁ ઘેટાં ને લવારાં ચારજે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:8
25 Iomraidhean Croise  

એક સમયે હું જેમને સમર્થ માનતો એવા અન્ય દેવોની ઉપાસનામાં હરખાતો હતો;


રાજા તારા સૌંદર્યની અભિલાષા રાખશે; તે તો તારા પતિ છે; તું તેમનું અભિવાદન કર.


રાજકન્યા સંપૂર્ણ ગૌરવવાન લાગે છે; તેનાં વસ્ત્રો સુવર્ણજરીનાં છે.


મારા ઘરના પ્રવેશદ્વારે પ્રવેશ માટે પ્રતિદિન પ્રતીક્ષા કરનાર, અને મને યાનપૂર્વક સાંભળનાર સુખી થાય છે.


હે મારી પ્રિયતમા, તું કેટલી બધી રૂપાળી અને મોહક છે! તારી આંખો પ્રેમથી ઝળહળે છે.


મારા પ્રીતમે મને બોલાવી. હે મારી પ્રિયતમા, મારી લલના, મારી સાથે આવ.


હે મારી પ્રિયતમા, તું કેટલી રૂપાળી અને મોહક છે! બુરખામાંથી તારી આંખો પ્રેમથી ઝળહળે છે. ગિલ્યાદ પર્વત પરથી બકરાંનાં ઊતરી રહેલાં ટોળાંની જેમ તારા વાળ ઊડી રહ્યા છે.


હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારી પ્રીત કેવી મીઠી છે! તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં અને તારા અત્તરની મહેક સર્વ પ્રકારના સુગંધીદ્રવ્યો કરતાં ઉત્તમ છે.


હે મારી પ્રિયતમા, તું કેવી રૂપાળી છે. તું ખોડખામી વિનાની સર્વાંગસુંદર છે.


હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, બીજા બધા કરતાં તારા પ્રીતમમાં વિશેષ શું છે? તેનામાં એવું અદ્‍ભુત શું છે કે તું અમને એ પ્રમાણે શપથ સાથે કહે છે?


હે સ્ત્રીઓમાં શ્રેષ્ઠ સુંદરી, તારો પ્રીતમ ક્યાં ગયો છે? તારો પ્રીતમ કયે માર્ગે ગયો તે અમને જણાવ, એટલે અમે તને તેની શોધ કરવામાં સહાય કરીશું.


પ્રભુએ પોતાના લોકને કહ્યું: “રસ્તાની ચોકડીમાં જઈ ઊભા રહો અને જુઓ; પ્રાચીન માર્ગો વિષે પૂછપરછ કરો, અને સાચો માર્ગ શોધી કાઢીને તે પર ચાલો, એટલે તમને નિરાંત વળશે. પણ તેમણે કહ્યું, ‘અમે એમ કરવાના નથી.’


નાસ્તો કરી રહ્યા પછી ઈસુએ પિતરને પૂછયું, “યોનાના પુત્ર સિમોન, આ બધાં કરતાં શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે?” તેણે જવાબ આપ્યો, “હા, પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું.” ઈસુએ તેને કહ્યું, “મારાં ઘેટાંને ચરાવ.”


જેમ હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું તેમ તમે મારું અનુકરણ કરો.


અને જેને ડાઘ કે કરચલી કે બીજી કોઈ ખામી ન હોય, પણ જે પવિત્ર અને નિષ્કલંક હોય એવી ગૌરવી મંડળીને પોતાની સમક્ષ રજૂ કરે.


તમને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર તમારા અગાઉના આગેવાનોને યાદ રાખજો. તેઓ કેવી રીતે જીવ્યા અને મૃત્યુ પામ્યા તેનો વિચાર કરો અને તેમના વિશ્વાસને અનુસરવા પ્રયત્ન કરો.


તમે આળસુ ન બનો, પણ વિશ્વાસ અને ધીરજથી ઈશ્વરનાં વચનોનો વારસો મેળવનારાઓનું અનુકરણ કરો.


આપણા પૂર્વજ અબ્રાહામનો ઈશ્વર સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે કેવી રીતે સ્વીકાર થયો? જ્યારે તેણે પોતાના પુત્ર ઇસ્હાકને વેદી પર અર્પી દીધો ત્યારે તેનાં કાર્યોથી જ તેમ બન્યું.


રાહાબ વેશ્યાના કિસ્સામાં પણ એમ જ છે. તેનાં કાર્યોની મારફતે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. તેણે યહૂદી સંદેશકોનો આદરસત્કાર કર્યો અને નાસી છૂટવામાં તેમની સહાય કરી.


મારા ભાઈઓ, પ્રભુને નામે બોલનાર સંદેશવાહકોને યાદ કરો. ધીરજથી દુ:ખો સહન કરવાનો તેમનો નમૂનો લો.


સારા એવી સ્ત્રી હતી; તે અબ્રાહામને આધીન રહેતી અને તેને સ્વામી તરીકે સંબોધતી. જો તમે સારું જ કરો અને કશાની બીક ન રાખો તો તમે સારાની પુત્રીઓ છો.


Lean sinn:

Sanasan


Sanasan