Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તારા હોઠોથી મને ચુંબન પર ચુંબન દે; કારણ કે તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં ય ચઢિયાતી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે પોતાના મુખનાં ચુંબનોથી મને ચુંબન દે; કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસ કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તારા ચુંબનોથી તું મને નવડાવી દે; કારણ તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:2
20 Iomraidhean Croise  

પછી યાકોબે રાહેલને ચુંબન કર્યું અને મોટેથી રડવા લાગ્યો.


પછી તેણે પોતાના બધા ભાઈઓને ચુંબન કર્યું, ને તેમને ભેટીને રડયો. તે પછી તેના ભાઈઓએ તેની સાથે વાત કરી.


ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે!


હે ઈશ્વર, તમારો પ્રેમ કેવો અમૂલ્ય છે. તમારી પાંખોની છાયામાં મનુષ્યો આશ્રય લે છે.


મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે.


તે મને તેના ભોજનખંડમાં લઈ આવ્યો અને મારા પર પોતાની પ્રીતિરૂપ વજા લહેરાવી.


હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારી પ્રીત કેવી મીઠી છે! તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં અને તારા અત્તરની મહેક સર્વ પ્રકારના સુગંધીદ્રવ્યો કરતાં ઉત્તમ છે.


તેનું મુખ ચુંબન કરવા જેવું મીઠું છે; તે અતિ મનોહર છે. હે યરુશાલેમની નવયૌવનાઓ, એવું મારા પ્રીતમનું, મારા મિત્રનું સ્વરૂપ છે.


આપણે વહેલાં ઊઠીને દ્રાક્ષવાડીમાં જઈશું અને જોઈશું કે દ્રાક્ષવેલાને ફૂલ આવ્યાં છે કે નહિ, કુમળી દ્રાક્ષો બેઠી છે કે નહિ, ને દાડમનાં ફૂલ ખૂલ્યાં છે કે નહિ. ત્યાં હું તને મારા પ્રેમનો અનુભવ કરાવીશ.


હે પ્રિયતમા, તું કેવી રૂપાળી છે! કેવી વિનોદિની અને હર્ષદાયિની છે!


તારું વદન ઉત્તમ દ્રાક્ષાસવ જેવું છે. તો પછી એ દ્રાક્ષાસવને સીધો મારા પ્રીતમ તરફ, તેના હોઠ અને દાંત તરફ વહેવા દો.


સર્વસમર્થ પ્રભુ દુનિયાની બધી પ્રજાઓ માટે સિયોન પર્વત પર મિજબાની તૈયાર કરશે. તેમાં સર્વશ્રેષ્ઠ વાનગીઓ, અત્યુત્તમ માંસાહાર અને સર્વોત્તમ દ્રાક્ષાસવ પીરસવામાં આવશે.


તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લીધી, સ્તુતિ કરીને ભાંગી અને પોતાના શિષ્યોને આપતાં કહ્યું, લો, ખાઓ, આ મારું શરીર છે.


પછી તે ઊઠીને પોતાના પિતાજીની પાસે જવા ઊપડયો. હજુ તો તે ઘરથી દૂર હતો એવામાં તેના પિતાએ તેને જોયો; તેના પિતાનું હૃદય દયાથી ભરાઈ આવ્યું. તે દોડીને પોતાના પુત્રને ભેટી પડયો અને તેને ચુંબન કર્યું.


અમે અમારી દરિયાઈ મુસાફરી ચાલુ રાખતાં તૂરથી ટોલેમાઈસ ગયા. ત્યાં ભાઈઓને મળીને તેમને શુભેચ્છા પાઠવી અને તેમની સાથે એક દિવસ રહ્યા.


ખ્રિસ્તી પ્રતીકરૂપ ચુંબનથી એકબીજાને શુભેચ્છા પાઠવશો. તમે જેઓ ખ્રિસ્ત ઈસુના છો તેઓ સર્વને શાંતિ હો.


Lean sinn:

Sanasan


Sanasan