Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 4:10 - પવિત્ર બાઇબલ C.L.

10 વળી, માહલોનની વિધવા મોઆબ દેશની રૂથને મારી પત્ની કરી લઉં છું કે જેથી મરનારનો વારસો તેના કુટુંબમાં જ રહે અને તેના લોકોમાં અને તેના વતનમાં તેનું નામ ચાલુ રહે અને નાબૂદ ન થઈ જાય. તમે સૌ આ વાતના સાક્ષી છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં માહલોનની પત્નીને, એટલે રૂથ મોઆબણને, મારી પત્ની થવા માટે ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી, તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય; તમે આજે સાક્ષી છો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વળી મૃત્યુ પામેલાંના વારસા ઉપર તેનું નામ જળવાઈ રહે તે માટે માહલોનની પત્ની એટલે મોઆબી રૂથને મેં મારી પત્ની થવા સારું સ્વીકારી છે. જેથી મૃત્યુ પામેલાંનું નામ, તેના ભાઈઓ તથા તેના સ્થાનમાંથી નષ્ટ ન થાય. આજે તમે તેના સાક્ષીઓ છો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તદુપરાંત, તમે એ વાતના પણ આજે સાક્ષી છો કે હું માંહલોનની વિધવા મોઆબી રૂથનો પતિ બનું છું જેથી મિલકત મરનારને નામે જ રહે. અને તેનું નામ કુટુંબીઓમાંથી અને તેના નગરમાંથી ભૂંસાઈ જાય નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 4:10
19 Iomraidhean Croise  

તેથી લગ્નપ્રથા પ્રમાણે તું પહેલાં લેઆહ સાથે એક સપ્તાહ પૂરું કર. પછી જો તું બીજાં સાત વર્ષ મારે ત્યાં કામ કરવા બંધાતો હોય તો હું રાહેલનાં લગ્ન પણ તારી સાથે કરાવીશ.”


પણ ઓનાન જાણતો હતો કે એ તેનું બાળક ગણાશે નહિ. તેથી પોતાની ભાભી સાથે સમાગમ કરતી વેળાએ તે જમીન પર સ્ખલન કરી દેતો; જેથી તેના ભાઈનો વંશજ પેદા ન થાય.


તેનાં પાપો નિત્ય પ્રભુની સમક્ષ રહો; પરંતુ તેનું નામનિશાન પૃથ્વી પરથી નષ્ટ થાઓ.


પરંતુ પ્રભુ દુરાચારીઓની વિરુદ્ધ છે, અને તે પૃથ્વી પરથી તેમનું સ્મરણમાત્ર ભૂંસી નાખે છે.


સદ્ગુણી પત્ની મેળવનારને સુખ પ્રાપ્ત થાય છે; એ તો પ્રભુની કૃપાની નિશાની છે.


ઘર અને સંપત્તિ તો પૂર્વજો પાસેથી વારસામાં મળે છે, પણ સમજદાર પત્ની તો પ્રભુ તરફથી મળે છે.


વળી, તારા વંશજો રેતીના રજકણો જેટલા થાત અને મારી આગળથી તેમનું નામ નાબૂદ થઈ જાત નહિ કે લોપ થઈ જાત નહિ.”


આપણા પૂર્વજ યાકોબને મેસોપોટેમિયામાં નાસી જવું પડયું. ત્યાં પત્ની મેળવવા માટે તેણે બીજા માણસનાં ઘેટાં સાચવવાનું કામ કર્યું.


તેથી મેં ચાંદીના પંદર સિક્કા અને સાત માપ જવ આપીને તેને વેચાતી લીધી.


તે સમયે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન ભૂંસી નાખીશ, અને તે પછી કોઈ તેમનું સ્મરણ નહિ કરે. સંદેશવાહક હોવાનો દાવો કરનારાઓને હું મારી સંમુખથી દૂર કરીશ અને મૂર્તિપૂજાની ઇચ્છા દૂર કરીશ.


તમે પૂછો છો કે શા માટે તે હવે અર્પણો સ્વીકારતા નથી? કારણ, તમારી યુવાવસ્થામાં તમે જે સ્ત્રીને પરણ્યા તેને તમે આપેલા વચનનો ભંગ કર્યો છે. તે તમારી સાથીદાર હતી અને તેના પ્રત્યેનું તમારું વચન તમે તોડયું છે; જો કે ઈશ્વરની સમક્ષ તો તમે તેને વફાદાર રહેવાનું વચન આપ્યું હતું.


પતિઓ, તમે પણ ખ્રિસ્તે મંડળી પર કર્યો તેવો પ્રેમ તમારી પત્ની પર કરો; ખ્રિસ્તે તો મંડળી માટે પોતાનો જીવ આપી દીધો,


તેનાથી એ સ્ત્રીને પ્રથમ પુત્ર જન્મે તે મરનાર ભાઈનો પુત્ર ગણાય; જેથી તે ભાઇનું નામ ઇઝરાયલમાંથી નાબૂદ ન થાય.


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


કનાનીઓ અને દેશના સર્વ રહેવાસીઓ આ વિષે સાંભળશે એટલે તેઓ અમને ઘેરી લઈને અમારું નામનિશાન ભૂંસી નાખશે, ત્યારે તમારા મહાન નામનું ગૌરવ જાળવવા તમે શું કરશો?”


બોઆઝે આગેવાનોને તથા સર્વ લોકોને કહ્યું, “તમે બધા સાક્ષી છો કે, એલીમેલેખ, કિલ્યોન તથા માહલોનની સર્વ માલમિલક્ત હું આજે ખરીદી લઉં છું.


Lean sinn:

Sanasan


Sanasan