Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 4:1 - પવિત્ર બાઇબલ C.L.

1 બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે બોઆઝ [ગામને] દરવાજે જઈને બેઠો; તો જુઓ, નજીકના સગા વિષે બોઆઝ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેને તેણે કહ્યું, “અરે ફલાણા! આ બાજુ આવીને અહીં બેસ.” એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હવે બોઆઝ દરવાજા સુધી ગયો અને ત્યાં બેઠો. થોડી જ વારમાં, જે છોડાવનાર સંબંધી વિષે બોઆઝે વાત કરી હતી તે ત્યાં આવ્યો. બોઆઝે તેને કહ્યું, “અહીં આવીને બેસ.” અને તે ત્યાં આવીને બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બોઆઝ શહેરના દરવાજા પાસે લોકો ભેગા થાય છે તે જગ્યાએ ગયો. એના પરિવારનો નજીકનો સગો ત્યાંથી પસાર થાય ત્યાં સુધી ત્યાં બેસી રહ્યો. એણે એને બોલાવીને કહ્યું, “અરે ફલાણા આવ અને અહીં બેસ હું તારી સાથે થોડી વાત કરવા માંગું છું. એટલે તે આવીને બેઠો.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 4:1
21 Iomraidhean Croise  

સંધ્યા સમયે પેલા બે દૂતો સદોમ આવી પહોંચ્યા. લોત ત્યારે સદોમના દરવાજે બેઠો હતો. તેમને જોઈને લોત મળવા ઊભો થયો અને ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કરતાં કહ્યું,


એફ્રોન હિત્તીઓની સાથે જ બેઠો હતો.


પછી હમોર અને તેનો પુત્ર શખેમ શહેરના પ્રવેશદ્વારે આવ્યા અને લોકોની સાથે વાતચીત કરીને કહ્યું,


તે સવારે વહેલો ઊઠીને નગરના દરવાજાના રસ્તાની પાસે જઈને ઊભો રહેતો. જ્યારે કોઈ માણસ રાજા પાસે પોતાની તકરારના નિરાકરણ માટે આવતો ત્યારે આબ્શાલોમ તેને બોલાવીને તે ક્યાંનો છે તે પૂછતો.


બન્‍ને રાજાઓ તેમના રાજપોશાકમાં સજ્જ થઈ સમરૂનના દરવાજા આગળ ખળાના મેદાન પર પોતાનાં આસનો પર બેઠા હતા અને બધા સંદેશવાહકો તેમની આગળ ભવિષ્ય ભાખતા હતા.


જ્યારે નગરના વડીલો ચોકમાં મળતા, અને હું ચોકમાં તેઓ વચ્ચે મારું સ્થાન લેતો;


નગરપંચમાં મારી વગને લીધે જો મેં અનાથ વિરુદ્ધ હાથ ઉગામ્યો હોય;


ચૌટે બેસનારા મારે વિષે ચર્ચા કરે છે, અને નશાબાજો મારે વિષે ગીતો રચે છે.


તેના પતિની ન્યાયસભામાં પ્રતિષ્ઠા છે, અને જાહેર સભામાં તેનું સ્થાન છે.


પ્રભુ કહે છે, “તમે જેઓ તરસ્યા છો તે અહીં આ પાણી પાસે આવો; જેની પાસે પૈસા ન હોય તે પણ આવો. ખોરાક વેચાતો લઈને ખાઓ. આવો, દ્રાક્ષાસવ અને દૂધ વિનામૂલ્યે ખરીદો; તમારે તેની કંઈ કિંમત ચૂકવવાની નથી.


મેં સાક્ષીઓની રૂબરૂમાં વેચાણખત પર સહી કરીને મહોરમુદ્રા કરી અને નાણું ત્રાજવામાં તોળી આપ્યું.


ભૂંડાને ધિક્કારો, ભલાને ચાહો અને ન્યાયપંચમાં ન્યાયની પ્રતિષ્ઠા કરો. તો કદાચ સર્વસત્તાધીશ પ્રભુ પરમેશ્વર યોસેફના બચી ગયેલા વંશજો પર કૃપા દર્શાવે.


પ્રભુએ પોતાના લોકોને કહ્યું, “મેં તમને સર્વ દિશામાં વિખેરી નાખ્યા. પણ હવે તમે બેબિલોનથી નાસી છૂટો અને યરુશાલેમ પાછા ફરો.


“તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે.


તો એવું અધમ કાર્ય કરનાર પુરુષ અથવા સ્ત્રીને નગરની બહાર લાવીને તેને પથ્થર મારીને મારી નાખો.


તો તેનાં માબાપ તેને નગરના વડીલો સમક્ષ ન્યાયચુકાદો આપવાના સ્થળે લાવે.


પરંતુ જો તે માણસ પોતાના ભાઇની વિધવા સાથે લગ્ન કરવા ન ચાહે તો તે સ્ત્રી નગરના વડીલો સમક્ષ જાય અને કહે, ‘મારો દિયર મારા પ્રત્યે દિયર તરીકેની ફરજ બજાવવા ચાહતો નથી અને ઇઝરાયલમાં પોતાના ભાઇનો વંશ ચાલુ રાખવા માગતો નથી.’


ખૂની આવા કોઈએક નગરમાં નાસી જાય અને નગરના પ્રવેશદ્વારે ન્યાય કરવાની જગ્યાએ જઈને ત્યાંના આગેવાનોને જે કંઈ બન્યું હોય તેની સ્પષ્ટતા કરે. તે પછી તેઓ તેને નગરમાં પ્રવેશવા દે અને તેને વસવાટનું સ્થાન આપે, જેથી પેલો માણસ ત્યાં રહી શકે.


અલબત્ત, હું તમારો નિકટનો સગો છું અને તમારા માટે જવાબદાર છું; પણ એક બીજો માણસ મારા કરતાંય વિશેષ નિકટનો સગો છે.


નાઓમીએ તેને કહ્યું, “હવે આનું કેવું પરિણામ આવે છે તેની જાણ થતાં સુધી ધીરજ રાખ. કારણ, આ વાતનો નિવેડો લાવ્યા વગર બોઆઝ જંપીને બેસવાનો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan