Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 3:13 - પવિત્ર બાઇબલ C.L.

13 તેથી બાકીની રાત અહીં જ સૂઈ રહે. પેલો માણસ તમારી જવાબદારી લેશે કે નહિ તે અમે સવારે શોધી કાઢીશું. તે જવાબદારી લે તો ઠીક, અને ન લે તો જીવતા પ્રભુના સમ ખાઉં છું કે હું તે જવાબદારી અદા કરીશ. જા, હવે સૂઈ જા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 આજની રાત થોભી જા, ને સવારમાં એમ થશે કે જો તે સગા તરીકે પોતાની ફરજ તારા પ્રત્યે અદા કરવા ઇચ્છતો હશે તો ઠીક, સગા તરીકેની પોતાની ફરજ બજાવવા ઇચ્છતો નહિ હોય, તો હું જીવતા યહોવાની પ્રતિજ્ઞા લઉં છું કે, તારા પ્રત્યે સગા તરીકેની ફરજ હું બજાવીશ; સવાર સુધી સૂઈ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આજ રાત અહીંયાં રહી જા. અને સવારમાં જો તે પોતાની ફરજ બજાવે તો સારું, ભલે તે નજીકના સગાં તરીકેની પોતાની ફરજ બજાવે. પણ જો તે સગાં તરીકે તારા પ્રત્યેની પોતાની જવાબદારી અદા નહિ કરે તો પછી, ઈશ્વરની સમક્ષતામાં હું પ્રતિજ્ઞા કરું છું કે, નજીકના સગા તરીકેની તારા પ્રત્યેની ફરજ હું બજાવીશ. સવાર સુધી સૂઈ રહે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આજની રાત તો તું અહીં રહે અને સવારમાં જો તે તારી જવાબદારી સ્વીકારવાનો પોતાનો હક્ક બજાવવા રાજી હોય તો ઠીક, નહિ તો હું યહોવાને નામે વચન આપીને કહું છું કે, હું તારી જવાબદારી ઉપાડી લઈશ, સવાર થતાં સુધી તું અહીં સૂઈ રહે.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 3:13
11 Iomraidhean Croise  

તે પછી જો તેઓ પોતાના પૂર્ણ દયથી મારા લોકના ધાર્મિક વિધિઓ શીખશે અને જેમ એક વેળાએ તેમણે મારા લોકને બઆલદેવને નામે શપથ લેતા શીખવ્યું હતું તેમ તેઓ ‘યાહવેના જીવના સમ’ એમ મારે નામે સોગંદ લેતા થશે તો તેઓ પણ મારા લોકની જેમ આબાદ થશે.


“હે ઇઝરાયલના લોકો, જો તમારે પાછા ફરવું હોય તો મારી પાસે પાછા આવો. જો તમે તમારી ઘૃણાપાત્ર મૂર્તિઓને મારી સમક્ષથી ફગાવી દો અને મારા પ્રત્યેની નિષ્ઠામાં અડગ રહો તો તમે મારે નામે સચ્ચાઈથી, ન્યાયથી અને નેકીથી સોગંદ લઈ શકશો. ત્યારે અન્ય પ્રજાઓ તેનામાં આશિષ પામશે અને તેનામાં હરખાશે.”


મારા મનના જાણકાર ઈશ્વર પણ મારા સાક્ષી છે કે, તમારા પર દયા લાવીને જ મેં કોરીંથ નહિ આવવાનો નિર્ણય કર્યો.


માણસ શપથ લે છે ત્યારે તે પોતા કરતાં બીજી કોઈ મહાન વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, અને એમ શપથ માણસો વચ્ચેના વિવાદનો નિકાલ લાવે છે.


ગિદિયોને કહ્યું, “તે મારા ભાઈઓ, મારા સહોદર હતા. હું શપથપૂર્વક કહું છું કે તમે તેમને મારી નાખ્યા નહોત, તો હું તમને મારી નાખત નહિ.”


નાઓમીએ તેને કહ્યું, “પ્રભુ બોઆઝને આશિષ આપો. પ્રભુ તો જીવતાં અને મરેલાં સાથેનાં પોતાનાં વચન પાળે છે.” વળી, તેણે કહ્યું, “આ માણસ આપણો નિકટનો સગો છે. આપણી સંભાળ લેવાની જવાબદારી જેમને શિર છે તેમાંનો તે એક છે.”


અલબત્ત, હું તમારો નિકટનો સગો છું અને તમારા માટે જવાબદાર છું; પણ એક બીજો માણસ મારા કરતાંય વિશેષ નિકટનો સગો છે.


ત્યારે બોઆઝે કહ્યું, “તારે નાઓમીનું ખેતર ખરીદવું હોય તો મરનારની વિધવા રૂથ સાથે તારે લગ્ન પણ કરવું પડશે; જેથી ખેતર મરનારના વારસામાં ચાલુ રહે.”


પેલા માણસે ઉત્તર આપ્યો, “તો પછી હું એ ખેતર ખરીદી શકું તેમ નથી. કારણ, એમ કરવા જતાં હું મારો પોતાનો વારસો ખોઈ બેસું તેવું જોખમ છે. મારે એવું કરવું નથી; ખેતર ખરીદવાના મારા હક્કનો ઉપયોગ તમે જ કરો.”


Lean sinn:

Sanasan


Sanasan