Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “સાંભળ બહેન, કણસલાં વીણવા આ ખેતર સિવાય બીજે ક્યાંય જઈશ નહિ. અહીં જ રહેજે અને અહીં લણનારી સ્ત્રીઓ સાથે કામ કરજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “મારી દીકરી, શું તું સાંભળતી નથી? બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ, અને અહીંથી પણ જઈશ નહિ, પણ અહીં મારી યુવતીઓની પાસે ને પાસે રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “મારી દીકરી, શું તું મને સાંભળે છે? હવે પછી મારું ખેતર મૂકીને બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ. પણ અહીં જ રહેજે અને મારા ત્યાં કામ કરતી સ્ત્રીઓની સાથે જ રહીને કામ કરજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:8
11 Iomraidhean Croise  

તેના સેવકોએ તેની પાસે જઈ તેને કહ્યું, “સાહેબ, સંદેશવાહકે તમને કોઈ અઘરું કામ કહ્યું હોત તો તે તમે ન કરત? તો પછી તમે જઈને તેમના કહેવા મુજબ સ્નાન કરીને સાજા કેમ થતા નથી?”


“કાપણી વખતે પાક છેક છેડા સુધી કાપી ન લેવો. વળી, લણણી પછી રહી ગયેલાં ડૂંડાં કાપી લેવાં નહિ.


કેટલાક લોકો લકવાવાળા માણસને પથારી સાથે જ ઉપાડી લાવ્યા. તેઓનો વિશ્વાસ લક્ષમાં લઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, દીકરા, હિંમત રાખ, તારાં પાપ માફ કરવામાં આવે છે.


ઈસુએ પાછા ફરીને તેને જોઈને કહ્યું, દીકરી, હિંમત રાખ! તારા વિશ્વાસને લીધે તું સાજી થઈ છે. એ જ ક્ષણે તે સ્ત્રી સાજી થઈ.


અંતમાં, મારા ભાઈઓ, સાચી, ઉમદા, ન્યાયી, શુદ્ધ, પ્રેમાળ અને સન્માનનીય એવી સારી ને સ્તુતિપાત્ર બાબતોનો વિચાર કરો.


તેણે મને કહ્યું, ‘મહેરબાની કરીને મને લણનારાઓની પાછળ પાછળ ફરીને કણસલાં એકઠાં કરવા દો.’ એમ વહેલી સવારથી અત્યાર સુધી તેણે કામ કર્યું છે અને હજી હમણાં જ તે છાપરી તળે આરામ લેવા થોભી છે.”


ખેતરના કયા ભાગમાં કાપણી થાય છે તેનું ધ્યાન રાખજે અને તેમની પાછળ પાછળ કામ કરજે. મારા મજૂરો તને કંઈ કનડગત કરે નહિ એવી મેં તેમને આજ્ઞા કરી છે. તને તરસ લાગે ત્યારે કામ કરનાર માણસોએ ભરેલાં માટલાંમાંથી પીજે.”


એલીએ તેને બોલાવ્યો, “દીકરા શમુએલ!” શમુએલે જવાબ આપ્યો “હા,જી.”


પ્રભુએ ફરીથી શમુએલને નામ દઈને બોલાવ્યો. તેથી શમુએલ ઊઠીને એલી પાસે ગયો અને કહ્યું, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” પણ એલીએ કહ્યું, “મારા દીકરા, મેં તને નથી બોલાવ્યો, જા, સૂઈ જા.”


Lean sinn:

Sanasan


Sanasan