Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:7 - પવિત્ર બાઇબલ C.L.

7 તેણે મને કહ્યું, ‘મહેરબાની કરીને મને લણનારાઓની પાછળ પાછળ ફરીને કણસલાં એકઠાં કરવા દો.’ એમ વહેલી સવારથી અત્યાર સુધી તેણે કામ કર્યું છે અને હજી હમણાં જ તે છાપરી તળે આરામ લેવા થોભી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેણે મને કહ્યું, ‘કૃપા કરીને કાપનારાઓની પાછળ પૂળીઓ મધ્યેથી મને કણસલાં વીણી ભેગાં કરવા દે:’ એવી રીતે તે આવી, અને ત્યારથી એટલે સવારથી માંડીને આ સાંજ સુધી એ કામ પર લાગું રહી છે, ફક્ત થોડી વાર તેણે ઘરમાં આરામ લીધો હતો એ જ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે મને કહ્યું, ‘કૃપા કરી મને લણનારાઓની પાછળ પૂળીઓ બાંધતાં રહી ગયેલાં કણસલાં વીણવા દે. ‘તે અહીં આવીને સવારથી તો અત્યાર સુધી સતત કણસલાં વીણવાનું કામ કરતી રહી છે, ફક્ત હમણાં જ ઘરમાં આરામ કરવા આવી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 આજે સવારે એણે મને પૂછયું કે; હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:7
14 Iomraidhean Croise  

આળસુની લાલસા પરિપૂર્ણ થતી નથી, પણ ઉદ્યમી જનની આકાંક્ષા સંતોષાશે.


પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરમાં જ્ઞાન અને શિસ્ત સમાયેલાં છે, અને સન્માન મેળવતાં પહેલાં વિનમ્ર બનવું આવશ્યક છે.


ગરીબે કાલાવાલા કરવા પડે છે; પણ ધનવાનની વાણીમાં ઉદ્ધતાઈ હોય છે.


પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે.


જે કંઈ કામ તારા હાથમાં આવે તે તારી પૂરી તાક્તથી કર. કારણ, તારા મૃત્યુ પછી તારે મરેલાંની દુનિયામાં જવાનું છે, જ્યાં કોઈ કામ, યોજના, જ્ઞાન કે બુદ્ધિ નથી.


અંતરાત્માથી દીનતા ધરાવનાર લોકોને ધન્ય છે; કારણ, આકાશનું રાજ તેમનું છે.


ખંતથી મહેનત કરો, અને આળસુ ન બનો; આત્મામાં ધગશ રાખો, અને પ્રભુની સેવામાં મંડયા રહો.


એથી આપણે સારું કરતાં થાકવું નહિ, કારણ, જો આપણે પડતું મૂકીએ નહિ, તો યોગ્ય સમયે કાપણી કરીશું.


ખ્રિસ્ત પ્રત્યેના તમારા આદરને લીધે તમે એકબીજાને આધીન રહો.


રૂથે નાઓમીને કહ્યું, “મને ખેતરમાં જવા દો. ત્યાં હું લણનારાઓથી રહી જતાં અનાજનાં કણસલાં એકઠાં કરીશ. મારા પ્રત્યે રહેમનજર દાખવનારની પાછળ પાછળ જઈ હું વીણવાનું કામ કરીશ.” ત્યારે નાઓમીએ કહ્યું, “દીકરી, ભલે જા.”


ત્યારે રૂથે કહ્યું, “વળી, કાપણી પૂરી થાય ત્યાં સુધી તેમની કામ કરનારી સ્ત્રીઓ સાથે વીણવાનું કામ ચાલુ રાખવા તેમણે મને કહ્યું છે.”


તેણે જવાબ આપ્યો, “એ તો નાઓમી સાથે મોઆબ દેશથી આવેલી પરદેશી યુવતી છે.


ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “સાંભળ બહેન, કણસલાં વીણવા આ ખેતર સિવાય બીજે ક્યાંય જઈશ નહિ. અહીં જ રહેજે અને અહીં લણનારી સ્ત્રીઓ સાથે કામ કરજે.


Lean sinn:

Sanasan


Sanasan